For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેલમાં બંધ ક્રિશ્ચિયન મિશેલની પૂછપરછ કરવા માટે ઈડીને મળી મંજૂરી

ઓગસ્ટા વેસ્ટલેન્ડ મામલે તિહાર જેલમાં બંધ કથિત વચેટિયા ક્રિશ્ચિયન મિશેલની પૂછપરછ કરવાની મંજૂરી ઈડીને મળી ગઈ છે.

|
Google Oneindia Gujarati News

ઓગસ્ટા વેસ્ટલેન્ડ મામલે તિહાર જેલમાં બંધ કથિત વચેટિયા ક્રિશ્ચિયન મિશેલની પૂછપરછ કરવાની મંજૂરી ઈડીને મળી ગઈ છે. મંગળવારે સીબીઆઈ કોર્ટે ઈડીની અરજી પર સુનાવણી કરીને મિશેલની પૂછપરછની અનુમતિ આપી દીધી છે. આ પહેલા સોમવારે ઈડીએ ક્રિશ્ચિયન મિશેલની પૂર્વ પત્ની સાથે સંબંધિત મેસર્સ એસસીઆઈ સોલેમના નામ પર ફ્રાંસના 45 એવન્યુ વિક્ટર હ્યુગો, પેરિસમાં અચળ સંપત્તિને ટાંચમાં લીધી છે.

Christian Michel

તમને જણાવી દઈએ કે ઈડી મિશેલની ફરીથી પૂછપરથ કરવા ઈચ્છે છે. એટલા માટે તેણે સીબીઆઈ કોર્ટ સામે અરજી કરીને આની મંજૂરી માંગી હતી. આ પહેલા ક્રિશ્ચિયન મિશેલની પૂછપરછ મામલે દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટે તિહાર જેલ પ્રશાસનને નોટિસ પાઠવી હતી. મિશેલ હાલમાં તિહાર જેલમાં બંધ છે. મિશેલના વકીલના એ આરોપ બાદ જાહેર કરવામાં આવ્યુ છે જેમાં જેલની અંદર મિશેલને માનસિક રીતે હેરાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ગોટાળામાં વચેટિયાની ભૂમિકા નિભાવનાર મિશેલના દૂબઈથી પ્રત્યાર્પણ બાદ ગયા વર્ષે 22 ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. મિશેલ એ ત્રણ કથિત વચેટિયામાં શામેલ છે જેમની સામે ગોટાળાની તપાસ ઈડી અને સીબીઆઈ કરી રહી છે. મિશેલ પર આરોપ છે કે તે પોતાના બે સાથીઓ ગુઈદો હાશ્કે અને કાર્લો ગેરેસા સાથે મળીને આ ગુનાહિત ષડયંત્ર રચ્યુ હતુ. અત્યાર સુધીની તપાસમાં ઈડીને માલુમ પડ્યુ છે કે મિશેલ પોતાની દૂબઈની કંપની ગ્લોબલ સર્વિસીઝના માધ્યમથી દિલ્લીની એક કંપનીને શામેલ કરી હતી અને પછી ત્યારબાદ તેણે ઓગસ્ટા વેસ્ટલેન્ડથી લાંચ લીધી.

આ પણ વાંચોઃ માયાવતીનું મોટુ એલાન- કોંગ્રેસ સાથે કોઈ પણ રાજ્યમાં નહિ થાય ગઠબંધનઆ પણ વાંચોઃ માયાવતીનું મોટુ એલાન- કોંગ્રેસ સાથે કોઈ પણ રાજ્યમાં નહિ થાય ગઠબંધન

English summary
Agusta Westland case: CBI Court allows ED to further question Christian Michel in Tihar Jail
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X