દિલ્હી પોલીસે બૉયઝ લૉકર રૂમ મામલે એડમિનની ધરપકડ કરી, 12માનો વિદ્યાર્થી નીકળ્યો

દિલ્હી પોલીસે બૉયઝ લૉકર રૂમ મામલે એડમિનની ધરપકડ કરી, 12માનો વિદ્યાર્થી નીકળ્યો

દિલ્હી પોલીસે બૉયઝ લૉકર રૂમ મામલે એડમિનની ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરાયેલ એડમિન નોઈડાની એક સ્કૂલમાં ભણે છે. તેણે આ વર્ષે ધોરણ 12ની પરીક્ષા આપી છે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું કે તેણે જ ગ્રુપ બનાવ્યું હતું અને તે એકલો જ એડમિન હતો. ગ્રરુપ સાથે જોડાયેલ 15 છોકરાઓની પણ પુછપરછ થઈ, જેમમાં મોટાભાગના છોકરા નાબાલિક છે, સાથે જ કેટલાક કિશોરાવસ્થાના પણ છે. અત્યાર સુધી ગ્રુપમાં 27 મેમ્બર વિશે જાણકારી મળી છે, તમામની ઓળખ થઈ ચૂકી છે. જેમાંથી અત્યાર સુધી 15 છોકરાની પૂછપરછ થઈ ચૂકી છે. તમામના મોબાઈલ ફોન જપ્ત કરી લેવામાં આવ્યા છે.

police

ઉલ્લેખનીય છે કે દક્ષિણી દિલ્હીના ચાર અથવા પાંચ સ્કૂલના ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ આ ગ્રુપમાં સામેલ હતા. આ તમામ વિદ્યાર્થીઓ રેપ, સેક્સ સાથે જોડાયેલ અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરતા હતા. પોલીસના સાઈબર-ક્રાઈમ ડિવિઝને આ ગ્રુપની ચેટિંગના વિવરણને લઈ ફેસબુકના સ્વામિત્વવાળા ઈન્સ્ટાગ્રામને પણ લખ્યું છે. રવિવારે આ વિવાદિત અને સૌકોઈને દંગ કરી દેતો મામલો સામે આવ્યો હતોજ્યારે કેટલાય સોશિયલ મીડિયા યૂઝર્સે બોઈઝ લૉકકર રૂમની ચેટિંગના સ્ક્રીનશૉટ ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પોસ્ટ કરી દીધા. આ સ્ક્રીનગ્રેબ દિલ્હીની હાઈસ્કૂલોના કેટલાક વિદ્યાર્થીઓના હતા જેમાં કેટલાક વિદ્યાર્થીઓના ફોટાને તેમની સહમતિ વિના જ પોસ્ટ કરી દીધા હતા અને એવી વાંધાજનક કોમેન્ટ પણ કરી હતી જે અહીં લખી પણ ના શકાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X