For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનમાં ખૌફ, ગૂગલ પર ઇન્ડિયન એરફોર્સ સર્ચ કરી રહ્યા છે

મંગળવારે ઇન્ડિયન એરફોર્સે એલઓસી પાર કરીને બાલાકોટમાં એર સ્ટ્રાઈકને અંઝામ આપ્યો. આ દરમિયાન તેમને આતંકી સંગઠન જેશ-એ-મોહમ્મદના ઘણા અડ્ડાઓ નષ્ટ કર્યા.

|
Google Oneindia Gujarati News

મંગળવારે ઇન્ડિયન એરફોર્સે એલઓસી પાર કરીને બાલાકોટમાં એર સ્ટ્રાઈકને અંઝામ આપ્યો. આ દરમિયાન તેમને આતંકી સંગઠન જેશ-એ-મોહમ્મદના ઘણા અડ્ડાઓ નષ્ટ કર્યા. તેવી સ્થિતિમાં પાકિસ્તાનમાં ખલબલી મચી ગયી છે. તેવી સ્થિતિમાં પાકિસ્તાની જનતા વચ્ચે જે માહોલ છે તે ગૂગલ સર્ચ ગ્રાફમાં સાફ જોવા મળી રહ્યો છે. ખરેખર ગૂગલ ટ્રેંડમાં એક એનાલિસ્ટમાં જોવામાં આવ્યું કે પાકિસ્તાનમાં ઇન્ડિયન એરફોર્સને પાકિસ્તાન એરફોર્સ કરતા પણ વધારે સર્ચ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: ભારતના હુમલાથી ગભરાયેલા પાકે સિયાલકોટમાં ઉતાર્યા ટેંક, સ્થિતિ તણાવપૂર્ણ

પાકિસ્તાનમાં ઇન્ડિયન એરફોર્સ વધારે સર્ચ કરવામાં આવ્યું

પાકિસ્તાનમાં ઇન્ડિયન એરફોર્સ વધારે સર્ચ કરવામાં આવ્યું

ગૂગલમાં પાકિસ્તાની લોકો ઘ્વારા સર્ચમાં ઇન્ડિયન એરફોર્સ, પાકિસ્તાન એરફોર્સ, બાલાકોટ, સર્જીકલ સ્ટ્રાઇક અને એલઓસી સર્ચની તુલના કરવામાં આવી. આ ગ્રાફ 25 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરીમાં ઝડપથી બદલાયો. આ હુમલાની ખબર પહેલા પાકિસ્તાને જ જગજાહેર કરી હતી.

હુમલાના તરત પછી ગૂગલ સર્ચમાં જોડાયા પાકિસ્તાની

હુમલાના તરત પછી ગૂગલ સર્ચમાં જોડાયા પાકિસ્તાની

આપને જણાવી દઈએ કે રાત્રે 3.30 વાગ્યે થયેલા હુમલા પછી સવારે 7.40 વાગ્યે જાણે આખું પાકિસ્તાન ગૂગલ સર્ચ પર લાગી ગયું. આ દરમિયાન પાકિસ્તાની એરફોર્સ કરતા ભારતીય એરફોર્સ સૌથી વધારે સર્ચ કરવામાં આવ્યું. જયારે ભારતમાં સર્જીકલ સ્ટ્રાઇક સૌથી વધારે સર્ચ કરવામાં આવી રહ્યું હતું.

40 સીઆરપીએફ જવાનોની શહાદત પર રડ્યું ભારત

40 સીઆરપીએફ જવાનોની શહાદત પર રડ્યું ભારત

આ એર સ્ટ્રાઇક સીઆરપીએફ જવાનો પર થયેલા હુમલાનો બદલો હતો, જેની જવાબદારી જેશ-એ-મોહમ્મદે લીધી હતી. આ હુમલામાં 40 સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા અને આખું ભારત તેમની શહાદત પર રડ્યું હતું અને લોકો સરકાર સામે તેમની શહાદતનો બદલો લેવાની માંગ કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં એર સ્ટ્રાઇક પાકિસ્તાન માટે એક મોટો ઝાટકો છે.

English summary
after air strikes in Balakot Pakistan people Googled more about Indian Air Force than Pakistan Air Force
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X