For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Air Pollution: આજે પણ દિલ્હીનું હવાનું સ્તર ખરાબ, શ્વાસ લેવામાં થઈ રહી છે સમસ્યા

Air Pollution: આજે પણ દિલ્હીનું હવાનું સ્તર ખરાબ, શ્વાસ લેવામાં થઈ રહી છે સમસ્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશની રાજધાનીની આબોહવા સતત ખરાબ થતી જઈ રહી છે, રવિવારે પણ દિલ્હીમાં એર ક્વૉલિટી ઈંડેક્સ ઘણું ખરાબ નોંધાયું છે, આજે પીએમ 2.5નો સ્તર 159 નોંધાયો છે, જે સારો ના કહી શકાય, અમારા સંવાદદાતાએ મોર્નિંગ વૉક પર નીકળેલા વ્યક્તિઓ સાથે વાતચીત કરી જેમાંના એકે જણાવ્યું, 'પ્રદૂષણથી શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે અને કોરોના પણ ચાલી રહ્યો છે. પ્રદૂષણ ઘટાડવા માટે સરકારે પગલાં ઉઠાવવાં જોઈએ, જો કે દિલ્હી સરકાર સતત પ્રદૂષણને નિયંત્રણમાં લાવવાની કોશિશ કરી રહી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી દિલ્હી સરકારે ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી લાગૂ કરી છે, જે અંતર્ગત દિલ્હીના વાયુ પ્રદૂષણને ઘટાડવામાં આવી શકે છે.

air pollution

દેશની રાજધાનીમાં પ્રદૂષણ ઘટાડવા માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રેડ લાઈટ ઑન, ગાડી ઑફ અભિયાનની પણ શરૂઆત કરી છે, જો કે સરકારનું કહેવું છે કે દિલ્હીમાં પ્રદૂષણ ત્યારે જ ઘટશે જ્યારે આજુબાજુના રાજ્યોાં પરાલી સળગાવવા પર પ્રતિબંધ લાગે. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે પ્રદૂષણ અને ખાસ કરીને પરાલીનું પ્રદૂષણ માત્ર દિલ્હીની સમસ્યા નથી, આ આખા ઉત્તર ભારતની સમસ્યા છે, કેમ કે આનાથી દિલ્હીની હવા ઝેરીલી થઈ રહી છે તો ત્યાં જ શનિવારે ભારતીય હવામાન ખાતાના એક અધિકારીએ કહ્યું હતું કે નોર્થ- વેસ્ટ તરફ ચાલી રહેલ હવાઓ પરાલી સળગાવવાના પગલે પેદા થતા પ્રદૂષક તત્વોને પોતાની સાથે લાવી રહી છે, જેને કારણે દિલ્હીમાં પ્રદૂષણ વધી રહ્યું છે.

ચિરાગ પાસવાનની અપીલ, ભાજપને જ આપો મત, ભાજપ-લોજપા જ બનાવશે સરકાર ચિરાગ પાસવાનની અપીલ, ભાજપને જ આપો મત, ભાજપ-લોજપા જ બનાવશે સરકાર

જણાવી દઈએ કે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS)ના ડાયરેક્ટર ડૉ રણદીપ ગુલેરિયાએ કહ્યું કે પ્રદૂષણ વધવા પર કોરોનાનો વાયરસ હવામાં વધુ સમય સુધી રહી શકે છે. જેનાથી સંક્રમણ વધવાનો ખતરો વધી જાય છે અને એવામાં રાજધાની અને આજુબાજુના શહેરોમાં પ્રદૂષણ રોકવું બહુ જરૂરી બની જાય છે. દિલ્હીમાં હાલ પ્રદૂષણનું સ્તર 'અતિ ખરાબ' શ્રેણીમાં બનેલું છે, જેને તત્કાળ પ્રભાવથી રોકવું બહુ જરૂરી છે.

English summary
Air quality in delhi enters in very poor zone
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X