For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેડીયૂ સાથે ગઠબંધન તૂટતાં અડવાણી નારાજ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

lk-advani
નવી દિલ્હી, 16 જૂન: ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યૂનાઇટેડનું 17 વર્ષ જૂનૂ ગઠબંધન તૂટતાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી નારાજ થઇ ગયાં છે. આજે જેડીયૂએ ભાજપા સાથે ગઠબંધન ખતમ કરવાનું એલાન કરી દિધું છે. અડવાણીએ જેડીયૂ સાથે સંબંધ તૂટવા માટે સીધી જ રીતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જવાબદાર ગણાવ્યાં છે.

લાલકૃષ્ણ અડવાણીએ આજે રવિવારે ભાજપા અધ્યક્ષ રાજનાથ સિંહ સાથે ફોન પર વાતચીત કરી હતી. બંને વચ્ચે લાંબી વાતચીત થઇ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે ગોવામાં નરેન્દ્ર મોદીના મુદ્દે ઉતાવળે નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી જેડીયૂ સાથે ગઠબંધન તૂટ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગોવામાં યોજાયેલી કાર્યકારીણીની બેઠકમાં નરેન્દ્ર મોદીને પ્રચાર અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યાં હતા. આ નિર્ણય અડવાણીની ગેરહાજરીમાં લેવામાં આવ્યો હતો. તેનાથી નારાજ થઇને અડવાણીએ રાષ્ટ્રીય કાર્યકારીણી, પ્રચાર સમિતિ અને સંસદીય બોર્ડમાંથી રાજીનામું આપી દિધું હતું.

જો કે તેમને એનડીએના ચેરમેન પદ, લોકસભાની સદસ્યતા અને પાર્ટીની પ્રાથમિક સદસ્યતાથી રાજીનામું આપ્યું નથી. બે દિવસ બાદ સંઘ પ્રમુખ મોહન ભાગવતે હસ્તક્ષેપ કરીને અડવાણીનું રાજીનામું પરત લેવડાવ્યું હતું.

English summary
Blaming undue haste at Goa in Narendra Modi's anointment, LK Advani told party president Rajnath Singh that it led to the disintegration of a 17-year-old alliance, according to sources.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X