ગુરમેહર બાદ અન્ય એક યુવતીનો VIDEO થયો વાયરલ

Written By:
Subscribe to Oneindia News

દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થીની ગુરમેહર કૌર બાદ હવે કેરળની 12 વર્ષીય વિસ્મયાનો વીડિયો સામે આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં તેણે સવાલ કર્યો છે, 'મારા પિતાની હત્યા શા માટે કરવામાં આવી?' વિસ્મયાના પિતા સંતોષ કુમાર આરએસએસ અને ભાજપ ના સમર્થક હતા, જેમની હત્યા કરવામાં આવી હતી. આ સવાલ માત્ર વિસ્મયાનો નથી, જે પરિવારે રાજકારણના ષડયંત્રમાં પોતાના પ્રિયોજને ગુમાવ્યા છે એ સૌનો આ સવાલ છે.

'મારું ભવિષ્ય અંધારામાં..'

'મારું ભવિષ્ય અંધારામાં..'

કન્નૂરમાં રહેતી આ 12 વર્ષની વિસ્મયા શાળામાં ભણે છે. તેણે ગુરમેહર કૌરની માફક જ હાથમાં સફેદ કાગળ લઇ તેની પર પોતાના મનની વાત લખી છે અને તેનો વીડિયો રેકોર્ડ કર્યો છે. આ વીડિયોમાં તેણે પોતાના પિતાની હત્યા અને પોતાના ભવિષ્ય અંગે સવાલો કર્યાં છે. તેણે કહ્યું કે, તેને પોતાનું ભવિષ્ય અંધકારમય દેખાઇ રહ્યું છે.

'મારા પિતાની સાથે મારા સપનાની પણ હત્યા'

'મારા પિતાની સાથે મારા સપનાની પણ હત્યા'

કાર્ડમાં તેણે લખ્યું છે, 'મારું નામ વિસ્મયા છે. હું 12 વર્ષની છું. હું આઇપીએસ બનવા માંગુ છું. મારા પિતા મારું આ સપનું પૂરું કરવા માંગતા હતા. તેમની માત્ર એટલી જ ભૂલ હતી કે તેઓ ભાજપ અને આરએસએસનું સમર્થન કરતાં હતા. મને હવે મારું ભવિષ્ય અંધકારમય દેખાઇ રહ્યું છે. એ લોકોએ માત્ર મારા પિતાની હત્યા નથી કરી, તેમણે મારા સપનાની પણ હત્યા કરી છે. મને હજુ સુધી જવાબ નથી મળ્યો કે મારા પિતાની હત્યા કેમ થઇ.'

સતત થઇ રહેલી રાજકારણીય હત્યાઓ

સતત થઇ રહેલી રાજકારણીય હત્યાઓ

કેરળના વામપંથી શાસનમાં રાજકારણીય હત્યાઓ કોઇ મોટી વાત નથી. કેરળની ધરતી પર રાજકારણીય નેતાઓની હત્યાના સમચાર અવારનવાર સાંભળવા મળી રહ્યાં છે. આવા કિસ્સાઓ વધી રહ્યાં છે, પરંતુ તેને રોકવા માટે કોઇ નિશ્ચિત પગલાં લેવામાં નથી આવી રહ્યાં. સતત થઇ રહેલી રાજકારણીય હત્યાઓ મામલે સરકાર પણ ચુપ્પી સાધી બેઠી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

ગુરમેહર કૌરના સોશિયલ મીડિયા કેમ્પેનને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. અનેક મોટી હસ્તીઓએ તેનો સાથ આપ્યો હતો, તો અનેક લોકોએ તેને દેશદ્રોહીનું નામ આપ્યું હતું. 12 વર્ષની આ વિસ્મયાની વાતને પણ સોશિયલ મીડિયા પર હજારો લોકોએ આગળ વધારી છે. આ અંગે હવે સરકાર શું કહે છે એ જોવાનું રહે છે.

English summary
After Gurmehar Kaur, 12 year old Vismaya's video goes viral on social media.
Please Wait while comments are loading...