For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

"સલામ" છે ભારતીય સેનાને, વી.કે.સિંહનું ભવ્ય સ્વાગત

|
Google Oneindia Gujarati News

યમનમાં ફસાયેલા હજારો લોકોને સુરક્ષિત રીતે ભારત લાવનાર વિદેશ રાજ્ય મંત્રી વી.કે.સિંહ કાલે મોડી રાતે પરત ફર્યા. અને આ સાથે જ "ઓપરેશન રાહત" પણ પૂર્ણ થયું. ત્યારે નવી દિલ્હીમાં વી.કે. સિંહનું ભવ્ય સ્વાગત લોકો દ્વારા કરવામાં આવ્યું.

એરપોર્ટ પહોંચ્યા પછી વી.કે. સિંહે કહ્યું કે અમે સાડા પાંચ હજાર ભારતીયોનું સુરક્ષિત ભારત લાવવામાં સફળ રહ્યા છીએ. વધુમાં અમે 900 વિદેશી નાગરિકોને પણ સુરક્ષિત યમનથી નીકાળ્યા છે.

ત્યારે કેવી રીતે સેનાએ આ સમગ્ર ઓપરેશનને સફળ બનાવ્યું જુઓ આ તસવીરોમાં

3 દિવસના બાળકને ઇનક્યૂબેટરમાં લાવ્યા

આ ઓપરેશનની કેટલું સફળ રહ્યું તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આ રહ્યું. યમનથી માત્ર 3 દિવસના બાળકને એક ડોક્ટર સાથે ઇનક્યૂબેટરમાં ભારતીય સેનાએ, ભારત લાવ્યું.

821 યાત્રીઓ યમનથી સ્વેદેશ લવાયા

ઓપરેશન રાહતના છેલ્લા દિવસે 821 યાત્રીઓને યમનથી ભારત પરત લવાયા.

ભારે મુસીબતો વચ્ચે પણ ભારત રહ્યું અડગ

જનરલ વી.કે. સિંહે કહ્યું કે આ સમગ્ર ઓપરેશન વખતે અનેક મુશ્કેલીઓ આવી પણ એક પણ મુશ્કેલી ભારતીય સેનાના જુસ્સા સામે ટકી ના શકી. છેલ્લા કાફલાને નીકાળતી વખતે બોમ્બીંગ થતા ફ્લાઇટને રોકવું પડ્યું અને છેવટે અન્ય એક માર્ગથી અમે ભારત પરત ફર્યા.

બીબીસીએ પણ કર્યા ભારતના વખાણ

જાણીતી ન્યૂઝ ચેનલ BBCએ પણ ભારતના વખાણ કરતા કહ્યું કે એકમાત્ર ભારતની ફ્લાઇટને યમનના અમુક હવાઇ અડ્ડા પર ઉડવા દેવાની પરવાનગી છે. જે ભારત સરકારની તટસ્થ વિદેશ નિતીના કારણે શક્ય બન્યું છે.

સુષ્મા સ્વરાજે પણ આપી પુષ્ટી

વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે પણ કહ્યું કે યમનમાં ભારતીય દૂતાવાસ બંધ કરવામાં આવ્યું છે અને ઓપરેશન રાહત પૂર્ણ થયું.

અકબરુદ્દીન કહ્યું સફળ રહ્યું "ઓપરેશન રાહત"

વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરુદ્દીને ઓપરેશન રાહત વિષે વધુ માહિતી આપતા કહ્યું કે છેલ્લા દિવસે 630 લોકોને ભારત પરત લાવવામાં આવ્યા. નોંધનીય છે કે 18 વિશેષ વિમાનોની મદદથી આ નાગરિકોને સ્વદેશ લાવવામાં આવ્યા છે. ત્યારે ઓપરેશ ખૂબ જ સફળ રહ્યું છે તે વાતની પુષ્ટી અકબરુદ્દીને કરી હતી.

English summary
After successful evacuation from Yemen VK Singh return to India gets warm welcome, India also ends its evacuation mission in Yemen.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X