હવે ગુજરાતમાં રિલીઝ થશે ‘પદ્માવત’,સુપ્રીમ કોર્ટનો આદેશ

Written By:
Subscribe to Oneindia News

સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત' હવે તમામ રાજ્યોમાં રિલીઝ થશે. સુપ્રીમ કોર્ટે રાજ્યોને આદેશ આપ્યો છે કે, ફિલ્મને સર્ટિફિકેટ મળ્યા બાદ ફિલ્મ રીલિઝ થવા દેવી જોઇએ. ગુજરાત અને રાજસ્થાન સહિતના 6 રાજ્યોએ ફિલ્મ પર પ્રતિબંધ મુક્યો હતો, જેની સામે ફિલ્મ નિર્માતાઓએ બુધવારે કોર્ટમાં અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, હરિયાણા જેવા રાજ્યોમાં સેન્સર બોર્ડની મંજૂરી બાદ પણ ફિલ્મ પર બેન મુકવામાં આવ્યો છે. હવે સુપ્રીમ કોર્ટે આ તમામ રાજ્યોને આદેશ આપ્યો છે કે, તેઓ ફિલ્મને રિલીઝ થતાં અટકાવી ન શકે, સેન્સર બોર્ડ તરફથી ફિલ્મને સર્ટિફિકેટ મળી ચૂક્યું છે, આથી રાજ્યો ફિલ્મ પર પ્રતિબંધ ન મુકી શકે. તમામ રાજ્યો કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તથા સંપૂર્ણ ભારતમાં ફિલ્મની સ્ક્રિનિંગ દરમિયાન કોઇ પણ પ્રકારની અપ્રિય ઘટના રોકવા માટે બાધ્ય છે.

Padmavati

સુપ્રીમ કોર્ટમાં પ્રોડ્યૂસર્સ તરફથી વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે, જો રાજ્યમાં ફિલ્મ પર પ્રતિબંધ રહેશે, તો તે સંઘીય કાર્યશૈલીને નષ્ટ કરે છે. આ એક ગંભીર મામલો છે. જો કોઇને સમસ્યા હોય તો તેઓ રાહત માટે અપીલીય ટ્રિબ્યૂનલનો સંપર્ક કરી શકે છે. હું કેન્દ્ર સરકારને અનુરોધ કરું છું કે, રાજ્ય સરકારોને તત્કાલિન પગલું લેતાં સમાધાન માટે નિર્દેશ આપે. ઉલ્લેખનીય છે, ફિલ્મનું નામમાં પરિવર્તન અને અનેક કટ્સ લાગ્યા બાદ 25 જાન્યુઆરીના રોજ રીલિઝ થવા જઇ રહી છે અને આમ છતાં આ ફિલ્મ પર રાજસ્થાન, ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ અને હરિયાણામાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

English summary
After many states banned film Padmaavat, makers was forced to move to Supreme Court. Now the court has ruled in favour of the makers.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.