For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુલાબ બાદ શાહીન વાવાઝોડાએ ગુજરાત, મહારાષ્ટ્રની ચિંતા વધારી

ગુલાબ બાદ શાહીન વાવાઝોડાએ ગુજરાત, મહારાષ્ટ્રની ચિંતા વધારી

|
Google Oneindia Gujarati News

ચક્રવાતી વાવાઝોડું ગુલાબ હજી થમ્યું પણ નથી કે નવું એક તોફાન શાહીન આવવાની આશંકાએ મહારાષ્ટ્ર અને ગુજરાતના નાગરિકોની ચિંતા વધારી દીધી છે. હવામાન વિભાગ મુજબ શાહીન વાવાઝોડું અરબી સમુદ્રમાં ઉઠશે અને મહારાષ્ટ્ર, ગુજરાતના સમુદ્ર કાંઠાવાળા વિસ્તારોમાં અસર દેખાડશે. જેને જોતાં હવામાન વિભાગે ગુજરાતના 20 જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કર્યું છે.

rain

બીજી તરફ બંગાળની ખાડીમાં બનેલ ચક્રવાત પશ્ચિમ બંગાળની વધુ નજીક પહોંચી ગયું છે. જેને કારણે કોલકાતા ઉપરાંત ઉત્તર અને દક્ષિણ 24 પરગના, પૂર્વ અને પશ્ચિમ મેદિનીપુર, ઝાડગ્રામ, હાવડા, હુગલી, પૂર્વ-પશ્ચિમ વર્ધમાન અને વીરભૂમ જિલ્લામાં સવારથી તેજ વરસાદ થઈ રહ્યો છે. કોલકાતાના અહિરટોલામાં ભારે વરસાદને પગલે એક મકાનનો થોડો ભાગ પડી ભાંગ્યો. જેમાં ત્રણ વર્ષના એક બાળક અને એક મહિલાનું મોત થયું.

મહારાષ્ટ્રના 6 જિલ્લામાં વરસાદી પ્રકોપ, 13નાં મોત છે

ગુલાબ વાવાઝોડાથી મહારાષ્ટ્રના મરાઠવાડા અને વિદર્ભના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ છે. પાછલા બે દિવસમાં થયેલ વરસાદે આઠ જિલ્લામાં પાક બરબાદ થઈ ગયો છે. ઔરંગાબાદ, લાતૂર, પરભણી, હિંગોલી અને નાંદેડ જિલ્લો વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થયો છે. અહીં પૂર અને વીજળી પડતાં વિવિધ ઘટનાઓમાં 13 લોકોનાં મોત થયાં છે.

મહારાષ્ટ્રમાં આગલા 24 કલાક ભારે વરસાદની આશંકા

મહારાષ્ટ્રના મુંબઈ, ઠાણે અને પુણે જિલ્લામાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે. મુંબઈના નિચલા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યાં છે. કામકાજી દિવસ હોવાના કારણે ઑફિસ જતા લોકોએ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. NDRFની 7 ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગી છે. અત્યાર સુધી મરાઠવાડામાં 560થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે ભારે વરસાદના કારણે 200થી વધુ પશુ તણાઈ ગયાં અને કેટલાંય મકાનોને નુકસાન પહોંચ્યું છે. હવામાન વિભાગે મરાઠવાડા, મુંબઈ અને કોંકણ વિસ્તારમાં આગલા 24 કલાકમાં ભારે વરસાદનું અનુમાન લગાવ્યું છે.

મહારાષ્ટ્ર, ગુજરાત પર શાહીનનો કેટલો ખતરો?

હવામાન વિભાગ મુજબ શાહીન વાવાઝોડું ભારતના પશ્ચિમી કાંઠાના સમુદ્રી તટ સાથે નહીં ટકરાય. આ વાવાઝોડું મહારાષ્ટ્ર અને ગુજરાતના સમુદ્રી કાંઠાની દૂરથી જ 1 ઓક્ટોબરે ઓમાન તરફ આગળ વધી જશે, પરંતુ તેના કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતના સમુદ્રી કાંઠા વાળા વિસ્તારોમાં ભારે વરસાદ થશે.

English summary
After Gulab, Hurricane Shaheen raised concerns in Gujarat and Maharashtra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X