દુબઈના બિઝનેસમેન સાથે લગ્ન કરશે ઐશ્વર્યા, સલમાનની ફિલ્મમાં ગાઈ ચૂકી છે ગીત

ગુજરાતી સિંગર ઐશ્વર્યા મજમુદારે પોતાની પર્સનલ લાઈફને લઈ ખુલાસો કર્યો છે. ઐશ્વર્યાએ સોશિયલ મીડિયા પર એક ફોટો શૅર કરીને પોતાના લાઈફ પાર્ટનર વિશે જાહેરાત કરી છે.

ગુજરાતી સિંગર ઐશ્વર્યા મજમુદારે પોતાની પર્સનલ લાઈફને લઈ ખુલાસો કર્યો છે. ઐશ્વર્યાએ સોશિયલ મીડિયા પર એક ફોટો શૅર કરીને પોતાના લાઈફ પાર્ટનર વિશે જાહેરાત કરી છે. મુલ્કરાજ ગઢવી દુબઈના બિઝનેસમેન છે. બંને એકબીજાના પ્રેમમાં છે. ઐશ્વર્યાએ કહ્યું કે તેઓ આગામી 2 વર્ષમાં લગ્ન કરી લેશે. આ લગ્ન દુબઈમાં યોજાશે. જો કે હાલ તેમણે પોતાની સગાઈની જાહેરાત નથી કરી. ઐશ્વર્યા 25 વર્ષની છે. તેમનો જન્મ અમદાવાદમાં થયો છે. વિદેશી બિઝનેસમેન સાથે લગ્નની જાહેરાતથી તેમના ફેન્સ પણ આશ્ચર્યચકિત છે.

સોશિયલ મીડિયા પર કર્યો ખુલાસો

સોશિયલ મીડિયા પર કર્યો ખુલાસો

પોતાના આ સંબધનો ખુલાસો ઐશ્વર્યાએ સોશિયલ મીડિયા પર કર્યો. જેમાં તેણે લખ્યું, 'એક મિત્ર દ્વારા મારી મુલ્કરાજ સાથે મુલાકાત થઈ હતી. પાછલા બે વર્ષથી હું તેને ડેટ કરી રહી છું. પરંતુ લગ્ન કરવામાં હજી બે વર્ષનો સમય છે. હાલ અમે બંને વ્યસ્ત છીએ. એટલે જ અમે છ મહિને એક વાર મળીએ છીએ. જો કે અમે લગ્નની તૈયારી શરૂ કરી દીધી છે.'

પ્રેમ રતન ધન પાયોમાં ગાયું હતું ગીત

પ્રેમ રતન ધન પાયોમાં ગાયું હતું ગીત

ઉલ્લેખનીય છે કે ગુજરાતી ગોરી ઐશ્વર્યા મજમુદાર પ્રેમ રતન ધન પાયો, ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ અને લવની ભવાઈ જેવી ફિલ્મોમાં ગીતો ગાઈ ચૂકી છે. તે ડાંડિયા રાજકુમારી તરીકે પણ પ્રખ્યાત છે. ઐશ્વર્યા ઈચ્છે છે કે લોકો ઈચ્છતા હતા કે કોઈ વ્યક્તિ પોતાના માતા પિતા માટે ગીત રેકોર્ડ કરવા માટે અવાજ આપે અને તે જ દરમિયાન એક મિત્રના માધ્યમથી મારી મુલ્કરાજ સાથે મુલાકાત થઈ. ત્યારથી અમારી લવ સ્ટોરી શરૂ થઈ. દુબઈમાં હોવાથી આ એક લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ છે.

5 ઓક્ટોબર 1993માં જન્મ

5 ઓક્ટોબર 1993માં જન્મ

ઐશ્વર્યા મજમુદારનો જન્મ 5 ઓક્ટોબર 1993ના રોજ થયો. તેના માતા પિતા પણ ગાયક છે. ઐશ્વર્યાએ ત્રણ વર્ષની ઉંમરે જ શાસ્ત્રીય સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી હતી.

આવી રીતે મળી સફળતા

આવી રીતે મળી સફળતા

કરિયર વિશે વાત કરતા ઐશ્વર્યાએ કહ્યું કે 2007-08માં મ્યુઝિકલ રિયાલિટી શો છોટે ઉસ્તાદમાં 15 વર્ષની ઉંમરે જીત્યા બાદ તે ખૂબ લોકપ્રિય થઈ. આ શોમાં તેમના પર્ફોમન્સને ખૂબ જ વખાણ્યું હતું.

સંગીત કા મહા મુકાબલામાં પણ લીધો ભાગ

સંગીત કા મહા મુકાબલામાં પણ લીધો ભાગ

બાદમાં તેમણે અન્વેષા દત્તા ગુપ્તા સાથે આ શો જીત્યો. હિમેશ રેશમિયાની ટીમ હિમેશ વોરિયર્સ તરફથી સંગીત કા મહા મુકાબલામાં ભાગ લીધો.

આટલી ભાષામાં ગાઈ ચૂકી છે ગીત

આટલી ભાષામાં ગાઈ ચૂકી છે ગીત

ગુજરાતી અને હિન્દી ફિલ્મો માટે ઐશ્વર્યા ઘણા ગીતો ગાઈ ચૂકી છે. આ ઉપરાંત તે કન્નડ અને અંગ્રેજી આલ્બમ પણ રેકોર્ડ કરી ચૂકી છે.

કોણ છે મુલ્કરાજ?

કોણ છે મુલ્કરાજ?

ઐશ્વર્યા મજમુદારના કહેવા પ્રમાણે મુલ્કરાજ એક બિઝનેસમેન છે જેનો બિઝનેસ ગલ્ફ કંટ્રીઝમાં છે. હું તેના દયાળુ સ્વભાવ અને પોઝિટિવિટીથી આકર્ષાઈ છું.

કેટલાક સમય બાદ ફેન્સ સામે કરી જાહેરાત

કેટલાક સમય બાદ ફેન્સ સામે કરી જાહેરાત

મને હંમેશા લાગે છે કે હું સૌથી વધુ આશાવાદી છું, પરંતુ મુલ્કરાજને મળ્યા બાદ હું ખોટી પડી. તેમણે એગીત સાથે પ્રપોઝ કર્યું હતું. જે હું ટૂંક સમયમાં જ ફેન્સ સુધી પહોંચાડીશ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X