મુખ્યમંત્રી બનવા છતાં આ નેતાઓ વળગી રહ્યા સાદાઇને!

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદ, 6 જાન્યુઆરી: તાજેતરમાં યોજાયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શાનદાર 28 બેઠકો પર ઐતિહાસિક જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ દિલ્હીની મુખ્યમંત્રીની ગાદી પર બિરાજમાન થયા છે. કેજરીવાલ પહેલેથી એવી માળા જપતા આવ્યા છે કે તેઓ કોઇ સરકારી સુવિધાઓનો લાભ નહીં લે. તેમજ તેઓ સરકારી આવાસ, કાર, કે સુરક્ષાનો પણ લાભ લેશે નહીં.

હાલમાં કેજરીવાલને દિલ્હી ખાતે 5 ઓરડાનો બંગલો સરકાર તરફથી આપવામાં આવતા અને તેનો કેજરીવાલ દ્વારા સ્વીકાર કરાતા મીડિયા અને વિરોધી પક્ષો દ્વારા ભારે હોબાળો ઊભો કરવામાં આવ્યો હતો. જોકે તેના માટે કેજરીવાલનું કહેવું એવું હતું કે મારું હાલનું ઘર ચાર ઓરડાનું છે અને અત્રે મને પાંચ ઓરડાનું મકાન મળી રહ્યું છે જેમાંથી એક ઓરડાનો ઉપયોગ અમે કાર્યાલય તરીકે કરવાના છીએ. જોકે વિરોધના પગલે કેજરીવાલે આ આવાસને પણ ઠોકર મારી દીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમીના બેલી અરવિંદ કેજરીવાલ પહેલા એવા નેતા કે મુખ્યમંત્રી નથી જેઓ સરકારી સુવિધાઓને નહીં ભોગવવાની વાત કરતા હોય. અહીં અમે એવા મુખ્યમંત્રીઓની ચર્ચા કરીશું જેઓ મુખ્યમંત્રી હોવા છતાં પણ સામાન્ય નાગરિકોની જેમ પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા હોય.

સ્લાઇડરમાં જુઓ સાદગીને વરેલા મુખ્યમંત્રીઓ...

મમતા બેનર્જી, પશ્ચિમ બંગાળના સીએમ

મમતા બેનર્જી, પશ્ચિમ બંગાળના સીએમ

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીનો આ મામલે પ્રથમ નંબર આવે છે. મમતા બેનર્જી પોતાના કોલેજકાળથી જ રાજનીતિ સાથે જોડાયા હતા. મુખ્યમંત્રી બન્યા બાદ પણ મમતા બેનર્જી પોતાના જ મકાનમાં રહે છે. અને તે ક્યાંય પણ જાય છે તો કોઇ સુરક્ષા વ્યવસ્થાનો ઉપયોગ કરતા નથી. તે સામાન્ય લોકોની સાથે સામાન્ય બનીને જ મળે છે. ખેતરમાં પહોંચી જાય છે ખેતી કરે છે, અમૂક ગામે જવા માટે તે કોઇના પણ બાઇક પર સવાર થઇ જાય છે.

માનિક સરકાર, ત્રિપુરાના સીએમ

માનિક સરકાર, ત્રિપુરાના સીએમ

કમ્યુનિસ્ટ પાર્ટી તરફથી ત્રિપુરાના મુખ્યમંત્રી માનિક સરકારનો સાદાઇમાં બીજા ક્રમે આવે છે કારણ કે તેઓ આજે પણ પોતાના સાદા મકાનમાં વસે છે અને કોઇપણ સરકારી કારનો ઉપયોગ કરતા નથી અને સરકારી લાભ અને સુવિધાઓ લેતા નથી. તેમજ આજ સુધી તેમની પાસે પોતાની કોઇ કાર પણ નથી.

મનોહર પાર્રીકર, ગોવાના સીએમ

મનોહર પાર્રીકર, ગોવાના સીએમ

મનોહર પાર્રીકર એ ભાજપ તરફથી ગોવાના મુખ્યમંત્રી છે. તેમની સાદગીના પણ ગોવા રાજ્યના રહેવાસીઓ કાયલ છે. તેઓ ક્યારેય સુરક્ષાના નામે મોટો કાફલો પોતાની સાથે લઇને નીકળતા નથી. તેઓ જાતે દરેક સાઇટનું નિરિક્ષણ કરે છે. તેમજ રજાના દિવસે પણ તેઓ પોતાની ઓફિસમાં બેસીને ફાઇલો તપાસતા હોય છે. સાદગીને વરેલા મુખ્યમંત્રીમાં તેમનો ત્રીજો નંબર આવે છે.

રમણ સિંહ, છત્તીસગઢના સીએમ

રમણ સિંહ, છત્તીસગઢના સીએમ

રમણ સિંહ પણ ભાજપના છત્તીસગઢથી મુખ્યમંત્રી છે. તેમણે હમણા યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં હેટ્રીક લગાવીને ત્રીજીવાર છત્તીસગઢના મુખ્યમંત્રી બન્યા છે. સાદગીમાં પણ તેઓ પાછળ નથી. રમણસિંહ પણ દરેક આયોજન અને સાઇટનું નિરિક્ષણ કરવા જાતે જાય છે. તેમની સાથે પણ સુરક્ષાને લઇને કોઇ મોટો કાફલો હોતો નથી. તેમજ પોતાના સામાન્ય મકાનમાં જ રહે છે. તેઓ દર સપ્તાહે લોકોને મળવા માટે જાય છે.

અરવિંદ કેજરીવાલ, દિલ્હીના સીએમ

અરવિંદ કેજરીવાલ, દિલ્હીના સીએમ

આમ આદમી પાર્ટી તરફથી દિલ્હીના મુખ્યમંત્રી બંનેલા અરવિંદ કેજરીવાલ પણ સાદાઇથી સત્તા ચલાવવાની વાતો કરી રહ્યા છે. તેમણે પણ સરકારી ગાડી, સરકારી આવાસ અને સુરક્ષાઓ નહીં લેવાની જાહેરાત કરી છે. જોકે તેઓ કેટલા સાદાઇથી રહી શકે છે તે સમય જ નક્કી કરશે.

English summary
After becoming chief minister these Leaders are stick to simplicity yet.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.