ભાજપમાં ઘમાસણ: વારાણસી બાદ લખનઉ સીટને લઇને છેડાયો વિવાદ

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 માર્ચ: ભાજપમાં મોટા નેતાઓની સીટને લઇને મચેલા ઘમાસાણનું કોઇ સમાધાન નિકળ્યું નથી, પરંતુ આ દરમિયાન વારાણસીના હાલના સાંસદ અને વરિષ્ઠ ભાજપના નેતા મુરલી મનોહર જોશી નરમ પડતાં જોવા મળી રહ્યાં છે. મુરલી મનોહર જોશીએ સીટને લઇને કોઇપણ પ્રકારના વિવાદથી મનાઇ કરી દિધી છે અને કહ્યું કે જે નિર્ણય હશે તે પાર્ટીના પીએમ પદના ઉમેદવારની પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે, તો બીજી તરફ નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે કે નહી, તે હજુ સ્પષ્ટ નથી.

બીજી તરફ સીટને લઇને મચેલું ઘમાસાણ હવે વારાણસીથી લખનઉ પહોંચી જશે. વારાણસી સીટ પર નરેન્દ્ર મોદી અને મુરલી મનોહર જોશીને લઇને અસમંજસના વાદળ દૂર થય નથી કે નવો વિવાદ લખનઉ સીટને લઇને ઉભો થઇ ગયો છે. લખનઉથી ભાજપના સાંસદ લાલજી ટંડને કહ્યું કે આ સીટને લઇને કારણ વિના વિવાદ ફેલાવવામાં આવી રહ્યો છે. હું નરેન્દ્ર મોદીનું સંપૂર્ણપણે સમર્થન કરું છું.

પાર્ટીનો નિર્ણય મને મંજૂર છે અને લખનઉ સિવાય બીજે ક્યાંયથી હું દાવેદાર નથી. આ પહેલાં એવા સમાચાર આવી રહ્યાં હતા કે લખનઉથી પાર્ટીના સાંસદ લાલજી ટંડન નારાજ હોવાનું કહેવામાં આવતું હતું. જો કે લાલજી ટંડને સ્પષ્ટ કરી દિધું હતું કે તે નરેન્દ્ર મોદી માટે પોતાની સીટ છોડવા માટે તૈયાર છે અને તે ઇચ્છે તો લખનઉથી ચૂંટણી લડી શકે છે. ચર્ચા એ વાત પણ થઇ રહી છે કે પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ પોતાની ગાજિયાબાદ સીટ છોડીને લખનઉથી ઉમેદવાર બની શકે છે.

મુરલી મનોહર જોશીનું મૌન

મુરલી મનોહર જોશીનું મૌન

માનવામાં આવે છે કે મુરલી મનોહર જોશીએ ભાજપ ચૂંટણી સમિતિની બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો અને પોતાની મૌન તોડતાં કહ્યું કે કોણ ચૂંટણી લડશે તેના પર નિર્ણય સંસદીય બોર્ડને કરવાનો છે જે બેઠક ગુરૂવારે થવાની છે. તેમણે અહી સંવાદદાતાઓને કહ્યું હતું કે સંસદીય બોર્ડને નિર્ણય કરવાનો છે. બેઠક (સીઇઓની) 13 માર્ચના રોજ થઇ રહી છે. તેમની આશાઓ તથા વારાણસીથી નરેન્દ્ર મોદીની ચૂંટણી લડવાની તેમની સહમતિ વિશે વારંવાર પૂછવામાં આવતાં મુરલી મનોહર જોશીએ કોઇ જવાબ આપ્યો નહી.

મુરલી મનોહર જોશીને વારાણસી સીટ છોડવી પડશે?

મુરલી મનોહર જોશીને વારાણસી સીટ છોડવી પડશે?

તેમણે કહ્યું કે આ અંગે પાર્ટી નિર્ણય કરશે જે ના તો આપણા વડાપ્રધાન પદના ઉમેદવારની પ્રતિષ્ઠા પર આંચ આવવા દેશે ના તો પાર્ટીને જીતની સંભાવનાઓ સાથે સમજૂતી કરશે. સૂત્રોએ કહ્યું હતું કે કેટલાક સભ્યોએ સ્પષ્ટીકરણની માંગ કરી શું મુરલી મનોહર જોશીને વારાણસી સીટ છોડવી પડશે અને નરેન્દ્ર મોદી ત્યાંથી ચૂંટણી લડશે. સમજી શકાય કે સ્વંય મુરલી મનોહર જોશી અને વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજે આ મુદ્દો ઉઠાવ્યો.

પાર્ટીમાં કોઇ મનભેદ નથી

પાર્ટીમાં કોઇ મનભેદ નથી

સુષમા સ્વરાજે એ વાતને મનાઇ કરી દિધી કે આ મુદ્દે પાર્ટીમાં કોઇ મનભેદ નથી. તેમણે કહ્યું હતું કે દિલ્હીની બેઠકમાં હું હાજર હતી. ઉત્તર પ્રદેશની લોકસભા સીટોનો વિષય ચર્ચા દરમિયાન ઉદભવ્યો ન હતો જેમ કે મીડિયામાં સમાચારો આવી રહ્યાં છે.

યુવાનોને તક મળવી જોઇએ

યુવાનોને તક મળવી જોઇએ

ભૈયાજી જોશીએ કહ્યું હતું કે આ વસ્તુઓ અંગે નિર્ણય પાર્ટી કરે છે. જો કોઇ વ્યક્તિ પોતાનું મંતવ્ય રાખવા માંગે છે તો તેમાં કંઇ ખોટું નથી. શું લાલકૃષ્ણ અડવાણી જેવા વરિષ્ઠ નેતાઓને ચૂંટણી લડવી જોઇએ, આ અંગે સંઘનું વલણ પૂછવામાં આવે સંઘના નેતાએ કહ્યું હતું કે સંઘ પાર્ટીને નિર્દેશ આપી ન શકે, ફક્ત ભાવનાથી માહિતગાર કરાવી શકે. જો કે તેમણે કહ્યું હતું કે યુવાનોને તક મળવી જોઇએ જેથી તે પોતાની ઉર્જાનો ઉપયોગ રાષ્ટ્રની સેવામાં કરી શકે.

વારણસીમાં ' પોસ્ટર વોર'

વારણસીમાં ' પોસ્ટર વોર'

આ સાથે જ વરિષ્ઠ નેતાઓના માર્ગદર્શનનો પણ લાભ મળવો જોઇએ. ગત વખતે વારાણસી સીટ પરથી ચૂંટણી જીતનાર મુરલી મનોહર જોશીએ કહ્યું હતું કે પાર્ટીની કેન્દ્રિય ચૂંટણી સમિતિ 13 માર્ચના રોજ નિર્ણય કરશે. તેમણે નરેન્દ્ર મોદી અને તેમના સમર્થકો વચ્ચે વારણસીમાં ' પોસ્ટર વોર'ના સમાચારોને મીડિયાની ઉપજ ગણાવી.

English summary
After sitting MP Murli Manohar Joshi’s reluctance to vacant the Varanasi Parliamentary constituency for party PM candidate Narendra Modi, another MP from Lucknow seat Lalji Tandon expressed his dissent to leave the seat for party president Rajnath Singh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X