મોદી માટે પ્રચાર કરશે અજય રાયના ભાભી અલકા

Google Oneindia Gujarati News

વારાણસી, 5 મેઃ વારાણસીથી કોંગ્રેસના ઉમેદવાર અજય રાય વિરુદ્ધ તેમના ભાભીએ મોરચો ખોલી દીધો છે. અજય રાય, દિવંગત કૃષ્ણાનંદ રાયની નજીક હતા. બન્નેમાં પારિવારિક સંબંધો એ પ્રમાણે હતા કે ભાજપના ઉમેદવાર કૃષ્ણાનંદ રાયને તેઓ પોતાના મોટાભાઇ માનતા હતા. કૃષ્ણાનંદ રાયની હત્યા બાદ અજય રાયે બહુચર્ચિત ધારાસભ્ય મુખ્તાર અંસારી સાથે જ હત્યાના અન્ય આરોપીઓની ધરપકડ માટે આંદોલન ચલાવ્યું હતું.

narendra-modi-in-odisha
અજય રાય પોતાના મિત્રની પત્ની અલકા રાયને ભાભી કહેતા હતા. તેમના પતિની હત્યા વર્ષ 2005માં થઇ હતી અને તેમાં મુખ્તાર અંસારી તથા અન્ય પાંચ સાથી હતા. અજય રાયને મુખ્તાર અંસારીથી સમર્થન અપાવીને કોંગ્રેસ તેમના પતિના હત્યારાઓને મદદ પહોંચાડી રહી છે. તેમનું કહેવું હતું કે કોંગ્રેસ ઉમેદવાર અજય રાય તેમના પરિવારના જ છે, પરંતુ રાજકીય લાભ માટે તે પણ હત્યાના આરોપીઓથી ચૂંટણીમાં સમર્થન મળ્યું છે.

તેમનું કહેવું હતું કે તેનાથી એ સાબિત થાય છેકે રાજકીય લાભ માટે કોઇ કોઇને પણ મળી શકે છે. તેમણે કહ્યું કે, અજય રાય ભલે તેમના પરિવારના હોય પરંતુ હવે તેઓ નરેન્દ્ર મોદીને જીતાડવામાં પોતાની જોર લગાવી દેશે. તેમણે આશા વ્યક્ત કરી છેકે મોદી વડાપ્રધાન બન્યા બાદ તેમના પતિના હત્યારાઓને જરૂર સજા મળશે. નોંધનીય છેકે, 2005માં ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની ગાજીપુર જિલ્લામાં હત્યા કરી દેવામાં આવી હતી. તેમની સાથે ચાર અને લોકોને પણ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. તેમની હત્યાના વિરોધ અને આરોપીઓની ધરપકડની માંગને લઇને ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહએ વારાણસીમાં 15 દિવસ સુધી ધરણા કર્યા હતા.

English summary
Congress candidate from Varanasi Ajay Rai facing opposition from his bhabhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X