LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
LPG e-KYC Alert: જો તમે પણ ઘરમાં રસોઈ ગેસ (LPG) સિલિન્ડરનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે દેશના કરોડો ગ્રાહકો માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે તમામ ઘરેલું LPG ગ્રાહકોએ તેમની e-KYC (ઇલેક્ટ્રોનિક નો યોર કસ્ટમર) પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવી પડશે. જો તમે આમ નહીં કરો, તો ભવિષ્યમાં ગેસ સિલિન્ડરનું બુકિંગ અટકી શકે છે અને તમને મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.

LPG Gas Connection e-kyc: શા માટે અચાનક અનિવાર્ય બન્યું e-KYC?
સરકારનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને ભૌગોલિક-રાજકીય તણાવને કારણે વૈશ્વિક ઉર્જા પુરવઠા (Global Energy Supply) પર સંકટના વાદળો છવાઈ રહ્યા છે. ભારત તેની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત કરે છે, તેથી સરકાર ઈચ્છે છે કે ગેસ વિતરણ સંપૂર્ણપણે પારદર્શક અને વ્યવસ્થિત રહે.
सभी घरेलू #LPG उपभोक्ताओं को बायोमेट्रिक आधार प्रमाणीकरण (e-KYC) कराना अनिवार्य है।
— Ministry of Petroleum and Natural Gas #MoPNG (@PetroleumMin) March 10, 2026
e-KYC प्रक्रिया निःशुल्क, सरल और सुविधाजनक है।
इसे आप घर बैठे अपने स्मार्टफोन से कुछ ही मिनटों में पूरा कर सकते हैं।
बायोमेट्रिक आधार प्रमाणीकरण (e-KYC) प्रारंभ करने एवं विस्तृत जानकारी के लिए… pic.twitter.com/LIxorWzuBr
e-KYC કરવું કેમ જરૂરી બન્યું
નકલી કનેક્શન પર અંકુશ: આધાર આધારિત બાયોમેટ્રિક વેરિફિકેશન દ્વારા નકલી અથવા ડુપ્લિકેટ ગેસ કનેક્શનની ઓળખ કરી તેમને નાબૂદ કરવા.
- વાસ્તવિક ગ્રાહકોની સુરક્ષા: મર્યાદિત સંસાધનોનો લાભ માત્ર અસલી અને જરૂરિયાતમંદ ગ્રાહકોને જ મળે તે સુનિશ્ચિત કરવું.
- સબસિડીનું સાચું હસ્તાંતરણ: e-KYC દ્વારા એ સુનિશ્ચિત થશે કે સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડી સીધી અને સાચા બેંક ખાતામાં પહોંચે.
ઘરે બેઠા મિનિટોમાં કેવી રીતે કરવું e-KYC? સ્ટેપ-બાય-સ્ટેપ ગાઈડ
પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે e-KYCની આ પ્રક્રિયા સંપૂર્ણપણે મફત છે. તમારે આ માટે કોઈને પૈસા આપવાની જરૂર નથી. તમે તમારા સ્માર્ટફોનથી તેને સરળતાથી પૂર્ણ કરી શકો છો:
- ગેસ કંપનીની એપ ડાઉનલોડ કરો: સૌથી પહેલા તમારા મોબાઈલના પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પરથી તમારી ગેસ કંપની (Indane, HP Gas અથવા Bharat Gas) ની સત્તાવાર એપ ડાઉનલોડ કરો.
- લોગિન કરો: તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દ્વારા એપમાં લોગિન કરો.
- e-KYC વિકલ્પ પસંદ કરો: એપના હોમ પેજ અથવા પ્રોફાઇલ સેક્શનમાં તમને 'e-KYC' અથવા 'Aadhaar Verification' નો વિકલ્પ દેખાશે.
- Aadhaar FaceRD એપ: ફેસ ઓથેન્ટિકેશન માટે તમારે ગૂગલ પ્લે સ્ટોર પરથી 'Aadhaar FaceRD' એપ પણ ડાઉનલોડ કરવી પડશે. આ UIDAIની સત્તાવાર એપ છે.
- ચહેરો સ્કેન કરો: સૂચના મુજબ તમારા ચહેરાને મોબાઈલ કેમેરાની સામે રાખો. ફેસ સ્કેન થતા જ તમારું બાયોમેટ્રિક વેરિફિકેશન પૂર્ણ થઈ જશે અને તમારું e-KYC સફળતાપૂર્વક નોંધાઈ જશે.
શું ખરેખર ભારતનું તેલ 20-25 દિવસમાં ખતમ થઈ જશે? શું કહી રહી છે સરકાર
સોશિયલ મીડિયા પર ચાલી રહેલા આ દાવાઓ વચ્ચે નિષ્ણાતોનું કહેવું છે કે ગભરાવાની જરૂર નથી. જોકે અખાતી દેશો (જેમ કે કતાર અને ઈરાન) થી સપ્લાય પ્રભાવિત થયો છે, પરંતુ ભારત પાસે પૂરતો વ્યૂહાત્મક તેલ ભંડાર (Strategic Petroleum Reserves) ઉપલબ્ધ છે. સરકારે 'એસેન્શિયલ કોમોડિટી એક્ટ' અને e-KYC જેવા પગલાં એટલા માટે જ લીધા છે જેથી કાળાબજાર રોકી શકાય અને સ્ટોકનું સંચાલન યોગ્ય રીતે થઈ શકે.
મંત્રાલયે અપીલ કરી છે કે ગ્રાહકો છેલ્લી તારીખની રાહ ન જુએ. સમયસર e-KYC કરાવવાથી તમે માત્ર તમારું કનેક્શન સુરક્ષિત જ નહીં રાખશો, પરંતુ ભવિષ્યમાં સિલિન્ડરની ડિલિવરી કે બુકિંગમાં આવતી કોઈપણ ટેકનિકલ સમસ્યાથી પણ બચી શકશો. આ પ્રક્રિયા ગ્રાહકોને પરેશાન કરવા માટે નથી, પરંતુ ગેસ સપ્લાય સિસ્ટમને વધુ મજબૂત અને વિશ્વસનીય બનાવવા માટે છે.
-
પાકિસ્તાનમાં મોંઘવારીનો આંચકો: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો -
પાકિસ્તાન આર્થિક સંકટ: કટોરો લઈને ભીખ માંગવા IMF જશે પાક, ઈરાને હાલત કરી ખરાબ, કેટલા પૈસાની છે જરૂર? -
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
Gujarat Weather: રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આફત, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026



Click it and Unblock the Notifications
