અભિનેત્રીએ કર્યો બિઝનેસમેન વિરુદ્ધ રેપનો કેસ, આરોપી પકડાયો

Posted By:
Subscribe to Oneindia News

જૂના જમાનાની જાણીતી અભિનેત્રીએ એક બિઝનેસમેન પર રેપ કરવાનો આરોપ લગાવ્યો છે. 68 વર્ષીય અભિનેત્રીએ વેપારી વિરુદ્ધ મુંબઇના જૂહૂ પોલિસ સ્ટેશનમાં બળાત્કારનો આ કેસ દાખલ કર્યો છે. પોલીસે આ મામલે પગલાં લેતા આરોપીને ગુરુવારે રાતે પકડી પાડ્યો છે. ધરપકડ પછી પોલીસે આ કેસ ક્રાઇમ બ્રાંચમાં ટ્રાંસફર કર્યો છે. આરોપી વેપારીને શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

rape

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આ અભિનેત્રીએ આ વેપારી વિરુદ્ધ ધમકી આપવા અને સિક્યોરીટીને મારવાનો આરોપ તથા અશ્લીલ વોટ્સઅપ કરવાનો આરોપ પણ મૂક્યો હતો. જે પછી આરોપીની આ મામલે પુછપરછ કરવામાં આવી હતી. વેપારી પર રેપનો કેસ મુકનાર અભિનેત્રી 70 અને 80ના દશકની પ્રસિદ્ધ અભિનેત્રી છે અને તેમણે દેવાનંદથી લઇને અમિતાભ બચ્ચન સુધી અનેક જાણીતા એક્ટર સાથે કામ કર્યું છે. ત્યારે આ ચોંકવનારો કિસ્સો બહાર આવતા બોલીવૂડમાં પણ આ મામલે આશ્ચર્ય અને દુખ વ્યક્ત કર્યું હતું.

English summary
Actress register rape case against businessman Juhu Police Station Mumbai.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.