For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝાંસીમાં સુરક્ષિત મળ્યા હાઈજેક થયેલી બસના 34 મુસાફરો, ફાઈનાન્સર લઈ ગયો હતો બસ

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં મુસાફરોથી ભરેલી એક ખાનગી બસ હાઈજેક થઈ ગઈ હતી. આ કેસમાં આગ્રા પોલિસે મોટો ખુલાસો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

આગ્રાઃ ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં મુસાફરોથી ભરેલી એક ખાનગી બસ હાઈજેક થઈ ગઈ હતી. આ કેસમાં આગ્રા પોલિસે મોટો ખુલાસો કર્યો છે. પોલિસે જણાવ્યુ કે ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓએ સવારીઓથી ભરેલી બસને હાઈજેક કરી લીધી હતી. અધિક મુખ્ય સચિવ(ગૃહ) અવનીશ અવસ્થીએ માહિતી આપતા જણાવ્યુ કે બસના ડ્રાઈવર અને બધા મુસાફરો સુરક્ષિત છે અને ઝાંસી જિલ્લામાં મળ્યા છે તેમજ બસ પણ મળી આવી છે.

આગ્રાના એસએસપીએ આપી માહિતી

આગ્રાના એસએસપીએ આપી માહિતી

આગ્રા જિલ્લાના એસએસપી બબલુ સિંહે મીડિયાને માહિતી આપીને જણા્યુ કે મંગળવારે મોડી સાંજે એક ખાનગી સ્લીપર બસ ગુરુગ્રામથી 34 મુસાફરોને લઈને મધ્ય પ્રદેશના પન્ના, અમાનગંજ જિલ્લા માટે નીકળી હતી. બસ આગ્રા જિલ્લાના મલપુરા પોલિસ સ્ટેશન વિસ્તારના દક્ષિણ બાયપાસ પહોંચી તો અહીં પહેલેથી ઉભેલી બે જાઈલો કાર સવાર લોકોએ બસને ઘેરી લીધી. તેમણે બસના ડ્રાઈવરને નીચે ઉતરવા માટે કહ્યુ પરંતુ ડ્રાઈવરે બસને ન રોકી. ત્યારબાદ જાઈલો સવારોએ સ્લીપર બસને ઓવરટેક કરીને રોકી દીધી અને ડ્રાઈવર અને કંડક્ટરને બળજબરીથી ઉતારી દીધા અને જાઈલોમાં બેસાડી દીધા.

ડ્રાઈવર અને કંડક્ટરે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ કરી

ડ્રાઈવર અને કંડક્ટરે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ કરી

બસમાં ચાર સાથી બેસી ગયા અને ખુદ જ બસને ચલાવવા લાગ્યા. ચાલકના જણાવ્યા મુજબ અહીંથી તે બસને ગ્વાલિયર રોડ પર ઉતારીને સૈયા લઈ ગયા. સૈયાથી ફતેહાબાદ થઈને લખનઉ એક્સપ્રેસ વે પર પહોંચ્યા. અહીં એક્સપ્રેસ વેની નીચે સ્થિત ઢાબા પર જમ્યા. સવારીઓને પૈસા પાછા અપાવ્યા અને સવારીઓ સહિત બસ લઈને પછી જતા રહ્યા. ડ્રાઈવર અને કંડક્ટરને દિલ્લી-કાનપુર હાઈવે પર કુબેરપુર પાસે છોડી દીધા. સવારે ચાર વાગે ડ્રાઈવર અને કંડક્ટરે મલપુરા પોલિસ સ્ટેશન પહોંચીને ઘટનાની માહિતી પોલિસને આપી.

શ્રી રામ ફાઈનાન્સ કંપની પર કેસ

શ્રી રામ ફાઈનાન્સ કંપની પર કેસ

એસએસપી બબલુ સિંહે જણાવ્યુ કે બસ યાત્રીઓ સુધી આગ્રા પોલિસ પહોંચી ગઈ છે. બધા મુસાફરો ઝાંસી પાસે મળ્યા છે. પોલિસે મુસાફરો સાથે વાત કરી છે અને ચિંતાની કોઈ વાત નથી. કેસની તપાસ કરતા જાણવા મળ્યુ કે કેસ ફાઈનાન્સનો હપ્તો ન ચૂકવવા અંગેનો છે. કેસમાં શ્રી રામ ફાઈનાન્સ કંપની પર કેસ કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે બસ માલિકનુ એક દિવસ પહેલા જ કોરોના સંક્રમણથી મોત થયુ છે.

સુશાંત કેસઃ SCએ પટનાની FIR યોગ્ય ગણાવી, CBI તપાસના આદેશસુશાંત કેસઃ SCએ પટનાની FIR યોગ્ય ગણાવી, CBI તપાસના આદેશ

English summary
Agra bus high jack case: Driver and 34 passengers are safe in Jhansi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X