For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ABAPએ જાહેર કરી દેશના પાખંડી બાબાઓની સૂચિ

ગુરમીત રામ રહીમ સિંહને સજા થયા બાદ અખિલ ભારતીય અખાડા પરિષદે નકલી બાબાઓની સૂચિ બહાર પાડી છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

ગુરમીત રામ રહીમ સિંહની પોલ ખુલ્યા બાદ દેશના પાખંડી બાબાઓના જાણે ખરાબ દિવસો શરૂ થઇ ગયા છે. અખિલ ભારતીય અખાડા પરિષદ દ્વારા નકલી બાબાઓની એક સૂચિ બહાર પાડવામાં આવી છે. આ સૂચિમાં 14 બાબાઓના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેમને પાખંડી બાબા જાહેર કરવામાં આવ્યા છે. અલ્લાહાબાદમાં અખિલ ભારતીય અખાડા પરિષદની કાર્યકારી બેઠકમાં આ સૂચિ જાહેર કરવામાં આવી હતી અને આ 14 બાબાઓનો બહિષ્કાર કરવાની અપીલ પણ કરવામાં આવી છે. સાથે જ એબીવીપી દ્વારા સંતની ઉપાધિ આપવા માટે એક પ્રક્રિયા નિશ્ચિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી ગુરમીત રામ રહીમ સિંહ જેવા લોકો તેનો ખોટો લાભ ન ઉઠાવી શકે.

ABAP's fake babas list

એબીવીપીની સૂચિના 14 પાખંડી બાબાઓ

  • આસારામ બાપુ ઉર્ફે આશુમલ શિરમલાની
  • સુખબિન્દર કૌર ઉર્ફે રાધે માં
  • સચ્ચિદાનંદ ગિરિ ઉર્ફે સચિન દત્તા
  • ગુરમીત રામ રહીમ સિંહ
  • ઓમબાબા ઉર્ફે વિવેકાનંદ ઝા
  • નિર્મલ બાબા ઉર્ફે નિર્મલજીત સિંહ
  • ઇચ્છાધારી ભીમાનંદ ઉર્ફે શિવમૂર્તિ દ્વિવેદી
  • સ્વામી અસીમાનંદ
  • ઓમ નમઃ શિવાય બાબા
  • નારાયણ સાંઇ
  • રામપાલ
  • આચાર્ય કુશમુનિ
  • વૃહસ્પતિ ગિરી
  • મલખાન સિંહ
ABAP's fake babas list
અખાડા પરિષદના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, તેમણે નિર્ણય કર્યો હતો કે એક સંત પાસે રોકડ કે તેના નામે કોઇ સંપત્તિ નહીં હોય. કેહવાઇ રહયું છે કે, અખાડા પરિષદ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ સૂચિ સરકારને સોંપવામાં આવશે. જેથી આ બાબાઓ વિરુદ્ધ પગલાં લઇ શકાય. પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરિએ જણાવ્યું હતું કે, અમારી સરકારને વિનંતી છે કે, આ પાખંડી બાબા વિરુદ્ધ તપાસ કરવામાં આવે, તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવે અને જનતાને પણ આ બાબઓથી બચીને રહેવાનું સૂચન કરવામાં આવે.
English summary
Akhil Bharatiya Akhara Parishad comes out with a list of Fake Babas.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X