• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ એક્ટ્રેસને ગણાવી કોલગર્લ, ફોટા પર ફોન નંબરની સાથી લખી એક રાતની કિંમત

By Lekhaka
|

સોશિયલ મીડિયા પર એક તસવીર સતત વાયરલ થઇ રહી છે, જેમાં એક્ટ્રેસનો ફોટો લગાવી દેવ વ્યાપાર સાથે જોડાયેલા દલાલો પોતાનો કાળો કારોબાર ચલાવી રહ્યા છે. એક્ટ્રેસે આ મામલે વર્સોવા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. એક્ટ્રેસનું નામ સપના સપ્પૂ છે જે બોલીવુડ, ભોજપુરી અને ગુજરાતી એમ મળીને કુલ 200થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. પોતાના બોલ્ડ સિનને લઇને સપના સતત ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયામાં પોતાની આવી વાયરલ થઇ રહેલી તસવીર જોઇને સપના આઘાતમાં છે. સપનાનું કહેવું છે કે તે મુંબઇમાં પોતાના 2.5 વર્ષના દીકરા ટાઇગર સાથે એકલી રહેતી હતી અને આવી ચીજ એમની પર્સનલ જીંદગી અને ફિલ્મી કરિયરને ખતમ કરી શકે છે. સપનાએ કહ્યું કે આ તેમને બદનામ કરવાની કોશિશ છે.

શું છે આખો મામલો

શું છે આખો મામલો

પોલીસ મુજબ એક્ટ્રેસ સપના સપ્પૂ છેલ્લા 6 મહિનાથી પોતાની આગામી ફિલ્મે મેડમની શૂટિંગમાં વ્યસ્ત હતી. આ દરમિયાન એમણે પોતાની ફિલ્મ શૂટની કેટલીક તસવીરો ફેસબુક પર શેર કરી હતી. સપના મુજબ એમાંથી કેટલીક તસવીરો ચોરીને અજાણ્યા શખ્સે સોશિયલ મીડિયા પર તેને વાયરલ કરી દીધી. તસવીર પર લખવામા આવ્યું છે કે 'અવેલેબલ ઇન દિલ્હી' આ ઉપરાંત તસવીરમાં શોર્ટ ટાઇમ અને ફુલ નાઇટનો રેટ પણ લખવામા આવ્યો છે. નીચે એક મોબાઇલ નંબર પણ લખ્યો છે. તસવીર પર સાફ લખ્યું છે કે એક્ટ્રેસ દેશની રાજધાની દિલ્હીમાં મળશે.

સપનાને કેવી રીતે જાણ થઇ

સપનાને કેવી રીતે જાણ થઇ

સપનાના એક પરિચિતે આવા પ્રકારનો ફોટો વ્હૉટ્સએપ પર જોયો, તેણે તરત જ આ અંગે સપનાને જાણકારી આપી હતી. એટલું જ નહીં, સપનાના પરિજનો સુધી આ ફોટો પહોંચી ગયો હતો. રાતોરાત સપનાના મોબાઇલ નંબર પર 200થી વધુ ફોન કૉલ્સ આવ્યા હતા. કેટલાય લોકોએ એ ફોટો જોઇને સપનાના ચરિત્ર પર સવાલ ઉઠાવવાનું શરૂ કરી દીધું. જે બાદ સપનાએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

સપનાને સાસરી પક્ષ પર શંકા

સપનાને સાસરી પક્ષ પર શંકા

જણાવી દઇએ કે જુલાઇ 2012માં સપનાએ વડોદરાના એક બિલ્ડર રાજેશ ગોયલ સાથે લગ્ન કર્યાં હતાં. લગ્નના કેટલાક સમય બાદ જ્યારે સપના મા બની ત્યારે બંને વચ્ચેના સંબંધ બગડી ગયા. સપનાના સસરાપક્ષે પણ એનો સાથ ન આપ્યો અને તે પોતાના દીકરાને સારી જીંદગી આપવા માટે મુંબઇ આવી ગઇ. સપનાનું કહેવું છે કે એના સાસરીયા પક્ષ એને બદનામ કરવા માગે છે. તેઓ બાળકના ભરણપોષણની જવાબદારી પણ ઉઠાવવા નથી માગતા માટે તેમણે આવી ઘટિયા હરકત કરી છે. સપનાનું કહેવું છે કે એના દેવરને સપના અને તેના દીકરાથી પ્રોબ્લેમ છે. એ નથી ઇચ્છતો કે પ્રોપર્ટીના વધુ ભાગ પડે માટે તે આવું કરી રહ્યો છે.

વન ઇન્ડિયા સાથેની વાતચીતમાં સપનાએ શું કહ્યું

વન ઇન્ડિયા સાથેની વાતચીતમાં સપનાએ શું કહ્યું

વન ઇન્ડિયા સાથેની વાતચીતમાં સપનાએ કહ્યું કે હું મારી મહેનતની કમાણી ખાઉં છું, છેલ્લા 25 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છું અને ક્યારેય ખોટું નથી કર્યું. લગ્ન કરી લીધાં હોવાથી થોડા વર્ષ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર રહી હતી. હવે હું મારા દીકરા સાથે એકલી રહું છું. ગયા વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં પરત આવી છું. લોકો મને બદનામ કરવામ માટે પહેલે પણ કેટલાય પ્રકારના ષડયંત્ર રચી ચૂક્યા છે. સપનાએ કહ્યું કે ગુજરાતમાં વેશ્યાવૃત્તિ કરતા દલાલ એમનો ફોટો લગાવીને કસ્ટમરને લલચાવવાની કોશિશ કરતા હોય તેવું પણ બની શકે. એ પણ આશંકા જતાવી કે છેલ્લા કેટલાક સમયથી તેના પરિચિતો જોડે અનબન થઇ હોવાથી તેઓ પણ બદનામ કરવા માટે આવું કરી શેક છે.

સપનાને છે જીવનું જોખમ

સપનાને છે જીવનું જોખમ

વન ઇન્ડિયા સાથેની વાતચીતમાં સપનાએ કહ્યું કે એમને ડર છે કે ક્યાંક કોઇ એમને અને એમના દીકરાને જાનથી ન મારી નાખે. રડતાં રડતાં સપનાએ કહ્યું કે આ મામલે તે બહુ જલદી નજીકના પોલીસ સ્ટેશને જશે અને સુરક્ષા માટે અરજી કરશે. ખાસ વાતચીતમાં સપના ભાવુક થઇ ગઇ અને કહ્યું કે ક્યારેક એમને એવો ખ્યાલ આવે છે કે તે બધું દીકરાના નામે કરીને મોતને ગલે લગાવી લે.

દીકરાને હક અપાવવો

દીકરાને હક અપાવવો

સપનાએ કહ્યું કે તે માત્ર પોતાના દીકરાને ન્યાય અપાવવા માગે છે. તે એના હકની લડાઇ લડી રહી છે. સપનાએ કહ્યું કે તે મુશ્કેલીથી પોતાના દીકરાનો ખર્ચો ઉઠાવી રહી છે. એક સમય એવો પણ હતો જ્યારે સપનું જોતા પહેલાં જ દરેક ઇચ્છા પૂરી થઇ જતી હતી. સપનાએ કેટલીય ફિલ્મોને પ્રોડ્યૂસ પણ કરી છે. સપનાએ ધર્મેન્દ્ર, મિથુ અને અન્ય દિગ્ગજ સાથે કામ કર્યું છે.

English summary
Actress Sapna Sappu's photo used by prostitution racket on Social Media, FIR.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more