For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

4 મજૂરોની મહેનત રંગ લાવી, 15 વર્ષની શોધ બાદ 8.22 કેરેટનો હીરા મળ્યો

4 મજૂરોને 8.22 કેરેટનો હીરા મળ્યો છે. ચાર મજૂરોની ખુશીનો પાર નથી કેમ કે, તેમને 15 વર્ષની મહેનત પછી સફળતાનો સ્વાદ ચાખ્યો હતો. સામાન્ય માણસ 1-2 વર્ષમાં હાર માની લે છે, પરંતુ આ મજૂરોએ હાર ન માનીને મહેનત ચાલુ રાખી હતી.

|
Google Oneindia Gujarati News

ભોપાલ : એવું કહેવામાં આવે છે કે, જો તમે સંપૂર્ણ ઉત્સાહ સાથે કંઈપણ ઇચ્છતા હોય, તો સમગ્ર બ્રહ્માંડ તમને તે અપાવવામાં મદદ કરે છે. આ વાતનું તાજું ઉદાહરણ મધ્યપ્રદેશમાંથી સામે આવ્યું છે, જ્યાં ચાર મજૂરોએ તેમના જીવનના 15 વર્ષ હીરાની શોધમાં ગાળ્યા હતા. આખરે તેની મહેનત ફળી.

diamond

આ 4 મજૂરોને 8.22 કેરેટનો હીરા મળ્યો છે. ચાર મજૂરોની ખુશીનો પાર નથી કેમ કે, તેમને 15 વર્ષની મહેનત પછી સફળતાનો સ્વાદ ચાખ્યો હતો. સામાન્ય માણસ 1-2 વર્ષમાં હાર માની લે છે, પરંતુ આ મજૂરોએ હાર ન માનીને મહેનત ચાલુ રાખી હતી. આજે તેમની મહેનત અને ધીરજને કારણે તેઓ લાખોના માલિક બનવા જઈ રહ્યા છે.

આ હીરાની કિંમત 40 લાખ રૂપિયા છે

મજૂરોને આ હીરા મધ્યપ્રદેશના પન્ના જિલ્લાની એક ખાણમાંથી મળ્યો હતો. આ 8.22 કેરેટ હીરાની કિંમત 40 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે. પન્ના જિલ્લા કલેક્ટરવસંજયકુમાર મિશ્રાએ મીડિયાને જણાવ્યું હતું કે, રતનલાલ પ્રજાપતિ અને તેમના અન્ય સહયોગીઓએ જિલ્લાના હીરાપુર ટાપરિયા વિસ્તારમાં ભાડે લીધેલી જમીનમાંથી હીરા મેળવ્યા હતા.

diamond

આ મહિને હીરાની હરાજી થશે

તેમણે કહ્યું કે, આ હીરાની અન્ય રત્નો સાથે આ મહિનાના અંતમાં હરાજી થશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, રફ હીરાની હરાજીમાંથી મળેલી રકમ સરકારી રોયલ્ટી અને ટેક્સ બાદ બાદ સંબંધિત ખાણિયોને આપવામાં આવશે. મજૂરો દ્વારા મળેલા આ કિંમતી હીરા અને 139 અન્ય રત્નોની હરાજી 21 સપ્ટેમ્બરથી શરૂ થશે. એક સ્થાનિક નિષ્ણાતે કહ્યું કે, મજૂરો દ્વારા મળેલા હીરાની કિંમત 40 લાખ રૂપિયા સુધી હોય શકે છે.

diamond

પન્ના જિલ્લામાં 12 લાખ કેરેટ હીરા હોવાનો અંદાજ છે

હીરાની શોધ કરનારા ચાર મજૂરોમાંથી એક એવા રઘુવીર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, તેમણે તેમના જીવનના છેલ્લા 15 વર્ષ હીરાની શોધમાં જુદી જુદી ખાણોમાં ક્વોરી કરવામાં વિતાવ્યા છે. અમે છેલ્લા 15 વર્ષથી જુદા જુદા વિસ્તારોમાં લીઝ પર નાની ખાણો લીધી હતી, પરંતુ એક પણ હીરો મળ્યો ન હતો, પરંતુ આ વર્ષે છેલ્લા 6 મહિનાથી અમે હીરાપુર ટાપરિયામાં ભાડે લીધેલી જમીન પર માઇનિંગ કરી રહ્યા હતા અને ત્યાંથી જ અમને આ હીરા મળ્યા છે. હીરા મળ્યા બાદ અમારી ખુશીની કોઈ સીમા ન હતી. હું અને મારા મિત્રો હીરાની હરાજીમાંથી મળેલી રકમ વધુ સારું જીવન જીવવા અને અમારા બાળકોને સારું શિક્ષણ આપવા માટે ખર્ચ કરીશું. આ અંગે વધુ માહિતી આપતા એક અધિકારીઓએ જણાવ્યું કે, ભોપાલથી 380 કિલોમીટર દૂર પન્ના જિલ્લામાં કુલ 12 લાખ કેરેટ હીરા હોવાનો અંદાજ છે.

English summary
Four laborers spent 15 years of their lives searching for diamonds. Eventually his hard work paid off. The laborers found an 8.22 carat diamond.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X