For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના હુમલાથી ગભરાયેલા પાકે સિયાલકોટમાં ઉતાર્યા ટેંક, સ્થિતિ તણાવપૂર્ણ

ભારતીય વાયુસેના દ્વારા બાલાકોટમાં આતંકી કેમ્પો પર એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન ગભરાયેલુ છે. આ ગભરાહટમાં પાકિસ્તાને સીઝફાયર તોડીને એલઓસી પર ગોળીબાર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય વાયુસેના દ્વારા બાલાકોટમાં આતંકી કેમ્પો પર એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન ગભરાયેલુ છે. આ ગભરાહટમાં પાકિસ્તાને સીઝફાયર તોડીને એલઓસી પર ગોળીબાર કર્યો છે. જમ્મુ કાશ્મીરમાં લાઈન ઑફ કંટ્રોલ (એલઓસી) પર પાકિસ્તાનમાં ભારે ફાયરિંગ ચાલુ છે. વળી, સૂત્રોના હવાલાથી જણાવવામાં આવી રહ્યુ છે કે પાકિસ્તાને સિયાલકોટમાં ટેંક તૈનાત કર્યા છે.

પાકિસ્તાને સિયાલકોટમાં તૈનાત કર્યા ટેંક

પાકિસ્તાને સિયાલકોટમાં તૈનાત કર્યા ટેંક

આખી રાત પાકિસ્તાને એલઓસી પર ફાયરિંગ કર્યુ અને સેનાના બંકરોને નિશાન બનાવ્યા તેમજ સ્થાનિક લોકોના ઘરોને પણ ટાર્ગેટ કર્યા. અખનૂર સેક્ટરમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલી ફાયરિંગમાં સેનાના 7 જવાન ઘાયલ થઈ ગયા છે. જેમાં 5ને સામાન્ય ઈજા થઈ છે અને 2 જવાન ઘાયલ છે જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે પુંછમાં પાકિસ્તાને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા છે.

ઉરી સેક્ટરમાં સીઝફાયર તોડ્યુ

પાકિસ્તાને ઉરી સેક્ટરમાં પણ સીઝફાયર તોડ્યુ છે. વળી, ભારતીય સેના પણ પાકિસ્તાનના આ ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો છે જેમાં પાકને ભારે નુકશાન થયાના સમાચાર છે. પાકિસ્તાન તરફથી રાજોરી, પુંછ, નૌશેરા અને અખનૂરમાં ગોળીબાર કરવામાં આવ્યો છે જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. જ્યારે સીમા પર વધતા તણાવને કારણે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજૌરીમાં જિલ્લા પ્રશાસને 27 ફેબ્રુઆરીના રોજ એલઓસીથી પાંચ કિલોમીટરના વિસ્તારમાં સ્થિત બધી સરકારી તેમજ પબ્લિક સ્કૂલો બંધ કરવાનો આદેશ આપ્યો છે.

એર સ્ટ્રાઈક બાદ ભડક્યુ પાકિસ્તાન

એર સ્ટ્રાઈક બાદ ભડક્યુ પાકિસ્તાન

પાકિસ્તાન તરફથી કરવામાં આવેલ સતત ફાયરિંગને જોતા આ આદેશ ડેપ્યુટી કમિશ્નરે જાહેર કર્યો છે. તેમણે એ પણ કહ્યુ કે બુધવારે યોજાનાર 5, 6 અને 7માં ધોરણની પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી છે. આ પહેલા કાલે ઈન્ડિયન એરફોર્સના મિરાજ 2000 ફાઈટર જેટ્સે લાઈન ઑફ કંટ્રોલ (એલઓસી) પાર કરીને જૈશ એ મોહમ્મદના કેમ્પો પર 1000 કિલોગ્રામ બોમ્બ ફેંક્યા હતા. સૂત્રો મુજબ આ એર સ્ટ્રાઈકમાં 300થી વધુ આતંકી માર્યા ગયા. પાકિસ્તાન આ હુમલાથી ભડકેલુ છે અને આ ઉગ્રતામાં સીઝફાયર તોડી રહ્યુ છે.

આ પણ વાંચોઃ એર સ્ટ્રાઈકઃ માત્ર 7 જણને ખબર હતી કે એરફોર્સ અડધી રાતે પાકિસ્તાનમાં શું કરશેઆ પણ વાંચોઃ એર સ્ટ્રાઈકઃ માત્ર 7 જણને ખબર હતી કે એરફોર્સ અડધી રાતે પાકિસ્તાનમાં શું કરશે

English summary
pakistani army using tanks on loc in sialkot sector, sources
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X