For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના લૉકડાઉનઃ એર ઈન્ડિયાએ 30 એપ્રિલ સુધી ટાળ્યા બધા બુકિંગ

એર ઈન્ડિયાએ જણાવ્યુ કે બધુ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય માર્ગો માટે બુકિંગ આજથી 30 એપ્રિલ સુધી બંધ રહેશે.

|
Google Oneindia Gujarati News

દેશભરમાં કોરોના વાયરસના વધતા કેસો વચ્ચે સરકારે લૉકડાઉનનુ એલાન કર્યુ છે, જેના કારણે દેશની અંદર પરિવહન સેવાઓને 14 એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવી છે. એર ઈન્ડિયાએ જણાવ્યુ કે બધુ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય માર્ગો માટે બુકિંગ આજથી 30 એપ્રિલ સુધી બંધ રહેશે. તે 14 એપ્રિલ બાદની સ્થિતિ માટે લેવાનાર નિર્ણય સુધી રાહ જોશે. તમને જણાવી દઈએ કે 24 એપ્રિલે લગાવવામાં આવેલ 21 દિવસનુ દેશવ્યાપી લૉકડાઉન 14 એપ્રિલની રાતે ખતમ થવાનુ છે.

30 એપ્રિલ સુધી બુકિંગ નહિ

30 એપ્રિલ સુધી બુકિંગ નહિ

એર ઈન્ડિયાએ કહ્યુ છે કે ‘તેની ઉડાનો માટે 30 એપ્રિલ સુધી બુકિંગ નહિ થઈ શકે અને આમાં ઘરેલુ તેમજ આંતરરાષ્ટ્રીય બધા પ્રકારની ઉડાનો શામેલ હશે. એર ઈન્ડિયાના જણાવ્યા મુજબ, અમે 14 એપ્રિલ બાદના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.' આ પહેલા ગુરુવાર 2 એપ્રિલના રોજ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યુ હતુ કે 14 એપ્રિલ બાદ માટે ફ્લાઈટ્સની બુકિંગ શરૂ કરવામાં આવી શકે છે. પુરીએ કહ્યુ હતુ કે મંત્રાલય એ વાતને આધાર માનીને ચાલી રહ્યુ છે કે લૉકડાઉન 14 એપ્રિલ સુધી છે.

200 અસ્થાયી કર્મચારીઓના કોન્ટ્રાક્ટ સસ્પેન્ડ કરી દીધા

200 અસ્થાયી કર્મચારીઓના કોન્ટ્રાક્ટ સસ્પેન્ડ કરી દીધા

આ પહેલા એર ઈન્ડિયાએ ગુરુવારે પોતાના લગભગ 200 અસ્થાયી કર્મચારીઓના કોન્ટ્રાક્ટ સસ્પેન્ડ કરી દીધા જેમાં અમુક પાયલટ પણ છે. સેવાનિવૃત્ત થયા બાદ આ કર્મીઓને ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા હતા. કોરોના વાયરસના કારણે દેશવ્યાપી બંધના કારણે દેશમાં 14 એપ્રિલ સુધી બધી ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ઉડાનો રદ છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે બધા વિમાનોનુ સંચાલન બંધ છે જેનાથી એરલાઈનની આવકમાં છેલ્લા અમુક અઠવાડિયામાં મોટો ઘટાડો નોંધાયો છે. આને જોતા એરલાઈને અમુક પાયલટો સહિત 200 કર્મીઓના કોન્ટ્રાક્ટ સસ્પેન્ડ કરી દીધા છે જેમને સેવા નિવૃત્તિ બાદ નિયુક્ત કરવામાં આવ્યા હતા.

કોરોનાના દર્દીની સંખ્યા વધી રહી છે

ભારતમાં કોરોનાના દર્દીઓની વધતી સંખ્યાને જોતા એ રિપોર્ટ આવી રહ્યા હતા કે સરકાર લૉકડાઉન વધારવા પર વિચાર કરી શકે છે. જો કે સરકારના સ્પષ્ટીકરણ બાદ લૉકડાઉન પર અસમંજસ ખતમ થઈ ગયુ છે. ભારતમાં કોરોનાના અત્યાર સુધી 2,547 દર્દી સામે આવ્યા છે જ્યારે 62 લોકોના આ ઘાતક બિમારીથી મોત થયા છે.

આ પણ વાંચોઃ લૉકડાઉન ન લંબાયુ તો 14 એપ્રિલ બાદ શરૂ થઈ શકે છે ઘરેલુ ઉડાનો માટે બુકિંગઆ પણ વાંચોઃ લૉકડાઉન ન લંબાયુ તો 14 એપ્રિલ બાદ શરૂ થઈ શકે છે ઘરેલુ ઉડાનો માટે બુકિંગ

English summary
air india closed all flight bookings till 30th april due to coronavirus lockdown
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X