
યુક્રેનથી લગભગ 242 મુસાફરોને લઈને એર ઈન્ડિયાની ફ્લાઈટ પહોંચી દિલ્લી
નવી દિલ્લીઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ સંઘર્ષ વચ્ચે અન્ય દેશોએ પોતાના નાગરિકોને પાછા લાવવાનુ શરુ કરી દીધુ છે. આ દરમિયાન યુક્રેનથી 240થી વધુ ભારતીય નાગરિકોને લઈને એર ઈન્ડિયાનુ એક વિમાન ગઈ કાલે રાતે 11.30 વાગ્યા આસપાસ દિલ્લી એરપોર્ટ પર ઉતર્યુ. યુક્રેન અને રશિયા વચ્ચે વધતા તણાવ વચ્ચે કાલે સવારે એર ઈન્ડિયાનુ વિશેષ વિમાન યુક્રેન રવાના કરી દેવામાં આવ્યુ હતુ. ભારતે આ વિશેષ અભિયાન માટે 200થી વધુ સીટોવાળા ડ્રીમલાઈનર બી-787 વિમાનને તૈનાત કર્યા છે.
યુક્રેન માટે એર ઈન્ડિયાના વિમાને પહેલી ઉડાન ગઈ કાલે સવારે 7.30 વાગે ભરી હતી. આ ફ્લાઈટ યુક્રેનના ખાર્કિવથી લગભગ 242 ભારતીય છાત્રોને લઈને મંગળવારે રાતે લગભગ 11.30 વાગે દિલ્લી એરપોર્ટ પર પહોંચ્યુ. અધિકારીઓએ જણાવ્યુ કે વિમાન એઆઈ 1946એ 240થી વધુ મુસાફરોને પાછા લીધા. અધિકારીઓએ જણાવ્યુ કે આણે કીવના બૉરિસ્પિલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી સાંજે લગભગ 6 વાગે ઉડાન ભરી.
યુક્રેનથી દિલ્લી પહોંચેલા એક મેડિકલ છાત્રએ જણાવ્યુ કે યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યુ છુ. ભારત પહોંચીને રાહત અનુભવુ છુ. પરિવારવાળાને પણ મુશ્કેલી થઈ રહી હતી હવે એ લોકો ખુશ છે. વળી, યુ્ક્રેનમાં એમબીબીએસ કરી રહેલા એક ભારીતય છાત્ર કૃષ રાજે દિલ્લી એરપોર્ટ પર ઉતર્યા બાદ કહ્યુ કે હું સીમા ક્ષેત્રથી ખૂબ જ દૂર હતો માટે ત્યાં સ્થિતિ સામાન્ય હતી. ભારતીય દૂતાવાસ દ્વારા જાહેર કરાયેલ એડવાઈઝરી બાદ પાછો આવ્યો છુ.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા અનુસાર અમુક અન્ય ભારતીય ઑપરેટરો પાસે પણ માંગના આધારે યુક્રેન માટે ઉડાનો સંચાલિત કરવાની આશા છે. હાલના સપ્તાહમાં, યુક્રેન અને રશિયા વચ્ચે તણાવ વધી રહ્યો છે. યુક્રેનમાં ચાલી રહેલ ઉચ્ચ સ્તરીય તણાવને જોતા ભારતે વધુ ઉડાનોને સંચાલિત કરવાનો નિર્ણય કર્યો છે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસ મુજબ કીવથી દિલ્લી માટે વધુ ઉડાનો 25 ફેબ્રુઆરી, 27 ફેબ્રુઆરી(બે ઉડાન) અને 6 માર્ચ, 2022ના રોજ સંચાલિત થશે.