For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

US ફેડરલના પગલે એર ઇન્ડિયાએ ડ્રીમલાઇનરની 6 ઉડાનો રદ કરી

|
Google Oneindia Gujarati News

boing-airplane
વૉશિંગ્ટન/મુંબઇ, 17 જાન્યુઆરી : યુનાઇડેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (USA) સ્થિત એજન્સી ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા બુધવારે અમેરિકા સ્થિત તમામ એરલાઇન્સને ડ્રીમલાઇનર તરીકે પ્રખ્યાત બોઇંગ 787ની તમામ ઉડાન રદ કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશને પગલે ભારતમાં પણ એર ઇન્ડિયાએ તેની તમામ 6 ડ્રીમલાઇનર ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે.

આ અંગે ભારતના એવિએશન મિનિસ્ટર અજિત સિંહે જણાવ્યું કે "અમે એફએફએ દ્વારા સુરક્ષા કારણોસર લેવામાં આવેલા પગલાનું અનુકરણ કર્યું છે. અમે યુએસએની એજન્સીના સતત સંપર્કમાં છીએ. તેમની તરફથી ઉડાનની મંજૂરી મળ્યા બાદ જ અમે અહીં ડ્રીમલાઇનરને ઉડાવવાની અનુમતિ આપીશું."

ઉલ્લેખનીય છે કે 16 જાન્યુઆરી, 2013 બુધવારના રોજ ડ્રીમલાઇનરની ફ્લાઇટમાં સુરક્ષા મુદ્દે તકલીફો ઉભી થતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના પગલે તમામ ફ્લાઇટ્સની ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવામાં આવી હતી. FAAએ દ્વારા આ પગલું બુધવારે જાપાનની બે અગ્રણી એરલાઇન્સ નિપ્પોન અને જાપાન એરલાઇન્સ દ્વારા તેમના ડ્રીમલાઇનસ્રનું તત્કાલ લેન્ડિંગ કરાવવાના લીધેલા પગલા બાદ આવ્યો હતો. તેમની ફ્લાઇટ્સમાં બેટરી પ્રોબ્લેમ સર્જાયો હતો અને તેમાંથી ધૂમાડો બહાર નીકળતો હતો. એક્સપર્ટે ડ્રીમલાઇનરની લિથિયમ-ઇઓન બેટરીમાં અગ્નિદાહક પ્રવાહીનું ગળતર થવાની સમસ્યા શોધી હતી.

વર્તમાન સમયમાં લગભગ 50 ડ્રીમલાઇનર્સની ઉડાનો રદ કરવામાં આવી છે. જ્યાં સુધી સમસ્યાનું યોગ્ય નિરાકણ નહીં આવે અને સુરક્ષાની ખાતરી નહીં થાય ત્યાં સુધી તેની ઉડાન શરૂ કરવામાં આવશે નહીં.

દુનિયાનાં સૌથી મોટા અને શાનદાર ગણાતા બોઈંગનાં ડ્રીમલાઈનર વિમાનની મુસીબતો વધવાના કિસ્સામાં વધારો થતા ભારતે પણ એક મહત્વપૂર્ણ નિર્ણય લઇને આજે ગુરૂવારે એર ઈન્ડિયાનાં 6 ડ્રીમલાઈનર વિમાનનાં ઉડવા પર રોક લગાવી દીધી છે. અન્ય દેશોમાં ડ્રીમલાઈનર સાથે જોડાયેલી સમસ્યાઓ સામે આવી હતી જેને જોતા ડીજીસીએએ ભારતમાં આનાં ઉડવા પર રોક લગાવી છે.

ગત વર્ષે એર ઈન્ડિયાએ તેના વિમાનોના કાફલામાં સામેલ કરવા માટે વિમાન ઉત્પાદક કંપની બોઈંગ પાસેથી 256 બેઠકોવાળા 27 ડ્રીમલાઈનર વિમાનોની ખરીદી કરી હતી.

English summary
The Federal Aviation Administration (FAA) in the USA on Wednesday ordered all US-based airlines to ground the Boeing 787, popularly called the Dreamliner, due to safety hazard. Air India, which is among those few Asian airlines that boast of the Boeing 747, also grounded six Dreamliners, sources said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X