For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુખ્તવયે યૌન સંબંધ બાંધનાર યુગલ બની જશે પતિ-પત્ની: કોર્ટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ચેન્નઇ, 18 જૂન: મદ્રાસ હાઇકોર્ટે કહ્યું છે કે જો કોઇ યોગ્ય ઉંમર પાર કરનાર યુગલ યૌન સંબંધ બાંધે છે તો તેને કાયદેસર લગ્ન માનવામાં આવશે અને તેમને પતિ-પત્ની જાહેર કરવામાં આવી શકે છે.

હાઇકોર્ટમાં ન્યાયમૂર્તિ સી એસ કરનાને પોતાના આદેશમાં કહ્યું હતું કે 'જો કોઇ યુગલ યૌન આંકાક્ષાને પૂરી કરવાનું નક્કી કરે છે, ત્યારે કાનૂન કેટલાક અપવાદોને છોડીને ત્યારબાદ ઉત્પન્ન થનાર બધા પરિણામોને અનુરૂપથી પ્રતિબદ્ધ હોય છે. તેમને કહ્યું હતું કે મંગલસૂત્ર, વરમાળા, વિંટી પહેરાવવા જેવી વૈવાહિક ઔપચારિકતાઓ ફક્ત સમાજની સંતુષ્ટિ માટે હોય છે.

couple

કોઇપણ પક્ષ યૌન સંબંધ વિશે દસ્તાવેજી પુરાવા રજૂ કરીને વૈવાહિક સંબંધનો દરજ્જો પ્રાપ્ત કરવા માટે પરિવાર કોર્ટનો સંપર્ક કરી શકે છે. ન્યાયધીશે કહ્યું હતું કે એકવાર આવી જાહેરાત થયા બાદ યુગલ કોઇપણ સરકારી રેકોર્ડમાં પતિ-પત્નીના રૂપમાં સ્થાપિત થઇ શકે છે. હાઇકોર્ટે કોઇમ્બતુરના એક ગુજરાન ભથ્થા સંબંધી કેસમાં સુનાવણી કરતાં આ વ્યવસ્થા આપી હતી.

English summary
The Madras High Court has said if a couple in the right legal age indulge in sexual gratification, it will be considered a valid marriage and they could be termed as husband and wife.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X