For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીમાં વિદ્યાર્થીઓને મળ્યા લેપટોપ, પ્રદર્શનકારીઓને લાઠીચાર્જ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

akhilesh-yadav
નવી દિલ્હી, 3 જૂન: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે સોમવારે ગાજિયાબાદમાં 8,074 વિદ્યાર્થીઓને લેપટોપની લ્હાણી કરી હતી. તેમને પ્રદેશની 3750 કરોડની પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું. મુખ્યમંત્રીએ વૈશાલીમાં ઇન્ડોર સ્ટેડિયમના નિર્માણ, લોનીમાં 2 અને ખોડામાં એક પોલીસ સ્ટેશન ખોલવાની જાહેરાત કરી છે. આ પહેલાં મુખ્યમંત્રીના પ્રવાસનો વિરોધમાં ભાજપ અને કોંગ્રેસે પ્રદર્શન કર્યું હતું. ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ કાળા ફૂગ્ગા છોડ્યા હતા, ત્યારબાદ તેમની પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને તેમની ધરપકડ કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી અખિલેશ યાદવ આજે નિર્ધારિત સમયથી પહેલાં ગાજિયાબાદ પહોંચી ગયા હતા. વહિવટી તંત્રના અધિકારીઓએ તેમને કડક સુરક્ષા વચ્ચે વસુંધરાના આવાસ-વિકાસ ગેસ્ટ હાઉસમાં રોક્યા હતા. સમારોહ સ્થળ પર પહોંચેતાં પહેલાં મુખ્યમંત્રી પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓ અને વહિવટી તંત્રના અધિકારીઓ સાથે શહેરની સ્થિતી અંગે વાતચીત કરી હતી.

નગર વિકાસ મંત્રી આજમ ખાન પણ આજે સમારોહ સ્થળ પર મુખ્યમંત્રીની પહેલાં પહોંચી ગયા હતા. તેમને પાર્ટી અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સાથે તૈયારી અંગેની વિસ્તૃત જાણકારી મેળવી હતી.

મુખ્યમંત્રી અખિલેશ યાદવના પ્રવાસને લીધે આજે ગાજિયાબાદના રસ્તા સૂમસામ ભાસી રહ્યાં હતા. અખિલેશ યાદવના પ્રવાસને ધ્યાનમાં રાખતાં પોલીસ તંત્ર એલર્ટ થઇ ગયું હતું, તો બીજી તરફ શહેરીજનોએ બહાર નિકળવાનું ટાળ્યું હતું.

રવિવારે રાત્રે સીએમનો વિરોધ કરવાનો દાવો કરી રહેલા વિભિન્ન દળોના નેતાઓને નજરકેદ કરવામાં આવ્યાં છે. વિરોધને ધ્યાનમાં રાખતા મુખ્યમંત્રીની સુરક્ષામાં ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો હતો.

English summary
Uttar Pradesh Chief Minister Akhilesh Yadav will on Monday give away 8,000 laptops to students in Ghaziabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X