For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NSA અજીત ડોભાલને દિલ્હી હિંસા રોકવાની જવાબદારી સોંપવામાં આવી, પોલીસને મળી પૂરી છૂટ

NSA અજીત ડોભાલને દિલ્હી હિંસા રોકવાની જવાબદારી સોંપવામાં આવી, પોલીસને મળી પૂરી છૂટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દિલ્હીમાં ભારે હિંસા ભડકી ઉઠી છે. સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટનું આંદોલન ઉગ્ર થઈ જતાં દિલ્હી પોલીસ પણ સખ્તાઈ અપનાવી રહી છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ધીરે ધીરે હાલાત સામાન્ય થઈ રહ્યા છે. નોર્થ ઈસ્ટ દિલ્હીના વિસ્તારોમાં ભડકેલી હિંસામાં 18 લોકોના મોત થયાં છે. જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થઈ ગયા. સૂત્રો મુજબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભલને દિલ્હીમાં શાંતિ બહાલ કરવાની જવાબદારી આપવામાં આવી છે.

ડોભાલને મળી જવાબદારી

ડોભાલને મળી જવાબદારી

અજિત ડોભલ કેબિનેટ અને પીએમ મોદીને દિલ્હી હિંસા મામલે જાણકારી આપશે. સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે પોલીસને પણ ફ્રી હેન્ડ આપી દેવામાં આવ્યો છે. લોકોને કાનૂન હાથમાં ના લેવાની સતત અપીલ કરવામાં આવી રહી છે. સરકારી સૂત્રો મુજબ એનએસએ ડોભલે સ્પષ્ટ કર્યું કે કોઈપણ પ્રકારની હિંસા ફેલાવનારાઓને છોડવામાં નહિ આવે. અગાઉ હાલાત બગડતા જોઈ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભલ મોડી રાતે દિલ્હીના સીલમપુર પહોંચ્યા હતા.

પોલીસને ફ્રી હેન્ડ આપવામાં આવ્યો

પોલીસને ફ્રી હેન્ડ આપવામાં આવ્યો

NSA અજિત ડોભલે મોડી રાતે સીલમપુર વિસ્તારમાં સુરક્ષાનો રિપોર્ટ લીધો અને ડે્યૂટી કમિશ્નર ઑફ પોલીસ સાથે હાલાત પર ચર્ચા કરી. જ્યારે દિલ્હીમાં હિંસાને જોતા ગૃહમંત્રી અમિત શાહ પણ દિવસભર મીટિંગ કરતા રહ્યા અને હાલાત પર નજર બનાવી રાખી હતી. જણાવી દઈએ કે દિલ્હીમાં ભડકેલી હિંસામાં એક હેડ કોન્સ્ટેબલ રતન લાલનું પણ મોત થઈ ગયું જ્યારે શાહદરાના ડીસીપી અમિત શાહ ખરાબ રીતે ઘાયલ થઈ ગયા છે.

કલમ 144 લાગૂ

કલમ 144 લાગૂ

ઉત્તર પૂર્વી દિલ્હીના કેટલાય વિસ્તારોમાં હાલાત તણાવપૂર્ણ છે. ઉત્તર પૂર્વી દિલ્હીના 4 વિસ્તારોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. નોર્થ ઈસ્ટ દિલ્હીમાં ઉપદ્રવીઓને જોતા જ ગોળી મારી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. પોલીસે હિંસાના મામલે 11 એફઆઈઆર નોંધી છે. ઉત્તર પૂર્વી દિલ્હીમાં એક મહિના માટે કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. આ હિંસક પ્રદર્શન દરમિયાન કેટલીય જગ્યાઓએ આગલગાવવામાં આવી હતી.

દિલ્હી હિંસા પર ગૃહ મંત્રી અમિત શાહની 24 કલાકમાં 3 બેઠક, અત્યાર સુધીમાં 17 લોકોના મોતદિલ્હી હિંસા પર ગૃહ મંત્રી અમિત શાહની 24 કલાકમાં 3 બેઠક, અત્યાર સુધીમાં 17 લોકોના મોત

English summary
ajit doval to brief pm modi and cabinet on delhi violence
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X