Election Express:મોદી ગુજરાતના કસાઇઃ ટીએમસી સાંસદ ડેરેક ઓબ્રાયન
દેશભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ સર્જાઇ ગયો છે. લોકસભા ચૂંટણી નજીક આવતાં જ રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવા માટે રેલીઓ અને સભાઓ કરવામાં લાગી ગઇ છે. જે પાર્ટી સરકારમાં છે તે પોતાની ઉપલબ્ધિઓ ગણાવામાં લાગી છે તો વિપક્ષી પાર્ટીઓ લોકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું સપનું બતાવી રહી છે. જોકે આ પ્રસંગે એકબીજા પર આરોપ-પ્રત્યારોપ ના લાગે તો જ નવાઇ. વનઇન્ડિયા પર દિવસ દરમિયાન બનતી તમામ રાજકીય ઘટનાઓ, નિવેદનો અંગે સતત અપડેટ રાખીશે.
આજે દેશના રાજકારણમાં કંઇ ઉથલપાથલ સર્જાઇ અને કઇ ઘટનાઓ ઘટી તે તમામ જાણકારીઓથી માહિતગાર થવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ...

બાબા રામદેવ પર એસસી-એસટી એક્ટ હેઠળ કેસ
દલિતો પર આપત્તિજનક ટિપ્પણી કરતા રામદેવ ફસાઇ ગયા છે. નાગપુરના પાંચપાવલી પોલીસ મથકે એસસી-એસટી એક્ટ હેઠળ તેમના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત યુપીએ સરકારને નોટિસ મોકલીને રામદેવ વિરુદ્ધ કાર્યવાહીની જાણકારી માંગી છે.

મોદી ગુજરાતના કસાઇઃ ટીએમસી સાંસદ ડેરેક ઓબ્રાયન
તૃણમૂલ કોંગ્રેસે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્રમ મોદીના પ્રહારનો જવાબ આપતા મોદીને ગુજરાતના કસાઇ કહ્યાં છે. ડેરેક ઓબ્રાયને કહ્યું કે ગુજરાતના કસાઇ બંગાળમાં આકાશમાંથી ઉતર્યા છે, તેમની પાસે બંગાળના વિકાસ મોડલનો કોઇ જવાબ નથી, તેથી તે વ્યક્તિગત હુમલા કરી રહ્યાં છે.

પંજાબના મંત્રી મજીઠિયા વિરુદ્ધ ભડક્યો ગુસ્સો
પંજાબના મંત્રી વિક્રમજીત સિંહ મજીઠિયાના ભાષણ પર હગામો મંચ્યો છે. મજીઠિયા દ્વારા શીખોના પવિત્ર ધર્મગ્રંથ ગુરબાનીના શબદમાં અરૂણ જેટલીનું નામ જોડવા અંગે અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન શરૂ થઇ ગયો છે. નોંધનીય છેકે અમૃતસરની રેલીમાં વિક્રમજીત મજીઠિયાએ ગુરબાનીના શબદમાં અરૂણ જેટલીનું નામ પણ વચ્ચે જોડી દીધું હતું.

ભયાવહ ઉંદરની જેમ દોડી રહ્યો છે ભાજપઃ પ્રિયંકા
રોબર્ટ વાડ્રાને લઇને ભાજપ અને કોંગ્રસ વચ્ચે વાકયુદ્ધ વેગીલું બની રહ્યું છે. પતિ રોબર્ટ વાડ્રા અને કોંગ્રેસને ઘેરવાથી નારાજ પ્રિયંકાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. રાયબરેલીમાં એક રેલી દરમિયાન પ્રિયંકાએ ભાજપને ભયાવહ ઉંદર કહી દીધો.

દેશ બચાવવા માટે છે કાશીની લડાઇઃ કેજરીવાલ
આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે કહ્યું છેકે ભારતીય જનતા પાર્ટી નેતા નરેન્દ્ર મોદી વિરુદ્ધ તેમની લડાઇ પ્રતિષ્ઠાની લડાઇ નથી, પરંતુ ભ્રષ્ટ લોકોના ચુંગલમાંથી દેશને બચાવવા માટે છે. કેજરીવાલે કહ્યું કે વારાણસી અને અમેઠીમાં તેમની પાર્ટીની જીત દેશને હલાવવા માટે પુરતી હશે પછી ભલે લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટને 100 બેઠકો પણ ના મળે.
-
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: 13 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
Israel Iran War: શું સંકટ વચ્ચે ભારતમાં સસ્તું થશે Petrol-Diesel? શું છે સમુદ્ર પર તરતું 'ઓઇલ માર્કેટ'? -
T20 World Cup જીત્યા બાદ મોહમ્મદ સિરાજ પર આ હસીનાએ વરસાવ્યો પ્રેમ! જાહેરમાં કહી દિલની વાત -
IMD Weather Forecast Today: ગુજરાત-રાજસ્થાનમાં હીટવેવની આશંકા, યુપી-બિહાર સહિત 5 રાજ્યોમાં વરસાદનું એલર્ટ -
ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સિંચાઈ માટે કેનાલમાંથી અપાશે પાણી -
પીએમ કિસાનનો 22મો હપ્તો જારી કરાયો, આવી રીતે કરો ચેક -
Petrol Diesel Price: 14 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
