ADM સાહેબે ગંગા, યમુના અને સરસ્વતીના સંગમમાં કર્યો પેશાબ ફોટો વાઇરલ
અલાહાબાદના ADM સાહેબની એક તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ રહી છે. જેમાં તેઓ ગંગા, યમુના અને સરસ્વતી ત્રિવેણી સંગમમાં પેશાબ કરતા નજરે પડે છે. આ ફોટો વાઇરલ થતા ADM સાહેબની મુશ્કેલી વધી ગઈ છે અને તેમની વિરૃધ કાર્યવાહી પણ થઇ શકે છે.
જાણકારી મુજબ ADM સાહેબનું નામ ઓપી શ્રીવાસ્તવ છે. ખરેખરમાં બન્યું આમ કે 23 ફેબ્રુઆરીથી ત્રિવેણી મહોત્સવ થવાનો છે. મહોત્સવથી જોડાયેલી માહિતી મિડિયાને આપવા માટે અલાહાબાદ પ્રસાસને યમુના કિનારે એક પ્રેસ મિટિંગ રાખી હતી. આ મિટિંગમાં ઓપી શ્રીવાસ્તવ પણ હાજર હતા.

મિટિંગ પૂરી જ થવાની હતી ત્યાં જ ઓપી શ્રીવાસ્તવ મંચથી નીચે ઉતરી ગયા અને પાછળના ભાગમાં ચાલ્યા ગયા. ત્યાં તેમને યમુના નદીમાં પેશાબ કર્યો. આ આખી ઘટનાનો કોઈકે ફોટો ખેચી લિધો. આ ફોટો સવારથી સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ પણ થઇ ગયો.












Click it and Unblock the Notifications
