For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યા વિવાદઃ મધ્યસ્થોમાં શ્રી શ્રી રવિશંકરના શામેલ થવા પર શું બોલ્યા ઓવેસી?

અયોધ્યા કેસની મધ્યસ્થતામાં શ્રી શ્રી રવિશંકરને શામેલ કરવા પર આઈઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવેસીએ પણ આના પર પ્રતિક્રિયા આપી છે.

|
Google Oneindia Gujarati News

અયોધ્યા વિવાદ પર સુનાવણી કરીને સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ કેસને મધ્યસ્થતા માટે મોકલી દીધો. અયોધ્યા કેસની મધ્યસ્થતા માટે સુપ્રીમ કોર્ટે રિટાયર્ડ જસ્ટીસ ખલીફૂલ્લાની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની પેનલની રચના કરી છે. આ પેનલમાં જસ્ટીસ ખલીફૂલ્લા (રિટાયર્ડ) ઉપરાંત આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર અને શ્રીરામ પંચુ પણ શામેલ છે. વળી, સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તમામ રાજકીય દળો તરફથી પ્રતિક્રિયા આવી રહી છે. આઈઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવેસીએ પણ આના પર પ્રતિક્રિયા આપી છે.

asaduddin owaisi

અસદુદ્દીન ઓવેસીએ મધ્યસ્થોમાં શ્રી શ્રી રવિશંકરનું નામ શામેલ થવા પર પોતાની પ્રતિક્રિયા આપી. ઓવેસીએ કહ્યુ, 'શ્રી શ્રી રવિશંકરે પહેલા કહ્યુ હતુ કે જો મુસ્લિમ (વિવાદિત ભૂમિ) પર પોતાનો દાવો નહિ છોડે તો ભારત સીરિયા બની જશે. માટે સુપ્રીમ કોર્ટે કોઈ તટસ્થ વ્યક્તિને મધ્યસ્થતા માટે નિયુક્ત કર્યા હોત તો સારુ રહેત.' તમને જણાવી દઈએ કે શ્રી શ્રી રવિશંકર આર્ટ ઑફ લિવિંગ નામની સંસ્થાના સંસ્થાપક છે. આર્ટ ઑફ લિવિંગની મદદથી ઘણી હોસ્પિટલો પણ ચલાવે છે.
વળી, સુપ્રીમ કોર્ટ દ્વારા મધ્યસ્થતા માટે પેનલની રચના કરવાના નિર્ણય પર બાબરી મસ્જિદ એક્શન કમિટીના સંયોજક જફરયાબ જિલાનીની પ્રતિક્રિયા પણ આવી છે. તેમણે કહ્યુ, 'અમે પહેલા પણ કહી ચૂક્યા છે કે અમે મધ્યસ્થતામાં સહયોગ કરવા તૈયાર છે. હવે આ કેસમાં અમારે જે કંઈ પણ કહેવાનુ છે તે અમે મધ્યસ્થતા પેનલને કહીશુ, આના પર બહાર કંઈ નહિ કહીએ.'

આ ચુકાદા પર જસ્ટીસ ખલીફૂલ્લા (રિટાયર્ડ)ની પહેલી પ્રતિક્રિયા પણ આવી છે. તેમણે કહ્યુ, 'હું સમજુ છુ કે એસસીએ મારી અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે. મને હજુ સુધી આદેશની પ્રત મળી નથી. હું કહી શકુ કે જો સમિતિની રચના કરવામાં આવી છે તો અમે આ મુદ્દાને ઉકેલવા માટે દરેક સંભવ પ્રયત્ન કરીશુ.'

આ પણ વાંચોઃ INTERVIEW: મને લાગે છે કે સફળતાથી મોટો તમાચો બીજો શું હોઈ શકેઃ તાપસી પન્નુઆ પણ વાંચોઃ INTERVIEW: મને લાગે છે કે સફળતાથી મોટો તમાચો બીજો શું હોઈ શકેઃ તાપસી પન્નુ

English summary
AIMIM Chief Asaduddin Owaisi on SC order in Ayodhya case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X