For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજનાથ સિંહ બાદ મોદીના વધુ એક મંત્રીએ PoK પર કહી મોટી વાત

રાજનાથ સિંહ બાદ મોદીના વધુ એક મંત્રીએ PoK પર કહી મોટી વાત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ રાજકારણમાં ગરમાવો વધ્યો છે, વિપક્ષી દળ મોદી સરકારના આ ફેસલાનો સતત વિરોધ કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના મામલે ચાલુ રાજકીય ઘમાસાણ વચ્ચે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહનું પાક અધિકૃત કાશ્મીરને લઈ મોટું નિવેદન સામે આવ્યું છે. જિતેન્દ્ર સિંહે કહ્યું કે જમ્મુ-કાશ્મીરને આપેલ વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કર્યા બાદ હવે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને ભારતમાં એકીકરણની દુઆ કરવી જોઈએ. તેમણે કહ્યું કે આપણે ભાગ્યશાળી છીએ કે અનુચ્છેદ 370 હટાવવાનો ફેસલો આપણા જીવનકાળમાં થયો.

PoK ભારતમાં સામેલ થવાની પ્રાર્થના કરવી જોઈએ

PoK ભારતમાં સામેલ થવાની પ્રાર્થના કરવી જોઈએ

જિતેન્દ્ર સિંહે કહ્યું કે, આપણી ત્રણ પેઢીના બલિદાનથી આ શક્ય બન્યું છે. તેમણે કહ્યું કે 'આ ઐતિહાસિક પગલાં બાદ આવો આપણે પીઓકેને પાકિસ્તાનના ગેરકાયદેસરના કબ્જાથી મુક્ત કરવાની સકારાત્મક સોચ સાથે આગળ વધીએ અને આને સંસદમાં સર્વસન્મતિથી પારિત પ્રસ્તાવ (1994) અંતર્ગત દેશનો અભિન્ન અંગ બનાવીએ.' તેમણે કહ્યું કે અમે પ્રાર્થના કરીએ છીએ કે પીઓકેને દેશ સાથે જોઈ શકે અને લોકો આસાનીથી મુઝફ્ફરાબાદ જઈ શકે.

શાંતિ બનાવી રાખવા સરકારે પગલાં ભર્યાં

શાંતિ બનાવી રાખવા સરકારે પગલાં ભર્યાં

પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાને નજરબંધ કરવાને લઈ કોંગ્રેસે મોદી પર નિશાન સાધ્યું છે. કેન્દ્રીય મંત્રીએ નામ લીધા વિના કહ્યું કે આને બિનજરૂરી રીતે એક મોટો મુદ્દો બનાવી દેવામાં આવ્યો. તેમણે કહ્યું કે સરકારે શાંતિ બનાવી રાખવા માટે કેટલાક પગલાં ઉઠાવ્યાં છે. તમે (કોંગ્રેસ) નેશનલ કોન્ફ્રેન્સના સંસ્થાપક શેખ અબ્દુલ્લાની ધરપકડ કરી હતી, કાશ્મીરમાં આવું કંઈ નથી થયું.

આર્ટિકલ 370ને લઈ ખોટી ધારણા બનાવવામાં આવી

આર્ટિકલ 370ને લઈ ખોટી ધારણા બનાવવામાં આવી

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ લોકો જિમમાં પરસેવો વહાવી રહ્યા, પૂસ્તકો વાંચતા રહ્યા અને હૉલીવુડ મૂવી ઓર્ડર કરી રહ્યા અને જોઈ રહ્યા છે. જમ્મૂ-કાશ્મીરને પ્રાપ્ત વિશેષ દરજ્જો સમાપ્ત કરવા અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચવાના કેન્દ્રના ફેસલાનો બચા કરતા જિતેન્દ્ર સિંહે કહ્યું કે, 'કેટલાક લોકોએ ધારણા બનાવી દીધી હતી કે જમ્મુ-કાશ્મીરના આર્ટિકલ 370ને કોઈ ન હટાવી શકે, અમોએ આ હટાવવાનું કામ કર્યું છે કેમ કે આ કદાચ આઝાદી પછીની સૌથી મોટી ભૂલ હતી. જણાવી દઈએ કે રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ હરિયાણાના કાલકામાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે પાકિસ્તાન સાથે હવે જે કોઈપણ વાત થશે તે પાક અધિકૃત કાશ્મીર પર જ થશે.'

<strong>દિલ્હીમાં પૂરનું જોખમ વધ્યું, યમુના ભયના નિશાનથી ઉપર પહોંચી </strong>દિલ્હીમાં પૂરનું જોખમ વધ્યું, યમુના ભયના નિશાનથી ઉપર પહોંચી

English summary
After Rajnath Singh, another Modi minister said big thing on PoK
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X