For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીના રાજીનામાં બાદ કોણ બનશે કોંગ્રેસના અધ્યક્ષ? આ 4 નામ સૌથી આગળ

રાહુલ ગાંધીના રાજીનામાં બાદ કોણ બનશે કોંગ્રેસના અધ્યક્ષ? આ 4 નામ સૌથી આગળ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસની કરારી હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. રાહુલ ગાંધીએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ચાર પત્તાનો એક પત્ર ટ્વીટ કરી પોતાના રાજીનામાની જાણકારી આપી છે. રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું કે, "કોંગ્રેસ પાર્ટીની સેવા કરવી મારા માટે સન્માનની વાત છે, જેની નીતિઓ અને સિદ્ધાંતોથી દેશનો વિકાસ થયો છે. હું દેશ અને પાર્ટીથી મળેલ પ્રેમ માટે આભારી છું, જય હિન્દ." રાહુલ ગાંધીના આ ટ્વીટ બાદ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે આખરે કોંગ્રેસના આગામી અધ્યક્ષ કોણ બનશે?

રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું

રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું

કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યા બાદ પાર્ટીમાં આગામી અધ્યક્ષને લઈ માથાકૂટ શરૂ થઈ ગઈ છે. એવા અહેવાલ મળી રહ્યા છે કે પાર્ટીના દિગ્ગજ નેતા મોતીલાલ વોરાને પાર્ટીના અંતરિમ અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. જો કે મોતીલાલ વોરાએ આવા અહેવાલો ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે આ અંગે મને કંઈ જાણકારી નથી. કોંગ્રેસ નેતાની ટિપ્પણી બાદ સ્પષ્ટ થઈ ગયું કે કોંગ્રેસ પદને લઈ પાર્ટીમાં હજુ કોઈ ફેસલો થયો નથી. જો કે જેવી રીતે રાહુલ ગાંધીએ રાજીનામું આપતી વખતે સ્પષ્ટ કરી દીધું હતું કે કોંગ્રેસના આગામી અધ્યક્ષ ગાંધી પરિવારમાંથી ન હોવા જોઈએ, તેનાથી એક વાત તો નક્કી છે કે પાર્ટીના અધ્યક્ષ ગાધી પરિવારમાંથી તો નહિ જ હોય. એવામાં કોંગ્રેસના આગામી અધ્યક્ષ માટે આ ચાર દિગ્ગજ નામ સૌથી આગળ આવી રહ્યાં છે.

અશોક ગેહલોતનું નામ સૌથી આગળ

અશોક ગેહલોતનું નામ સૌથી આગળ

રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામા બાદ અશોક ગેહલોતનું નામ આ પદ માટે સૌથી આગળ માનવામાં આવી રહ્યું છે. આ વાતની સંપૂર્ણ સંભાવના છે કે આગામી કેટલાક દિવસોમાં તેમને પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવી શકે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા પાછળ કેટલાય મહત્વનાં કારણ માનવામાં આવી રહ્યાં છે. ગેહલોત પાર્ટીના વરિષ્ઠ નેતાના સાથોસાથ પાર્ટીના સંગઠનમાં પણ લાંબા સમયથી જોડાયેલા રહ્યા છે. તેમને સંગઠન ચલાવવાનો જૂનો અનુભવ છે. વર્ષ 2017 દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સારા પ્રદર્શનમાં પણ તેમની રણનીતિને મહત્વની માનવામાં આવી. સાથે જ ગેહલોતના સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે સારા સંબંધ છે.

કેપ્ટન અમરિંદર સિંહ

કેપ્ટન અમરિંદર સિંહ

કોંગ્રેસ અધ્યક્ષ માટે વરિષ્ઠ નેતા કેપ્ટન અમરિંદર સિંહનું નામ પણ ચર્ચામાં છે. કેપ્ટન અમરિંદર સિંહ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પંજાબમાં સત્તારૂઢ કોંગ્રેસ સરકારના મુખ્યમંત્રી છે. પાર્ટીમાં તેમનું અલગ સ્થાન છે અને હાલમાં જ સંપન્ન થયેલ લોકસભા ચૂંટણીમાં મોદી લહેર છતાં અમરિંદર સિંહ પોતાનો ગઢ બચાવી રાખવામાં સફળ રહ્યા. કેપ્ટન અમરિંદર સિંહના નેતૃત્વમાં પાર્ટીએ પંજાબમાં સારું પ્રદર્શન કર્યું છે.

જ્યોતિરાદિત્ય સિંધિયા

જ્યોતિરાદિત્ય સિંધિયા

કોંગ્રેસ અધ્યક્ષ માટે જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ પણ ચર્ચામાં છે. એવું એટલા માટે કેમ કે સિંધિયા પાર્ટીના મોટા નેતા છે અને રાહુલ ગાંધીના નજીકના માનવામાં આવે છે. જ્યોતિરાદિત્ય સિંધિયા કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. ગત વર્ષે મધ્ય પ્રદેશ ચૂંટણીમાં સિંધિયાએ મધ્ય પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથ સાથે મળી રણનૈતિક તૈયારી આગળ વધારી, જેનો ફાયદો પાર્ટીને થયો અને મધ્ય પ્રદેશમાં લાંબા ઈંતેજાર બાદ કોંગ્રેસની સરકાર બની.

શશિ થરૂર

શશિ થરૂર

આ યાદીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરૂરનું નામ પણ રેસમાં માનવામાં આવી રહ્યું છે. થરૂર કેરળના તિરુવનંતપુરમ સીટથી સતત ત્રીજીવાર સાંસદ તરીકે ચૂંટાયા છે. શશિ થરૂર ભારતીય રાજનીતિજ્ઞ અને પૂર્વ રાજનાયક છે. 2009થી સતત કેરળના તિરુવનંતપુરમથી લોકસબા સાંસદ છે. તેઓ વિદેશી મામલાની સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ છે. યૂપીએ સરકાર દરમિયાન 2009-2010 સુધી માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી રહી ચૂક્યા છે.

ગુજરાતઃ રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને લઈ ગઈ માઉન્ટ આબુ ગુજરાતઃ રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને લઈ ગઈ માઉન્ટ આબુ

English summary
after rahul gandhi who can be the president of congress? these 4 name is in race
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X