For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપી ચૂંટણી પહેલા ADRના રિપોર્ટે વધારી કોંગ્રેસ અને બસપાની ચિંતા, ભાજપની બલ્લે-બલ્લે

ગુરુવારે એક રિપોર્ટ સામે આવ્યો જેમાં કહેવામાં આવ્યુ છે કે કોંગ્રેસ પાર્ટીએ કુલ 222 ચૂંટણી ઉમેદવારોનો સાથ ગુમાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં સૌથી વધુ સમય સુધી શાસન ચલાવનાર દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ 2014થી ઘણી મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહી છે. 2014માં ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત બાદ 2019માં ફરીથી કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો. કોંગ્રેસ માટે મોટી મુશ્કેલી એ છે કે પાર્ટી માત્ર ચૂંટણી જ નથી હારી રહી પરંતુ પોતાના નેતાઓના વિશ્વાસને પણ ગુમાવી રહી છે. એક-એક કરીને પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતા કોંગ્રેસને અલવિદા કહી ચૂક્યા છે. કોંગ્રેસ પાર્ટીની સ્થિતિનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે 2014 બાદથી સૌથી વધુ નેતાઓએ કોંગ્રેસનો જ સાથ છોડ્યો છે.

congress-bjp

સૌથી વધુ નુકશાન કોંગ્રેસને

વર્ષ 2014માં કેન્દ્રમાં એનડીએની સરકાર આવ્યા બાદ કોંગ્રેસના સૌથી વધુ નેતાઓએ પાર્ટીને છોડી છે. છેલ્લા સાત વર્ષોમાં કોંગ્રેસમાં સૌથી વધુ ચૂંટણી ઉમેદવારે, સાંસદો અને ધારાસભ્યોએ પાર્ટીનો સાથે છોડ્યો છે. ગુરુવારે એક રિપોર્ટ સામે આવ્યો જેમાં કહેવામાં આવ્યુ છે કે કોંગ્રેસ પાર્ટીએ કુલ 222 ચૂંટણી ઉમેદવારોનો સાથ ગુમાવ્યો છે. 2014થી 2021 વચ્ચે કોંગ્રેસના 177 સાંસદ અને ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી છે. અસોસિએશન ફૉર ડેમોક્રેટીક રિફૉર્મ્સ અને નેશનલ ઈલેક્શન વૉચે આ ઉમેદવારોના ચૂંટણી નામાંકન પત્રનુ વિશ્લેષણ કરીને આ આંકડા જાહેર કર્યા છે.

ભાજપે 111 નેતાઓનો સાથ ગુમાવ્યો

કોંગ્રેસ બાદ ભાજપે ગયા સાત વર્ષોમાં પોતાના સૌથી વધુ નેતાઓને ગુમાવ્યા છે. ભાજપે કુલ 111 નેતાઓનો સાથ ગુમાવ્યો છે જેમાં 33 સાંસદ અને ધારાસભ્યો પણ છે. જો કે સૌથી વધુ લાભ ભાજપને જ આ કાળમાં થયો છે. પાર્ટી સાથે 243 ઉમેદવાર જોડાયેલા છે જેમાં 173 સાંસદ અને ધારાસભ્ય છે. કોંગ્રેસના 399 નેતાઓએ પાર્ટી છોડીને બીજા પક્ષનો હાથ પકડી લીધો. જ્યારે 115 ઉમેદવાર જેમાં 61 સાંસદ અને ધારાસભ્યો શામેલ છે તે કોંગ્રેસ સાથે જોડાયા.

કુલ 1133 નેતાઓએ બદલી પોતાની પાર્ટી

નેશનલ ઈલેક્શન વૉચ અને એડીઆરના રિપોર્ટ મુજબ 2014 બાદથી 1133 ઉમેદવાર, 500 સાંસદ અને ધારાસભ્યોએ પોતાનો પક્ષ બદલ્યો છે. કોંગ્રેસ બાદ માયાવતીના બહુજન સમાજ પક્ષનો નંબર આવે છે જેણે પોતાના સૌથી વધુ ઉમેદવારો, ધારાસભ્યો અને સાંસદોને ચૂંટણી કાળમાં ગુમાવ્યા છે. રિપોર્ટ અનુસાર 153 ઉમેદવારોએ પાર્ટીનો સાથે છોડી દીધો જેમાં પાર્ટીના 20 સાંસદ અને ધારાસભ્યો શામે છે. આ લોકોએ બસપા છોડીને બીજા પક્ષનો હાથ પકડી લીધો જ્યારે 65 ઉમેદવાર અને 12 ધારાસભ્યો તેમજ સાંસદ બીજી પાર્ટીના બસપા સાથે જોડાયા. રિપોર્ટ અનુસાર સમાજવાદી પાર્ટીએ પોતાના 60 ઉમેદવારોને ગુમાવ્યા જ્યારે 18 ધારાસભ્યો અને સાંસદોએ બીજી પાર્ટીનો હાથ પકડી લીધો. વળી, 29 ઉમેદવાર અને 13 ધારાસભ્યો તેમજ સાંસદ પાર્ટી સાથે જોડાયા.

English summary
ADR report says Congress lost maximum number of its leaders from 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X