For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અજમેર દરગાહ બ્લાસ્ટમાં આ ગુજરાતીને થઇ ઉંમર કેદ

અજમેરની પ્રસિદ્ધ દરગાહના પરિસરમાં 2007માં થયેલા બોમ્બ ધડાકામાં કોર્ટે ચુકાદો આપ્યો છે. તેમાં સંડોવાયેલા આ ગુજરાતીઓને કોર્ટે સજા ફટકારી છે.

|
Google Oneindia Gujarati News

11 ઓક્ટોબર 2007માં અજમેરની જાણીતી દરગાહમાં બ્લાસ્ટ કરાવવા માટે જયપુરની એનઆઇએ કોર્ટે બે દોષીઓ ભાવેશ પટેલ અને દેવેન્દ્ર ગુપ્તાની ઉંમરકેદની સજા સંભળાવી છે. આ કેસમાં દેવેન્દ્ર ગુપ્તા, ભાવેશ પટેલ અને સુનિલ જોષીને આરોપી જાહેર કરવામાં આવ્યો છે. પણ સુનીલ જોષીને આ ચુકાદો આવે તે પહેલા જ મોત થઇ ચૂકી છે. કોર્ટે દેવેન્દ્ર પર 10 હજાર અને ભાવેશ પર પાંચ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. નોંધનીય છે કે 2007માં થયેલા આ હુમલામાં ત્રણ લોકોની મોત થઇ હતી અને 15 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તપાસ દરમિયાન પોલીસને એક બેગમાંથી ટાઇમર લાગેલો બોમ્બ મળ્યો હતો.

blastcase

નોંધનીય છે કે આ કેસનો આરોપી ભાવેશ પટેલ જેને કોર્ટે ઉંમરકેદની સજા સંભળાવી છે તે મૂળ ભરૂચનો વતની છે. જો કે સ્વામી અસીમાનંદ, હર્ષદ સોલંકી, મુકેશ વસાણી, ચંદ્રશેખર સમેત 7 લોકોને નિર્દોષ જાહેર કર્યા છે. નિર્દોષ જાહેર થયેલા પૈકી ચાર આરોપીઓ પણ મૂળ ગુજરાતના છે. નોંધનીય છે કે 2011માં આ કેસને એનઆઇએને સોંપવામાં આવ્યો હતો. પણ સાક્ષીઓને મળતી જાનથી મારવાની ધમકીઓના કારણે આ કેસનો ચુકાદો આવતા સમય લાગ્યો હતો.

English summary
Ajmer dargah blast case: two people sentenced to life imprisonment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X