For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિદેશ મંત્રાલયનું નિવેદન, મિગ 21 ક્રેશ, 1 પાયલોટ લાપતા

પુલવામાં હુમલાનો બદલો લેતા ભારતીય વાયુસેનાએ પીઓકેમાં જોરદાર એર સ્ટ્રાઇક કરીને આતંકી અડ્ડાઓને નષ્ટ કરી નાખ્યા હતા.

|
Google Oneindia Gujarati News

પુલવામાં હુમલાનો બદલો લેતા ભારતીય વાયુસેનાએ પીઓકેમાં જોરદાર એર સ્ટ્રાઇક કરીને આતંકી અડ્ડાઓને નષ્ટ કરી નાખ્યા હતા. હવે ખબર આવી રહી છે કે પાકિસ્તાની એરફોર્સના વિમાન ભારતીય સીમમાં ઘુસી આવ્યા છે. જમ્મુ કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાને હવાઈ સીમાનું ઉલ્લંઘન કર્યું છે. સૂત્રો ઘ્વારા જે જાણકારી મળી રહી છે તેના અનુસાર ભારતે પાકિસ્તાની વિમાનોને ત્યાંથી ભગાડી દીધા છે. ત્યારપછી ભારતીય વાયુસેના ઘ્વારા તેનો જડબાતોડ જવાબ આપતા બંને વિમાનોને પહેલા ભારતીય સીમાની બહાર કાઢી મુક્યા અને ત્યારપછી પાકિસ્તાનનું લડાકુ વિમાન એફ-16 તોડી પાડ્યુ. જણાવવામાં આવી રહ્યું છે કે ભારતે નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાની વિસ્તારમાં 3 કિલોમીટર અંદર જઈને તેમનું વિમાન તોડી પાડ્યું છે.

pm modi and Imran khan

આપને જણાવી દઈએ કે આતંકી કેમ્પ પર ભારતીય વાયુસેનાના હુમલાને કારણે ગુસ્સે ભરાયેલા પાકિસ્તાને 15 કરતા પણ વધારે સ્થળે સીઝફાયરનું ઉલ્લંગન કરવાના સમાચાર આવી રહ્યા છે.

Newest First Oldest First
3:40 PM, 27 Feb

વિદેશ મંત્રાલય પ્રવક્તા રવીશ કુમારે મીડિયા સાથે વાતચીત કરી, તેમને કહ્યું કે આજે સવારે પાકિસ્તાની જેટે ભારતીય સીમામાં દાખલ થવાની કોશિશ કરી આ દરમિયાન પાકિસ્તાની એફ-16 જેટને ભારતીય વાયુસેનાએ તોડી પાડ્યું.
3:27 PM, 27 Feb

પાકિસ્તાનનો દાવો, એક ભારતીય પાયલોટ તેમની કસ્ટડીમાં છે.
3:04 PM, 27 Feb

ભારતીય વાયુસેના પાયલોટ વિંગ કમાન્ડર અભિનંદને મિગ 21 જેટમાં ઉડાન ભરી હતી, તેઓ હજુ પાછા નથી આવ્યા: સૂત્ર
2:50 PM, 27 Feb

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક કેન્સલ, ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો
2:49 PM, 27 Feb

જયારે અમેરિકા પાકિસ્તાનમાં જઈને બિન લાદેનને મારી શકે તો આપણે કેમ ના મારી શકીયે: અરુણ જેટલી
2:48 PM, 27 Feb

ભારે તણાવ વચ્ચે ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પ્રભાવિત થઇ રહી છે
2:47 PM, 27 Feb

પાકિસ્તાનએ લાહોર, મુલ્તાન, ફૈસાલાબાદ, સિઆલકોટ અને ઇસ્લામાબાદ એરપોર્ટ પર તેની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન કામગીરી બંધ કરી દીધી
2:45 PM, 27 Feb

શ્રીનગરમાં સુરક્ષા કારણોસર બધી ફ્લાઈટ રોકવામાં આવી, જમ્મુ કાશ્મીર જનાર ઘણી ફ્લાઈટ રોકવામાં આવી
2:44 PM, 27 Feb

ભારતીય વાયુસેનાએ ભારતે નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાની વિસ્તારમાં 3 કિલોમીટર અંદર જઈને તેમનું વિમાન તોડી પાડ્યું છે. ખબર છે કે પાકિસ્તાની વિમાન એફ-16 પાસે એક પેરાશૂટ પણ જોવા મળ્યું.

English summary
Air Strike in Balakot pok indian air force pakistan terror camps live updates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X