For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આગરાના કોવિડ સેન્ટરથી 24 કોરોના દર્દીઓ ભાગ્યા

આગરાના કોવિડ સેન્ટરથી 24 કોરોના દર્દીઓ ભાગ્યા

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશના આગરા જિલ્લામાં કોરોનાવાયરસના નવા 189 મામલા સામે આવ્યા છે, અને 8 દર્દીઓનાં મોત થયાં છે. આ દરમ્યાન કોવિડ સેંટરમાં દાખલ 24 દર્દીઓ ભાગી ગયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓ ભાગ્યા હોવાની સૂચના પર સ્વાસ્થ્ય વિભાગ સાથે પ્રશાસનમાં પણ હડકંપ મચી ગયો છે. કોવિડ દર્દીઓ ભાગવાથી કુરુગવાં ગામમાં કોરોના સંક્રમણનો ખતરો વધી ગયો છે. ફરાર દર્દીઓને પકડવા માટે મોડી રાત સુધી ગામમાં સ્વાસ્થ્ય વિભાગની ટીમ અને પોલીસ ગામમાં ડેરો જમાવીને બેઠા છે.

coronavirus

હિન્દુસ્તાનના અહેવાલ મુજબ આ મામલો આગરા જિલ્લાના કુરુગવાં ગામનો છે. ગામ ગુરુગવાંની કુલ વસ્તી પાંચ હજારની આસપાસ ચે. પંચાયત ચૂંટણી દરમ્યાન ગામમાં મોટી સંખ્યામાં બાહરી લોકો આવ્યા હતા. જે બાદ ગામમાં ઉધરસ-તાવ અને શરદી ફેલાયા. 20 એપ્રિલથી છ મે સુધી અહીં 14 લોકોનાં મોત થયાં જેમાં બે દિવસમાં સાત લોકોના મોતથી હાહાકાર મચી ગયો હતો. સ્વાસ્થ્ય વિભાગની ટીમે ગામડે આવી લોકોની તપાસ કરાવી. જેમાંથી 17 પોઝિટિવ મળી આવ્યા હતા. તેમના માટે ગામના જ પ્રાથમિક વિદ્યાલયમાં કોવિડ સેંટર બનાવી તમામને આઈસોલેટ કરી દેવાયા હતા.

ગામના જ એમએસ ડૉ ધનપાલ સિંહે પાંચ સભ્યોની યુવા વૉલિંટિયર ટીમ સાથે ઈલાજ શરૂ કરી દીધોહતો. વર્તમાન અને પૂર્વ ધારાસભ્યે દવાઓથી લઈ ઓક્સિજન સિલિન્ડર અને પીપીઈ કીટ પણ ઉપલબ્ધ કરાવી દીધી હતી. જેના થોડા દિવસો બાદ જ્યારે ટીમ બીજીવાર ગામથી સેમ્પલિંગ માટે ગઈ તો તેમાંથી દસ લોકો ફરીથી કોરોના પોઝિટિવ મળી આવ્યા. આ લોકોનો ઉપચાર માધ્યમિક સ્કૂલને કોવિડ સેંટર બનાવી શરૂ કરાયો. ગ્રામીણોએ જણાવ્યું કે બુધવારે સ્વાસ્થ્ય વિભાગની ટીમ પોલીસ સાથે ફરી ગામમાં પહોંચી. તેમણે જણાવ્યું કે 27 સંક્રમિતોમાંથી ચારનો રિપોર્ટ નેગેટિવ હતો. જ્યારે એક નવા વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

સ્વદેશી વેક્સિન Covaxin ટ્રાયલના પ્રથમ ચરણમાં મળી સફળતાસ્વદેશી વેક્સિન Covaxin ટ્રાયલના પ્રથમ ચરણમાં મળી સફળતા

ટીમે તેમને એસએન મેડિકલ, જિલ્લા હોસ્પિટલ, નેમીનાથ હોસ્પિટલમાં દાખલ કરાવી ઈલાજની સલાહ આપી હતી. ટીમ મુજબ અહીં સરખો ઈલાજ નથી થઈ રહ્યો. સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓની પોઝિટિવ દર્દીઓ સાથે વાત થઈ રહી હતી. એટલામાં ગામ તરફથી એમ્બ્યુલન્સ આવતી જોઈ દર્દીઓ ભાગી છૂટ્યા. ધીરે-ધીરે તેઓ ગામ તરફ નીકળી ગયા. રાત સુધી તેમનો કોઈ પતો ના લાગ્યો, આ અંગે ગામમાં સૂચના મળતાં ગ્રામજનો પણ ભયભીત થઈ ગયા.

English summary
Agra: 24 corona positive patients flee away from covid care center
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X