For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જે કાગળ પર ઉદ્ધવ માટે કરાવી ધારાસભ્યોની સહી, તે અજીત પવારે ફડણવીસને આપી દીધુ

શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સમર્થન આપવા માટે જે કાગળ પર એનસીપી ધારાસભ્યોની સહી કરાવવામાં આવી હતી તે જ કાગળ અજીત પવારે દેવેન્દ્ર ફડણવીસને આપી દીધુ.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યાર સુધીની સૌથી મોટી ઉલટફેર થઈ ગઈ છે. શુક્રવારે સાંજે જ્યાં સમાચાર હતા કે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ મળીને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં સરકાર બનાવી રહી છે. વળી, શનિવારે સવારે એક ચોંકાવનારા ઘટનાક્રમ હેઠળ દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના સીએમ પદના શપથ લઈ લીધા. દેવેન્દ્ર ફડણવીસ સાથે એનસીપી નેતા અજીત પવારે પણ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. આ આખા ઘટનાક્રમ બાદ મહારાષ્ટ્રમા રાજકીય સમીકરણ સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. સૂત્રો અનુસાર શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને સમર્થન આપવા માટે જે કાગળ પર એનસીપી ધારાસભ્યોની સહી કરાવવામાં આવી હતી તે જ કાગળ અજીત પવારે દેવેન્દ્ર ફડણવીસને આપી દીધુ.

પેપર પર નહોતુ લખ્યુ સીએમનુ નામ

પેપર પર નહોતુ લખ્યુ સીએમનુ નામ

સૂત્રોની માનીએ તો એનસીપીની બેઠકમાં શિવસેના અને કોંગ્રેસ સાથે સરકાર બનાવવા માટે જે પેપર પર પાર્ટીના ધારાસભ્યો પાસેથી સહી લેવામાં આવી હતી તે પેપર પર મુખ્યમંત્રીનુ નામ નહોતુ. આનુ કારણ હતુ કે શિવસેના તરફથી એ સમય સુધી સીએમ પદ માટે કોઈનુ નામ નક્કી થયુ નહોતુ. વાસ્તવમાં શુક્રવારે મોડી રાત સુધી ઉદ્ધવ ઠાકરે સીએમ પદ માટે પોતાના નામ માટે સંપૂર્ણપણે તૈયાર નહોતા. સૂત્રોનુ કહેવુ છે કે આ વાતનો ફાયદો અજીત પવારે ઉઠાવ્યો અને ધારાસભ્યોના સમર્થનવાળુ પેપર દેવેન્દ્ર ફડણવીસના સમર્થનમાં રાજ્યપાલને સોંપી દીધુ.

સંમતિ બાદ કરાવી ધારાસભ્યો પાસે સહી

સંમતિ બાદ કરાવી ધારાસભ્યો પાસે સહી

તમને જણાવી દઈએ કે એનસીપી નેતાઓ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી શિવસેનાને સમર્થન આપવાની કવાયત ચાલી રહી છે. આના માટે દિલ્લી અને મહારાષ્ટ્રમાં ઘણી બેઠકો પણ થઈ ચૂકી હતી અને કોંગ્રેસ નેતાઓ સાથે વાતચીત ચાલી રહી હતી. જણાવવામાં આવી રહ્યુ છે કે મોટા નેતાઓ વચ્ચે સંમતિ બન્યા બાદ એનસીપીના ધારાસભ્યો પાસેથી શિવસેનાનુ સમર્થન કરવા માટે એક પેપર પર સહી કરાવવામાં આવી હતી. આ પેપર ખાલી હતુ અને તેની ઉપર સીએમ પદ માટે કોઈનુ નામ લખ્યુ નહોતુ. સૂત્રોનુ કહેવુ છે કે આ એ જ પેપર છે જે અજીત પવારે રાજ્યપાલને આપ્યુ છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર: BJP-NCP સરકાર પર ભડક્યા સંજય રાઉત, ‘અજીત પવારે અંધારામાં લૂંટ કરી'આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર: BJP-NCP સરકાર પર ભડક્યા સંજય રાઉત, ‘અજીત પવારે અંધારામાં લૂંટ કરી'

ઉપસ્થિતિ માટે કરાવાઈ હતી સહી

ઉપસ્થિતિ માટે કરાવાઈ હતી સહી

વળી, આ બાબતે એનસીપીના પ્રવકતા નવાબ મલિકે મીડિયાને જણાવ્ય, અમે પેપર પર ધારાસભ્યો પાસે તેમની ઉપસ્થિતિ માટે સહી કરાવી હતી, શપથના આધાર રૂપે એ પેપરનો દૂરુપયોગ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાક્રમ વિશે શરદ પવારે આજે સાંજે 4 વાગે પોતાના ઘરે પાર્ટીના નેતાઓની બેઠક બોલાવી છે. શરદ પવારે કહ્યુ, આ નિર્ણય પાર્ટીનો નથી. આ અજીત પવારનો અંગત નિર્ણય છે. હું સ્પષ્ટ કરવા ઈચ્છુ છુ કે અમે આ નિર્ણયનુ સમર્થન નથી કરતા. વળી, પ્રફૂલ્લ પટેલે કહ્યુ કે શરદ પવારને મહારાષ્ટ્રમાં રચાયેલ સરકાર સાથે કોઈ લેવાદેવા નથી. અમે અજીત પવારા નિર્ણયનુ સમર્થન નથી કરતા. ભાજપને સમર્થન આપવુ એ અજીત પવારનો અંગત નિર્ણય છે.

English summary
Ajit Pawar Gave Letter To Devendra Fadnavis, Which signed by MLAs to support Uddhav.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X