For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાયુસેનાએ જૈશની છાવણીઓ પર કર્યો હુમલો, મોટી સંખ્યામાં આતંકીઓ ઠારઃ વિદેશ સચિવ

ભારતના આ એર સ્ટ્રાઈકની જાણકારી આપતા વિદેશ સચિવ વી કે ગોખલેએ મીડિયાને સંબોધિત કરી.

|
Google Oneindia Gujarati News

પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી દીધો છે. ભારતીય વાયુસેનાએ નિયંત્રણ રેખાની અંદર ઘૂસીને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના બાલાકોટમાં બોમ્બ ફેંક્યા. ભારતના આ એર સ્ટ્રાઈકની જાણકારી આપતા વિદેશ સચિવ વી કે ગોખલેએ મીડિયાને સંબોધિત કરી અને કહ્યુ કે પાકિસ્તાનની જાણકારી વિના પુલવામામાં આતંકી હુમલો સંભવ નથી. વિદેશ સચિવે કહ્યુ કે છેલ્લા 2 દશકોથી જૈશ એ મોહમ્મદ પાકિસ્તાનમાં સક્રિય છે અને જૈશે ભારતીય જવાનો પર હુમલા કરાવ્યા. પાકિસ્તાનની જાણ બહાર આ સંભવ નથી.

Vijay Gokhale

તેમણે કહ્યુ કે ભારતીય વાયુસેનાએ એલઓસીની અંદર ઘૂસીને આતંકવાદી કેમ્પો પર હવાઈ હુમલા કર્યા. તેમણે કહ્યુ કે ભારતે બાલાકોટમાં હાજર જૈશ એ મોહમ્મદના કેમ્પો પર હુમલા કર્યા. આ હવાઈ હુમલામાં જૈશ એ મોહમ્મદના ટ્રેનર અને આતંકવાદી મોટી સંખ્યામાં ઠાર મરાયા છે.

મીડિયાને સંબોધિત કરતા વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યુ કે જૈશ એ મોહમ્મદ પાકિસ્તાનમાં બે દશકથી સક્રિય છે. જૈશે સંસદ પર હુમલા કર્યા, પઠાણકોટ એરબેઝ પર હુમલા કર્યા. આ ઉપરાંત ઘણી વાર જવાનોને નિશાન બનાવવામાં આવ્યા. પાકિસ્તાન હંમેશાથી આનાથી ઈનકાર કરતુ આવ્યુ છે. પુલવામા હુમલો પણ જૈશે કર્યો અને પાકિસ્તાનની જાણ બહાર નથી કર્યો.

આ પણ વાંચોઃ ભારતમાં પહેલી વાર જાતિ-ધર્મ રહિત હોવાનું પ્રમાણપત્ર, નાસ્તિક પરિવારની પહેલઆ પણ વાંચોઃ ભારતમાં પહેલી વાર જાતિ-ધર્મ રહિત હોવાનું પ્રમાણપત્ર, નાસ્તિક પરિવારની પહેલ

English summary
Air Strike:Foreign secretary Vijay Gokhale briefs the media in Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X