For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એર સ્ટ્રાઇક પર રાજનીતિ, યેદુરપ્પાનું વિવાદિત નિવેદન

પુલવામાં આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી ઠેકાણા પર બૉમ્બ માર્યા હતા. બાલાકોટમાં ભારતની એર સ્ટ્રાઇક પછી પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવ વધી ગયો છે.

|
Google Oneindia Gujarati News

પુલવામાં આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી ઠેકાણા પર બૉમ્બ માર્યા હતા. બાલાકોટમાં ભારતની એર સ્ટ્રાઇક પછી પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવ વધી ગયો છે. પાકિસ્તાન સતત એલઓસી પર ફાયરિંગ કરી રહ્યું છે. આ પહેલા બુધવારે ભારતીય સીમામાં ઘૂસણખોરી કરી રહેલા પાકિસ્તાની વાયુસેનાના એફ-16 લડાકુ વિમાનને ભારતીય વાયુસેનાના મિગ 21 ઘ્વારા તોડી પાડવામાં આવ્યું. આ દરમિયાન પાકિસ્તાન ઘ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇક પર દેશમાં રાજનીતિ શરુ થઇ ચુકી છે. વિપક્ષ જ્યાં સરકાર પર સેનાની બહાદુરીના નામ પર ફાયદો ઉઠાવવાનો આરોપ લગાવી રહી છે. ત્યાં જ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપા નેતા બીએસ યેદુરપ્પા ઘ્વારા એક વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: એર સ્ટ્રાઈક બાદ પાછો આવ્યો 'મોદી-મોદી' વાળો યુગ, જાણો શું થશે ચૂંટણી પર અસર

28 માંથી 22 સીટો ભાજપ જીતશે

28 માંથી 22 સીટો ભાજપ જીતશે

કર્ણાટકના ચિત્રદુર્ગમાં મીડિયા સાથે વાતચીત કરતા બીએસ યેદુરપ્પાએ બુધવારે કહ્યું કે પાકિસ્તાનમાં આવેલા આતંકી કેમ્પો પર પીએમ મોદી ઘ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને કારણે પ્રધાનમંત્રી મોદીના પક્ષમાં ફરી એકવાર લહેર પેદા થઇ ચુકી છે અને આ લહેર આવનારી લોકસભા ચૂંટણીમાં ભાજપને કર્ણાટકમાં 28 માંથી 22 સીટો જીતવામાં મદદ કરશે. આજે દેશભરમાં પીએમ મોદીના પક્ષમાં માહોલ બની રહ્યો છે. યુવાઓમાં જોશનો માહોલ છે જેની અસર લોકસભા ચૂંટણીમાં પણ જોવા મળશે.

યેદુરપ્પા પોતાના નિવેદન પર ઘેરાયા

યેદુરપ્પા પોતાના નિવેદન પર ઘેરાયા

યેદુરપ્પા ઘ્વારા જણાવવામાં આવ્યું કે પીએમ મોદીએ પાકિસ્તાનને પાઠ ભણાવ્યો અને 40 જવાનોની શહાદતનો બદલો લેવાનું એતિહાસિક સાહસ બતાવ્યું. તેમને કહ્યું કે પીએમ મોદીએ જે વચન આપ્યું તેને પૂરું કર્યું. બધાએ પીએમ મોદી ઘ્વારા લેવામાં આવેલા પગલાંનું સ્વાગત કર્યું છે. પોતાના નિવેદનને કારણે હવે બીએસ યેદુરપ્પા ઘેરાઈ ચુક્યા છે. સોશ્યિલ મીડિયા પર લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે.

શુ છે કર્ણાટકની વર્તમાન સ્થિતિ

શુ છે કર્ણાટકની વર્તમાન સ્થિતિ

આપને જણાવી દઈએ કે હાલમાં કર્ણાટકમાં 28 લોકસભા સીટોમાંથી ભાજપ પાસે 16 સીટો, કોંગ્રેસ પાસે 10 અને જેડીએસ પાસે 2 સીટો છે. કોંગ્રેસ અને જેડીએસ આ વખતે સાથે મળીને લોકસભા ચૂંટણી લડવાનું એલાન કરી ચુક્યા છે. જેને કારણે બંને પક્ષ વચ્ચે સીટોની વહેંચણી પર વાત ચાલી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન કર્ણાટકમાં ભાજપ માટે મોટો પડકાર બની શકે છે.

300 જેટલા આતંકીઓ માર્યા

300 જેટલા આતંકીઓ માર્યા

ઇન્ડિયન એરફોર્સે એલઓસી પાર કરીને જેશના આતંકી ઠેકાણે બૉમ્બ મારીને તેને તબાહ કરી નાખ્યું હતું. સૂત્રો અનુસાર આ કાર્યવાહીમાં 300 જેટલા આતંકીઓ માર્યા ગયા છે. મંગળવારે સવારે 3.30 વાગ્યે ઇન્ડિયન એર ફોર્સ મિરાજ ફાઈટર જેટ નિયંત્રણ રેખા પાર કરીને બાલાકોટમાં આવેલા જેશ-એ-મોહમ્મદના ઠેકાણા પર બૉમ્બ વરસાવ્યા છે. ભારતે લગભગ 1000 કિલોગ્રામ બૉમ્બ ફેંક્યા. આ હુમલામાં જેશનો 600 એકડમાં ફેલાયેલો અડ્ડો પણ ખતમ કરી દેવામાં આવ્યો છે, જેમાં લગભગ 600 લોકોને ટ્રેનિંગ આપવામાં આવતી હતી.

English summary
Air Strike Will Help Us Win 22 Lok Sabha Seats Karnataka Says BS Yeddyurappa.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X