For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અખિલ ભારતીય અખાડા પરિષદના ઉપાધ્યક્ષે નરેન્દ્ર ગિરીના મોતની CBI તપાસની માંગ કરી

યુપીથી લઈને દિલ્લી સુધી અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીના મોતથી ખળભળાટ મચી ગયો છે.

|
Google Oneindia Gujarati News

પ્રયાગરાજઃ યુપીથી લઈને દિલ્લી સુધી અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીના મોતથી ખળભળાટ મચી ગયો છે. અખિલ ભારતીય અખાડા પરિષદના ઉપાધ્યક્ષ દેવેન્દ્ર સિંહે મહંત નરેન્દ્ર ગિરીના મોતની સીબીઆઈ તપાસની માંગ કરી છે. તેમણે કહ્યુ કે આ કેસ સીબીઆઈને સોંપવો જોઈએ અને આ સમગ્ર મામલે યોગ્ય તપાસ થવી જોઈએ. તમને જણાવી દઈએ કે અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીનુ સોમવારે મોત થઈ ગયુ. શંકાસ્પદ સ્થિતિમાં નરેન્દ્ર ગિરીના મોત બાદ અલગ-અલગ પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે.

allahabad

ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર ગિરીના મોતને યુપી પોલિસે આત્મહત્યા ગણાવી છે. નરેન્દ્ર ગિરી પાસેથી સુસાઈડ નોટ મળી છે જેના તથ્યોની તપાસ થઈ રહી છે. વરિષ્ઠ પોલિસ અધિકારી કેપી સિંહે કહ્યુ કે અમે સુસાઈડ નોટને વાંચી રહ્યા છે. નરેન્દ્ર ગિરી સુસાઈડ નોટમાં દુઃખી લાગી રહ્યા છે. તેમણે એ પણ લખ્યુ છે કે આશ્રમ સાથે તેમના મોત બાદ શું કરવુ જોઈએ. તેમણે આને વસિયત તરીકે પણ લખી છે. નરેન્દ્ર ગિરીના શિષ્ય આનંદ ગિરીની હરિદ્વારમાં ધરપકડ કરવામાં આવી છે. નરેન્દ્ર ગિરીના મોત કેસમાં આનંદ ગિરીની ધરપકડ કરવામાં આવી છે.

મહંત નરેન્દ્ર ગિરીના મોત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સપા પ્રમુખ અખિલેશ યાદવ સહિત ઘણા નેતાઓએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યુ કે અખાડા પરિષદના અધ્યક્ષ શ્રી નરેન્દ્ર ગિરીજીનુ દેહાવસાન અત્યંત દુઃખદ છે. આધ્યાત્મિક પરંપરાઓ પ્રત્યે સમર્પિત રહીને તેમણે સંત સમાજની અનેક ધારાઓને એક સાથે જોડવામાં મોટી ભૂમિકા નિભાવી. પ્રભુ તેમને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે. ॐ શાંતિ!!

તમને જણાવી દઈએ કે સોમવારે સાંજે નરેન્દ્ર ગિરીનુ શબ પ્રયાગરાજના બાઘંબરી મઠમાં ફાંસીના ફંદાથી લટકેલુ મળ્યુ હતુ. પોલિસને ગિરીના રૂમમાંથી સુસાઈડ નોટ મળી છે. જેમાં તેમના શિષ્ય આનંદ ગિરીનો ઉલ્લેખ છે. નોટ મુજબ નરેન્દ્ર ગિરી લાંબા સમયથી માનસિક સમસ્યા સામે ઝઝૂમી રહ્યા હતા. કાલે રાતે ઉત્તરાખંડ પોલિસે મહંત નરેન્દ્ર ગિરીના શિષ્ય આનંદ ગિરીની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ ચાલુ છે. આજે મહંત નરેન્દ્ર ગિરીનુ પોસ્ટમૉર્ટમ ડૉક્ટરોની પેનલ દ્વારા કરાવવામાં આવશે અને ત્યારબાદ અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સીએમ યોગી પણ પ્રયાગરાજ માટે રવાના થઈ ગયા છે. તે મહંત નરેન્દ્ર ગિરીના પાર્થિવ શરીરના અંતિમ દર્શન કરશે. વળી, ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહ સહિત મોટા નેતા પણ પ્રયાગરાજ પહોંચવાના છે.

English summary
Akhil Bharatiya Akhada Parishad vice president demand CBI probe of Narendra Giri demise.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X