For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉન દરમિયાન સિંગાપુરથી છાત્રોને લઈને દિલ્લી પહોંચી એર ઈન્ડિયા ફ્લાઈટ

દુનિયાના ઘણા ભાગોમાં લૉકડાઉન વચ્ચે સિંગાપુરથી પાછા લાવવામાં આવી રહેલ ભારતીયોની બીજી બેચને આજે દિલ્લી લાવવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસ(કોવિડ-19)નુ સંકટ અત્યારે આખી દુનિયા સહન કરી રહી છે. દુનિયાના ઘણા ભાગોમાં લૉકડાઉન વચ્ચે સિંગાપુરથી પાછા લાવવામાં આવી રહેલ ભારતીયોની બીજી બેચને આજે દિલ્લી લાવવામાં આવી છે. ત્યારબાદ બધા લોકોનો મેડીકલ ટેસ્ટ કરાવવામાં આવી રહ્યો છે. સરકારનુ કહેવુ છે કે વિદેશથી આવલે બધા લોકોને 14 દિવસ માટે ક્વૉરંટીન કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે વંદે ભારત મિશન હેઠળ વિદેશથી ભારતીયોનો આવવાનો સિલસિલો ચાલુ છે.

singapore

સિંગાપુરથી ભારતીયોની વાપસી પર વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યુ કે સિંગાપુરથી એર ઈન્ડિયાનુ AI381 વિમાન હમણા દિલ્લી પહોંચ્યુ છે. વિદેશથી આવતા બધા ભારતીયોનુ સ્વાગત છે. હું દિલ્લી સરકાર અને બધા વિભાગોનો સહયોગ અને મદદ માટે આભાર માનુ છુ. વંદે ભારત મિશનના બીજા દિવસે એટલે કે આજે એર ઈન્ડિયાના 5 વિમાન ભારતીયોને લઈને પાછા આવી રહ્યા છે. આમાં સિંગાપુર-દિલ્લી ફ્લાઈટ આવી ગઈ છે. આ ઉપરાંત ઢાકા-શ્રીનગરની ફ્લાઈટ પણ આવશે. જેમાં 165 છાત્રો સવાર હશે. વળી, 145 ભારતીયોને જથ્થો રાતે 8.30 વાગે લગભગ રિયાદથી કોઝિકોડ પહોંચશે. માહિતી મુજબ 177 મુસાફરોની બેચરાતે 11.30 વાગે બહેરીનથી કોચિ પહોંચશે. આ ઉપરાંત ઘણા દેશોમાં ફસાયેલા ભારતીયોને પણ પાછા લાવવામાં આવી રહ્યા છે.

દેશમાં કોરોના વાયરસના કેસની વાત કરીએ તો કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે શુક્રવારે સવારે જણાવ્યુ કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 3390 નવા કેસ સામે આવ્યા છે અને 103 લોકોના મોત થયા છે. આરોગ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ દેશભરમાં કોરોના વાયરસના કેસ વધીને 56942 થઈ ગયા છે અને કોવિડ-19થી અત્યાર સુધી 1886 લોકોના મોત થઈ ચૂક્યા છે. કોરોનાથી કુલ 56342 કેસોમાં 37916 સક્રિય કેસ છે. વળી, 16539 લોકોને હોસ્પિટલમાંથી છુટ્ટી મળી ગઈ છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો સૌથી વધુ કહેર જોવા મળી રહ્યો છે. સૌથી વધુ પ્રભાવિત શહેર મુંબઈ છે. કોરોનાના કુલ કેસોમાંથી 694 લોકોના મોત થયા છે. વળી, 3301 લોકો સંપૂર્ણપણે રિકવર થઈ ચૂક્યા છે અને તેમને છુટ્ટી આપી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ પરીક્ષા આપ્યા વિના જ પાસ થશે કોલેજ અને યુનિવર્સિટીના છાત્રોઆ પણ વાંચોઃ પરીક્ષા આપ્યા વિના જ પાસ થશે કોલેજ અને યુનિવર્સિટીના છાત્રો

English summary
air india flight carrying indians from singapore arrive in delhi amid coronavirus lockdown
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X