For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિવાળીની ઉજવણી બાદ દિલ્લી-નોઈડાની હવા થઈ ઝેરીલી, શ્વાસ લેવામાં તકલીફ

દિવાળીની ઉજવણી બાદ દિલ્લી અને નોઈડાની હવા વધુ ઝેરીલી થઈ ગઈ છે. દિલ્લી અને નોઈડામાં હવામાં પ્રદૂષણનુ સ્તર ઘણુ વધી ગયુ છે.

|
Google Oneindia Gujarati News

દિવાળીની ઉજવણી બાદ દિલ્લી અને નોઈડાની હવા વધુ ઝેરીલી થઈ ગઈ છે. દિલ્લી અને નોઈડામાં હવામાં પ્રદૂષણનુ સ્તર ઘણુ વધી ગયુ છે અને તે 'વેરી પુઅર'ની શ્રેણીમાં પહોંચી ગયુ છે. તમને જણાવી દઈએ કે દિવાળીના પ્રસંગે દિલ્લીમાં લોકોએ જોરદાર ફટાકડા ફોડ્યા જેના કારણે હવામાં પ્રદૂષણનુ સ્તર ઘણુ વધી ગયુ છે. ઓવરઑલ એર ક્વૉલિટી ઈન્ડેક્સની વાત કરીએ તો દિલ્લી અને નોઈડામાં તે 306 અને 356 નોંધવામાં આવ્યુ છે કે જે 'ઘણુ વધુ ખરાબ'ની શ્રેણીમાં આવે છે.

ફટાકડાએ વધાર્યુ પ્રદૂષણ

ફટાકડાએ વધાર્યુ પ્રદૂષણ

આ પહેલા દિલ્લીમાં ફટાકડા ફોડવાના કારણે હવામાં પ્રદૂષણનુ સ્તર ખૂબ વધી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. વાસ્તવમાં જે રીતે હવામાન અત્યારે દિલ્લીમાં છે અને સતત બાજુના રાજ્યોમાં પરાલી બાળી રહ્યા છે તેના કારણે હવામાં ઝેરનુ પ્રમાણ વધી રહ્યુ છે. હરિયાણામાં પણ લોકોએ દિવાળીના પ્રસંગે ફટાકડા ફોડ્યા જેના કારણે અહીં એર ક્વૉલિટી ઈન્ડેક્સ 279 નોંધવામાં આવી કે જે પુઅરની શ્રેણીમાં આવે છે.

લોકોને શ્વાસ લેવામાં તકલીફ

લોકોને શ્વાસ લેવામાં તકલીફ

શનિવારે સિસ્ટમ ઑફ એર ક્વૉલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચે આ વાતની સંભાવના વ્યક્ત કરી છે કે આવનારા દિવસોમાં વાયુ પ્રદૂષણ ઘણુ વધી શકે છે. દિવાળીના પ્રસંગે આ લગભગ 324 સુધી પહોંચી શકે છે. સતત વધતા વાયુ પ્રદૂષણના કારણે દિલ્લીમાં લોકોને શ્વાસ લેવાનુ જાનલેવા બની રહ્યુ છે. અહીં લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી છે અને મોટી સંખ્યામાં લોકોને એલર્જી અને રેસ્પિરેટરી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચોઃ શિવસેનાઃ ‘સત્તાનુ રિમોટ કંટ્રોલ અમારા હાથમાં', 30 ઓક્ટોબરે થઈ શકે છે ઉદ્ધવ-શાહની મુલાકાતઆ પણ વાંચોઃ શિવસેનાઃ ‘સત્તાનુ રિમોટ કંટ્રોલ અમારા હાથમાં', 30 ઓક્ટોબરે થઈ શકે છે ઉદ્ધવ-શાહની મુલાકાત

સૂકા ઘાસે ખરાબ કરી સ્થિતિ

સૂકા ઘાસે ખરાબ કરી સ્થિતિ

પંજાબ અને હરિયાણામાં સૂકુ ઘાસ બાળવાના કારણે દિલ્લીની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. પંજાબ રિમોટ સેંસિંગ સેન્ટર અનુસાર આ વર્ષે પરાલી બાળવાની સંખ્યામાં વધારો થયો છે. વાયુ પ્રદૂષણને ઘટાડવા માટે દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્લીમાં ઑડ-ઈવન ફોર્મ્યુલાને લાગુ કરવાનુ એલાન કર્યુ હતુ કે જે 4 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી લાગુ થશે.

English summary
After Diwali celebration air quality in Delhi Noida reaches very poor category.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X