હિન્દુઓની આસ્થા સાથે રમી રહી છે અખિલેશ સરકારઃ ભાજપ
લખનઉ, 3 એપ્રિલઃ ભારતીય જનતા પાર્ટીએ અયોધ્યામાં છેલ્લા 9 વર્ષથી અનવરત ચાલી રહેલી રામકથા અને રામલીલાને ધનાભાવ બંધ કરવાની વાતની આકરી ટીકા કરતા પ્રદેશની સપા સરકાર પર કરોડો હિન્દુઓની આસ્થા અને વિશ્વાસ પર વ્રજઘાત કરવાનો આરોપ લગાવ્યો છે. પાર્ટીના પ્રદેશ પ્રવક્તા વિજય બહાદુર પાઠકે આજે અહીં સંવાદદાતાઓ સાથે ચર્ચા દરમિયાન આરોપ લગાવતા કહ્યું કે, પ્રદેશની સપા સરકાર મુસ્લિમ તૃષ્ટિકરણમાં એટલી અંધ થઇ ગઇ છે કે તે હિન્દુઓની આસ્થાઓ સાથે રમી રહી છે.
તેમણે કહ્યું કે, પ્રદેશ સરકારના સંસ્કૃતિ વિભાગના હેઠળ સ્વયતશાસી અયોધ્યા શોધ સંસ્થાન છેલ્લા નવ વર્ષથી સતત રામલીલાનું આયોજન કરી રહ્યું હતું. પ્રદેશ સરકાર દ્વારા આવશ્યક ધનરાશી જારી નહીં થવાના કારણે આ રામલીલાના મંચન અને રામકથાનું આયોજન 1 એપ્રિલથી બંધ કરી દેવામાં આવ્યું. આ કરોડો હિન્દુઓની આસ્થાને આહત કરવાની વાત સમાન છે. પાઠકે કહ્યું અયોધ્યા સ્થિત તુલસી સ્મારક ભવનમાં ઘનાભાવના કારણે માત્ર રામલીલા જ બંધ થઇ નથી થઇ પરંતુ ત્યાં થતી રામકથાને પણ બંધ કરી દેવામા આવી છે.
તેનાથી સંત મહાત્માઓ અને ઘર્મભીરુ જનતામાં આક્રોશ છે, એક તરફ તો વિકાસ માટે આંવટિત ઘનરાશી કુપ્રબંધનના કારણે સરકાર ખર્ચ નથી કરી શકતી, તો બીજી તરફ વર્ષોથી ચાલી આવતી પરંપરા માત્ર એટલા માટે બંધ કરી દેવામાં આવે કે સરકાર બજેટ આપી નથી શકતી. એ કેટલી દુર્ભાગ્યપૂર્ણ વાત છે. તેમણે કહ્યું કે સરકારની મુસ્લિમ તૃષ્ટિકરણની નીતિની પરાકષ્ટાનું પરિણામ થઇ રહ્યું છે કે હિન્દુ માન્યતાઓ પર વ્રજઘાત કરી રહી છે, સતત ભગવાન બુદ્ધની પ્રતિમાઓનું ખંડન જારી છે. આજે બહરાઇચ જનપથમાં મિહીંપુરવાના કંજીબાગ સ્થિત બુદ્ધ વિહારમાં ભગવાન બુદ્ધની પ્રતિમાને ક્ષતિગ્રસ્ત કરી દેવામાં આવી.

-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
