For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત બાયોટેકની ‘Covaxin’ના ટ્રાયલ માટે એમ્સને સ્વયંસેવકો જ નથી મળી રહ્યા

ભારત બાયોટેકની ‘Covaxin’ના ટ્રાયલ માટે એમ્સને સ્વયંસેવકો જ નથી મળી રહ્યા

|
Google Oneindia Gujarati News

Coronavirus Vaccine News in Gujarati: કોરોના વાયરસ મહામારી સામે આખા દેશમાં રસીકરણના અભિયાનને લઈ તૈયારીઓ તેજીથી ચાલી રહી છે અને માનવામાં આવી રહ્યું છે કે જાન્યુઆરીથી પહેલા તબક્કા અંતર્ગત કોરોના વાયરસ વેક્સીન આપવાનું કામ શરૂ કરી દેવામાં આવશે. આ તૈયારીઓ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઈએ કે દિલ્હી સ્થિત ઑલ ઈન્ડિયા ઈન્ટીટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સને ભઆરત બાયોટેક અને આઈસીએમઆર દ્વારા વિકસિત કરવામા આવેલ વેક્સીન Covaxinના ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે પર્યાપ્ત સંખ્યામાં વૉલંટિયર નથી મળી રહ્યા. એમ્સના અધિકારીઓનું માનવું છે કે લોકો એવું વિચારી રહ્યા છે કે જલદી જ કોરોનાની વેક્સીન આવશે, અને માટે જ તેઓ ટ્રાયલનો ભાગ બનવા માટે તૈયાર નથી.

corona vaccine

જણાવી દઈએ કે દિલ્હીની એમ્સ એવી જગ્યાઓમાની એક છે જ્યાં Covaxinના અંતિમ તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે. આ વેક્સીનના ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે 1500 વૉલેન્ટિયર્સની જરૂરત છે. એમ્સના પ્રોફેસર અને વેક્સીન ટ્રાયલના મુખ્ય તપાસકર્તા ડૉ સંજય રાયે જણાવ્યું કે કોવેક્સીનના અંતિમ તબક્કાના ટ્રાયલ માટે અમને 1500થી 20000 વૉલેન્ટિયર્સની જરૂરત છે, પરંતુ હજી સુધી અમારી પાસે માત્ર 200ની જ સંખ્યા થઈ શકી છે. લોકો એમ વિચારીને ટ્રાયલનો ભાગ બનવા માટે તૈયાર નથી કે કોરોના વેક્સીન જલદી જ ઉપલબ્ધ થઈ જશે તો પછી ટ્રાયલમાં ભાગ શા માટે લેવો.

આગલા 6 મહિનામાં તૂટી શકે છે કોરોના સંક્રમણની ચેઈન, AIIMSના ડાયરેક્ટરે આપ્યા રાહતના સમાચારઆગલા 6 મહિનામાં તૂટી શકે છે કોરોના સંક્રમણની ચેઈન, AIIMSના ડાયરેક્ટરે આપ્યા રાહતના સમાચાર

6 મહિનામાં કોરોનાના 60 કરોડ ડોઝ અપાશે

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના રસીકરણ અભિયાનને લઈ સરકાર પહેલેથી જ તૈયારી શરૂ કરી ચૂકી છે. સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે પહેલા તબક્કા અંતર્ગત દેશના એવા 30 લોકોને વેક્સીન આપવામાં આવશે જેઓ કોઈ ગંભીર બીમારીથી પીડિત છે. બુધવારે એમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે અમે લોકો આગલા 6 મહિનામાં 30 કરોડ લોકોને કોરોના વાયરસનો 60 કરોડ ડોઝ આપવાનું લક્ષ્ય હાંસ લેશું.

English summary
AIIMS not getting volunteers for India Biotech's 'Covaxin' trial
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X