For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાના કહેર વચ્ચે ચીનથી આવ્યો આફ્રીકી સ્વાઈન ફ્લૂ, આસામમાં કહેર શરૂ

કોરોનાના કહેર વચ્ચે ચીનથી આવ્યો આફ્રીકી સ્વાઈન ફ્લૂ, આસામમાં કહેર શરૂ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કહેર વચ્ચે આસામમાં આફ્રીકી સ્વાઈન ફ્લૂ તેજીથી ફેલાઈ રહ્યો હોવાનું માલૂમ પડ્યું છે. કોરોના વાયરસની જેમ જ આ વાયરસ પણ ચીનથી આવ્યો છે, જે ખાસ કરીને ભુંડને ઈન્ફેક્ટેડ કરી રહ્યો છે. આસામમાં અત્યાર સુધીમાં આ વાયરસના લપેટામાં આવી 2500 સુવરના મોત થઈ ચૂક્યાં છે. આસામ સરકારે મોટા પાયે આ વાયરસનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે અને સુવરની અવરજવરને લઈ પાડોસના રાજ્યોને પણ સતર્ક કરી દીધા છે. આસામ સરકાર હાલ વધુમાં વધુ આફ્રીકી સ્વાઈન ફ્લૂથી સંક્રમિત સુવરના ટેસ્ટિંગમાં લાગી ગઈ છે, જેથી તેમને તરત મારી શકાય, નહિતો તે બાકી સુવરોને પણ સંક્રમિત કરી દેશે.

આસામમાં આફ્રીકી સ્વાઈન ફ્લૂથી 2500 સુવરના મોત

આસામમાં આફ્રીકી સ્વાઈન ફ્લૂથી 2500 સુવરના મોત

દેશ કોરોના વાયરસના કહેરથી પરેશાન છે, પરંતુ આ દરમિયાન આસામમાં વધુ એક સંક્રામક રોગ ફેલાતાં હડકંપ મચી ગયો છે. રાજ્યમાં આફ્રીકી સ્વાઈન ફ્લૂ ફેલાયો હોવાની પુષ્ટિ થી છે. જ્યાં સુધી આ બીમારી ફેલાણી હોવાનું માલૂમ પડ્યું ત્યાં સુધીમાં તો 2500 સુવરના આ બીમારીથી મોત થઈ ચૂક્યાં હતાં. જો કે, કેન્દ્ર સરકારે તરત સુવરની સપાઈને મંજૂરી આપી દીધી હોવા છતાં રાજ્ય સરકારે આ અત્યધિક સંક્રમણશીલ બીમારીના નિયંત્રણ માટે હાલ વૈકલ્પિક ઉપાયો અપનાવવાનો ફેસલો લીધો છે. આસામના પશુપાલન અને પશુચિકિત્સા મંત્રી અતુલ બોરાએ કહ્યું કે, બોપાલના ધી નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ હાઈ સિક્યોરિટી એનિમલ ડિસીસે પુષ્ટિ કરી છે કે આ આફ્રીકી સ્વાઈન ફ્લૂ છે. કેન્દ્ર સરકારે અમને સૂચના આપી કે દેશમાં આ બીમારીની આ પહેલી ઘટના છે.

સુવરની 30 લાખની વસ્તી પર ખતરો

સુવરની 30 લાખની વસ્તી પર ખતરો

આસામ સરકાર તરફથી 2019ની ગણતરી મુજબ રાજ્યમાં સુવરની વસ્તી 21 લાખ છે, પરંતુ બોરા મુજબ હાલ આ સંખ્યા વધીને 30 લાખ થઈ ચૂકી છે. તેમણે કહ્યુ્ં કે, આ સુવરોના સફાયા વિના શું તેમને બચાવી શકાય કે નહિ તે વિશે એક્સપર્ટ્સ સાથે વાત કરી છે. આ બીમારીના લપેટામાં આવનાર સુવરનો મૃત્યુદર 100 ટકા છે. માટે અમે હજી સુધી આ બીમારીના લપેટામાં નથી આવ્યા એવા સુવરોને બચાવવા માટે કેટલીક રણનીતિ તૈયાર કરી છે. જો કે તેમના મુજબ હજી સુધી આ બીમારી બહુ વધુ નથી ફેલાણી.

વાયરસથી મૃત્યુદર 100 ટકા

વાયરસથી મૃત્યુદર 100 ટકા

મંત્રી મુજબ આસામના સાત જિલ્લાના 306 ગામમાં આ બીમારી ફેલાણી છે, જ્યાં અઢી હજાર સુવરોના આ બીમારીને પગલે મોત થયાં છે. હવે રાજ્ય સરકારે ફેસલો કર્યો છે કે જે કોઈપણ વિસ્તાર આફ્રિકી સ્વાઈન ફ્લુથી સંક્રમિત જણાયો તેના એક કિમીના વિસ્તારમાંથી સેમ્પલ લઈ તેની તપાસ કરવામાં આવસે. બોરા મુજબ તપાસ બાદ અમે માત્ર એવા સુવરને જ મારશું જે ઈન્ફેક્ટેડ હોય. અમે તત્કાળ તેમના સફાયાને ટાળી રહ્યા છીએ. અમે દરરોજ અપડેટ લેતા રહીશું અને જેવા પણ હાલાત હશે તે મુજબ પગલાં ઉઠાવશું. તેમણે કહ્યું કે હાલ આસામની ત્રણ લેબમાં ટેસ્ટિંગ ચાલી રહ્યા છે, જે વાયરસનો પતો લગાવવા માટે કાફી નથી અને આના માટે સ્વાસ્થ્ય વિભાગનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

આ વાયરસ ચીનથી જ પહોંચ્યો

આ વાયરસ ચીનથી જ પહોંચ્યો

આ દરમિયાન આસામે પાડોસ રાજ્યોને ચેતવ્યા છે, જેથી સુવરોની અવરજવર રોકી શકાય. મંત્રીએ કહ્યું કે આ વાયરસ સુવરના માંસ, ખૂન અને ટિશ્યૂથી પણ ફેલાય છે. રાજ્ય સરકારે 10 કિમી મીટરના વિસ્તારમાં દેખરેખ રાખશે. સૌથી મોટી વાત એ છે કે આસામ સરકાર મુજબ આ વાયરસ પણ એપ્રિલ 2019માં પહેલીવાર અરુણાચલ પ્રદેશ નજીક આવેલ ચીનના શિજાંગ પ્રાંતના એક ગામથી શરૂ થયો અને પાછલી ફેબ્રુઆરી મહિનામાં ભારત આવ્યો. ચીનથી જ આ વાયરસ અરુણાચલ પ્રદેશ પહોંચ્યો હોવાની આસામને શંકા છે. વધુ એક મોટો ખુલાસો કરતાં તેમણે કહ્યું કે માણસ પણ આ વાયરસના લપેટામમાં આવી શકે છે, જો કે તેમની મુજબ આ વાયરસ માણસને વધુ પ્રભાવિત નથી કરતો.

ગિલગિટ-બાલ્ટિસ્તાન પર પાકિસ્તાનને ભારતનો જવાબ, તરત ખાલી કરો ગેરકાયદે કબ્જોગિલગિટ-બાલ્ટિસ્તાન પર પાકિસ્તાનને ભારતનો જવાબ, તરત ખાલી કરો ગેરકાયદે કબ્જો

English summary
African swine flu wreaks havoc in Assam amid coronavirus's fury also came from china
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X