અડવાણી કોમી અને મોદી અરાજક: સત્યવ્રત ચતુર્વેદી

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 27 જાન્યુઆરી: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી દ્વારા લોકસભા ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરાતા વિરોધીઓને હુમલો કરવાની તક આપી છે. કોંગ્રેસે હવે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની સાથે સાથે તેમના પર પણ નિશાનો સાધવાનું શરૂ કરી દીધું છે.

કોંગ્રેસ પ્રવક્તા સત્યવ્રત ચતુર્વેદીએ અડવાણીએ કોમી વ્યક્તિ ગણાવ્યા છે. ચતુર્વેદીએ જણાવ્યું કે મારુ માનવું છે કે અડવાણી એક કોમી વ્યક્તિ છે, અને નરેન્દ્ર મોદી એક અરાજક વ્યક્તિ. જનતા નક્કી કરશે કે તેઓ કોને ચૂંટવા માંગે છે.

જ્યારે જેડીયૂ સાંસદ અલી અનવરે જણાવ્યું કે અડવાણીએ હાલમાં હથિયાર નાખ્યા નથી. આગળ આગળ જુઓ કે શું થાય છે. જે પ્રકારે નરેન્દ્ર મોદી તેમને બુલડોજ કરીને આગળ વધ્યા છે. આવનારા સમયમાં તેમને ત્યાં એવું ઘમાસાણ મચશે કે દુનિયા જોશે.

advani
એનસીપી નેતા તારિક અનવરે જણાવ્યું કે મોદીને આગળ લાવીને અડવાણીજીનું તો કદ નાનું કરી દીધું જ છે. ભાજપે મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવીને એ સ્પષ્ઠ કરી દીધું છે કે અડવાણીની પાર્ટીમાં કોઇ હેસિયત નથી રહી ગઇ. મોદીએ ગુજરાતમાં પોતાના તમામ વિરોધીઓને ઘરે બેસાડી દીધા છે.

જોકે ગુજરાતના ગાંધીનગરથી સાંસદ અને પૂર્વ ઉપવડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની ચૂંટણી રાજનીતિને લઇને શનિવારે અનુમાનોનું બજાર ગરમ રહ્યું. સૂત્રોના હવાલાથી સમાચાર આવ્યા કે ભાજપ આ દિગ્ગજ નેતાઓને રાજ્યસભા દ્વારા સંસદ મોકલવાની તૈયારીમાં છે. જોકે અનુમાનોની વચ્ચે અડવાણી રવિવારે મીડિયાની સામે આવ્યા અને તેમણે જણાવ્યું કે તેઓ લોકસભાની ચૂંટણી લડશે.

English summary
LK Advani is communal and Narendra Modi is Chaotic said Satyavrat Chaturvedi

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.