For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સત્તામાં આવ્યા પછી આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપીશુ: રાહુલ ગાંધી

આજે રાહુલ ગાંધી આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ત્રણ રેલીઓને સંબોધિત કરશે. તેના સિવાય આજે વિશાખાપટ્ટનમમાં વિપક્ષ એકતાની પણ એક મોટી રેલી છે.

|
Google Oneindia Gujarati News

આજે રાહુલ ગાંધી આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ત્રણ રેલીઓને સંબોધિત કરશે. તેના સિવાય આજે વિશાખાપટ્ટનમમાં વિપક્ષ એકતાની પણ એક મોટી રેલી છે. સીએમ ચંદ્રાબાબુ નાયડુએ ઘણી પાર્ટીના નેતાઓને બોલાવ્યા છે. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સહીત ઘણા નેતાઓ હાજર રહેશે. આપને જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે લોકસભા સીટોથી ચૂંટણી લડશે. રાહુલ ગાંધી કેરળની વાયનાડ અને ઉત્તરપ્રદેશની અમેઠી સીટથી ચૂંટણી લડશે.

Rahul Gandhi

આંધ્રપ્રદેશના વિજયવાડામાં રાહુલ ગાંધી રેલીને સંબોધિત કરી રહ્યા છે. ટ્રાન્સલેટરની મદદથી લોકોને સંબોધિત કરી રહેલા રાહુલ ગાંધીએ કહ્યું કે અમે અમારા મેનીફેસ્ટોમાં એતિહાસિક એલાન કર્યું છે. ગરીબી હટાવવામાં માટે અમે ન્યાય યોજના લાવીશું.

આંધ્રપ્રદેશના વિજયવાડામાં રાહુલ ગાંધી ઘ્વારા જણાવવામાં આવ્યું કે મોદી સરકારે 5 વર્ષમાં વચન પૂરું નથી કર્યું. રાહુલ ગાંધીએ કહ્યું કે જયારે કોંગ્રેસ સરકારમાં આવશે ત્યારે અમે આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપી.શુ રાહુલ ગાંધીએ કહ્યું કે આ એવું વચન છે, જે કોંગ્રેસ અથવા મનમોહન સિંહજી નથી આપી રહ્યા પરંતુ આ વચન દેશનું આંધ્રપ્રદેશ માટે છે.

English summary
After coming to power, Andhra Pradesh will be given special status: Rahul Gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X