For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના યોદ્ધાઓના પ્રયાસો અને બલિદાનો માટે ફૂલોની વર્ષા કરશે વાયુસેનાના વિમાન

કાલે એટલે કે રવિવારે દેશના ઘણા સ્થળો પર ભારતીય વાયુસેનાના લડાકુ તેમજ પરિવહન વિમાન ફ્લાઈપાસ્ટ કરશે.

|
Google Oneindia Gujarati News

કાલે એટલે કે રવિવારે દેશના ઘણા સ્થળો પર ભારતીય વાયુસેનાના લડાકુ તેમજ પરિવહન વિમાન ફ્લાઈપાસ્ટ કરશે. ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવતા ફ્લાઈપાસ્ટના સાક્ષી ભારતના ઉત્તરથી દક્ષિણી ક્ષેત્ર અને પૂર્વથી પશ્ચિમી છેડે હાજર બધા બની શકશે. આ ફ્લાઈપાસ્ટમાં ભારતીય વાયુસેનાના હેલાકોપ્ટર પણ શામેલ હશે.

આરોગ્યકર્મીઓનો આભાર વ્યક્ત કરશે

આરોગ્યકર્મીઓનો આભાર વ્યક્ત કરશે

ભારતીય વાયુસેનામાં જનસંપર્ક અધિકારી કર્નલ અમન આનંદની સૂચના મુજબ વાયુસેનાના લડાકુ અને પરિવહન વિમાન શ્રીનગરથી તિરુવનંતપુરમ અને દિબ્રુગઢથી કચ્છના મુખ્ય શહેરોને કવર કરશે અને કોરોના વાયરસના દર્દીઓની રક્ષામાં જોડાયેલા આરોગ્યકર્મીઓનો આભાર વ્યક્ત કરશે.

ફૂલોની પાંખડીઓની વર્ષા કરશે

ફૂલોની પાંખડીઓની વર્ષા કરશે

વાસ્તવમાં પીઆરઓ કર્નલ અમન આનંદના જણાવ્યા મુજબ ભારતીય વાયુસેના અને ભારતીય વાયુસેનાના હેલીકોપ્ટર વિવિધ શહેરોમાં કોરોનાના રોગીઓનો ઈલાજ કરનાર હોસ્પિટલો માટે ઉડાન ભરશે અને કોરોના યોદ્ધાઓના પ્રયાસો અને બલિદાનને શ્રદ્ધાંજલિ રૂપે ફૂલોની પાંખડીઓની વર્ષા કરશે.

7516 કિમીના સમુદ્ર તટને કવર કરશે

7516 કિમીના સમુદ્ર તટને કવર કરશે

ભારતીય તટરક્ષક અધિકારીના જણાવ્યા મુજબ રવિવારે 46 આઈસીજી જહાજ 7516 કિમીના સમુદ્ર તટને કવર કરીને 25 સ્થળો પર રોશની, દરેક રંગના ફ્લેયર્સ અને સાઉન્ડ જહાજોને લઈ જશે અને લગભગ 10 હેલીકોપ્ટર 5 સ્થળોએ હોસ્પિટલો પર ફૂલોની પાંખડીઓની વર્ષા કરશે.

અન્ય દેશોની તુલનામાં સફળ

અન્ય દેશોની તુલનામાં સફળ

ઉલ્લેખનીય છે કે એક એવા સમયમાં જ્યારે દેશ કોરોના વાયરસને હરાવવામાં લગભગ સફળ રહ્યુ છે અને બીજા અન્ય દેશોની તુલનામાં સંક્રમણ અને સંકમણથી થતા મોતને રોકવામાં હદ સુધી સફળ રહ્યુ છે જેમાં મુખ્ય રીતે કોરોના વૉરિયર્સ એટલે કે આરોગ્યકર્મીઓનુ યોગદાન છે. સંભવતઃ વાયુસેનાએ આભાર વ્યક્ત કરવા માટે આ યોજના તૈયાર કરી છે.

આ પણ વાંચોઃ બીજા રાહત પેકેજની તૈયારીમાં સરકાર, નાણામંત્રીને મળ્યા પીએમ મોદીઆ પણ વાંચોઃ બીજા રાહત પેકેજની તૈયારીમાં સરકાર, નાણામંત્રીને મળ્યા પીએમ મોદી

English summary
Air force aircraft will pay tribute to corona warriors for their efforts and sacrifies
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X