વંદે ભારત મિશનઃ 9 દિવસમાં 14 હજાર ભારતીયોને એરલિફ્ટ કરશે એર ઈન્ડિયા, જુઓ શિડ્યુલ
વંદે ભારત મિશન હેઠળ 9 દિવસમાં 12 દેશોમાં ફસાયેલા 14 હજાર ભારતીયોને એર લિફ્ટ કરવામાં આવશે.
ચીનથી શરૂ થયેલ કોરોના વાયરસે આખી દુનિયાને પોતાની ચપેટમાં લઈ લીધુ છે. અત્યાર સુધી લગભગ 40 લાખ લોકો આની ચપેટમાં આવી ચૂક્યા છે. આ મહામારીના કારણે ઘણા દેશોએ લૉકડાઉન રાખ્યુ છે. જેના કારણે ત્યાં મોટી સંખ્યામાં ભારતીયો ફસાયેલા છે. જેમને પાછા લાવવા માટે ભારત સરકારે વંદે ભારત મિશન લૉન્ચ કર્યુ છે. આ મિશન હેઠળ 9 દિવસમાં 12 દેશોમાં ફસાયેલા 14 હજાર ભારતીયોને એર લિફ્ટ કરવામાં આવશે.

12 દેશો માટે 64 ફ્લાઈટોનુ સંચાલન
વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ 7મેથી 15 મે સુધી બીજા દેશમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવાનુ કામ કરવામાં આવશે. આ દરમિયાન એર ઈન્ડિયા 12 દેશો માટે 64 ફ્લાઈટોનુ સંચાલન કરશે. એર ઈન્ડિયાએ પોતાનુ બુકિંગ શરૂ કરી દીધુ છે જે પાછા આવવા ઈચ્છે છે તે ટિકિટ બુક કરાવી શકે છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ આ મિશન હેઠળ કમસે કમ એક વર્ષના વિઝાવાળા ભારતીય નાગરિકોને પણ યાત્રા કરવાની અનુમતિ આપવામાં આવશે.

યાત્રાનો આખો ખર્ચ મુસાફરોએ ઉઠાવવાનો
એર ઈન્ડિયાા જણાવ્યા મુજબ યુએસ, બાંગ્લાદેશ, સિંગાપુર, સઉદી અરબ, યુએઈ, મલેશિયા વગેેર દેશોથી ફ્લાઈટોનુ સંચાલન થશે. ઘણી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટો ઘરેલુ ક્ષેત્રો જેવા કે દિલ્લી-શ્રીનગર, મુંબઈ-અમદાવાદ, દિલ્લી-હૈદરાબાદ, દિલ્લી-અમદાવાદ, કોચીન-ચેન્નઈ, દિલ્લી-ચેન્નઈને પણ કનેક્ટ કરશે. એર ઈન્ડિયાએ એ સ્પષ્ટ કરી દીધુ છે કે આ યાત્રાનો આખો ખર્ચ મુસાફરોએ ઉઠાવવાનો રહેશે.

આ લોકોને પાછા લાવશે સરકાર
1. માત્ર 12 દેશોમાં ફસાયેલા લોકોને લાવવામાં આવશે
2. જે ભારતીય નાગરિકો પાસે કમસે કમ એક વર્ષનો વિઝા છે
3. ગ્રીન કાર્ડ હોલ્ડર અને ભારતના પ્રવાસી નાગરિક
4. માન્ય પરમિટસાથે કામ કરી રહેલા હેલ્થવર્કર, જેમણે ભારતના દૂતાવાસ કે હાઈકમિશન પાસેથી મંજૂરી લીધી હોય.
સરકારે સ્પષ્ટ કરી દીધુ છે કે વિદેશથી આવતા લોકોએ બધા નિર્દેશોનુ પાલન કરવુ પડશે. ઉડાન પહેલા તેમના આરોગ્યનુ સ્ક્રીનિંગ કરવામાં આવશે. જેમાં કોરોનાના લક્ષણ નહિ દેખાય તેમને જ યાત્રા કરવાનો મોકો મળશે. વળી, ભારત પાછા આવ્યા બાદ બધાને નિયમાનુસાર ક્વૉરંટાઈન કરવામાં આવશે.
અહીં ક્લિક કરીને જુઓ એરઈન્ડિયાનુ આખુ શિડ્યુલ












Click it and Unblock the Notifications
