For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અખિલેશ-માયાવતીની અણસમજે મોદીને બે વખત પીએમ બનાવ્યા:અસદુદ્દીન ઓવૈસી

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના વડા અસદુદ્દીન ઓવૈસીએ બુધવારે આરોપ લગાવ્યો કે નરેન્દ્ર મોદી બે વખત વડાપ્રધાન અખિલેશ અને માયાવતીની અણસમજના કારણે બન્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના વડા અસદુદ્દીન ઓવૈસીએ બુધવારે આરોપ લગાવ્યો કે નરેન્દ્ર મોદી બે વખત વડાપ્રધાન અખિલેશ અને માયાવતીની અણસમજના કારણે બન્યા છે. બુધવારે ઉત્તરપ્રદેશની મુલાકાતના બીજા દિવસે વિરોધીઓના આક્ષેપોને રદિયો આપ્યો હતો કે તેમને રાજકીય રીતે મહત્વના રાજ્યમાં વોટ-કટર તરીકે રજૂ કરવામાં આવે છે. અયોધ્યાના રૂદૌલીથી આગામી વિધાનસભાની ચૂંટણી માટે પોતાના પક્ષના પ્રચારની શરૂઆત કર્યાના એક દિવસ બાદ ઓવૈસી બુધવારે સુલતાનપુર જિલ્લાના ઓડ્રા ગામમાં એક જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા. રાજધાની લખનૌથી 140 કિલોમીટર દૂર સ્થિત સુલતાનપુર ભગવાન રામના પુત્ર કુશ દ્વારા બનાવવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.

Asaduddin Owaisi

ઓવૈસીએ કહ્યું, એવું કહેવામાં આવે છે કે જો ઓવૈસી લડશે તો તે મત કાપશે. 2019 માં લોકસભાની ચૂંટણીમાં સુલતાનપુરથી ભાજપ કેવી રીતે જીત્યું, ત્યારે તો ઓવૈસી ચૂંટણી લડી રહ્યા ન હતા. શું અખિલેશ યાદવે કહ્યું કે હિન્દુઓએ મત ​​નથી એટલે તે હાર્યા? તે મુસ્લિમોને કેમ કહે છે કે મત ​​નથી આપ્યો, શું મુસ્લિમો કેદી છે? ઓવૈસીએ એમ પણ કહ્યું કે, બે વખત ભાજપ મુસ્લિમોના મતથી નથી જીતી.

ઉત્તરપ્રદેશમાં ચૂંટણી લડીને ઓવૈસી ભાજપ વિરોધીઓના મત બગાડશે તેવા આક્ષેપનો જવાબ આપતા ઔવેસીએ પૂછ્યું કે, જ્યારે તમે બધાS અખિલેશ યાદવની પાર્ટીને મત આપ્યો ત્યારે ગઈ વિધાનસભાની ચૂંટણીમાં અહીંથી ભાજપના ઉમેદવાર કેવી રીતે જીત્યા? એ જ રીતે, 2019 માં સુલતાનપુરથી ભાજપે લોકસભાની ચૂંટણી કેવી રીતે જીતી? જ્યારે AIMIM એ તો ત્યાં ચૂંટણી પણ લડી ન હતી. સમાજવાદી પાર્ટીના પ્રમુખ પર આકરા પ્રહાર કરતા ઓવૈસીએ પૂછ્યું, શું મુસ્લિમો તમારા ગુલામ છે? અખિલેશ અને માયાવતીની મૂર્ખતાને કારણે નરેન્દ્ર મોદી બે વખત વડાપ્રધાન બન્યા.

ઓવૈસીએ કહ્યું, લોકસભા ચૂંટણીમાં મજલિસે હૈદરાબાદ, ઔરંગાબાદ અને કિશનગંજમાંથી ત્રણ બેઠકો જીતી. અમે હૈદરાબાદમાં ભાજપને હરાવ્યું, મોદી અને અમિત શાહ અમને હરાવવા આવ્યા હતા, પરંતુ તેમને હરાવ્યા. મજલિસે ઔરંગાબાદમાં શિવસેનાના સાંસદને 21 વર્ષ સુધી હરાવ્યા. અમે કિશનગંજમાં હાર્યા પણ લાખો મતો મેળવ્યા. તેમણે કહ્યું કે, જ્યાં હું લડું ત્યાં ભાજપ જીતી નથી. અમે ઇચ્છીએ છીએ કે વિધાનસભા અને સંસદમાં તમારો અવાજ ઉઠાવવા માટે તમારી પાસે પ્રતિનિધિ હોય. આ ત્યારે જ થશે જ્યારે આપણે બધા આપણા લોકોને પસંદ કરીશું અને તેમને મોકલીશું. સપા, બસપા અને કોંગ્રેસે તમારા બધાનું ઘણું લોહી ચૂસ્યું છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર કટાક્ષ કરતા ઔવેસીએ કહ્યું કે, કેન્દ્રએ ઉત્તર પ્રદેશમાં લઘુમતીઓના કલ્યાણ માટે 116 કરોડ રૂપિયા આપ્યા હતા, પરંતુ યોગીએ તેમાંથી માત્ર 10 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. મેં આ મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો. અખિલેશે આ મુદ્દે મૌન સેવ્યું, ઓવૈસીનએ આ સાથે પોતાની પાર્ટીની 100 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. તેમણે મંગળવારે અયોધ્યાના રુદૌલીથી પોતાના અભિયાનની શરૂઆત કરી હતી.

અસદુદ્દીન ઓવૈસીએ મંગળવારે અયોધ્યાના રુદૌલીમાં એક રેલીમાં દાવો કર્યો હતો કે, મુસ્લિમોને બિનસાંપ્રદાયિકતાના નામે છેતરવામાં આવ્યા છે અને અખિેલેશે જનતાને આપેલા પોકળ વચનો સાબિત કરવા રૂબરૂ ચર્ચાની માંગ કરી હતી. ઔવેસીએ આ મુદ્દે કહ્યું કે, શું મુઝફ્ફરનગરના તોફાનીઓને ન્યાય અપાયો છે? અયોધ્યાના મુસ્લિમો બાબરી ધ્વંસ વિશે વાત કરવામાં પણ શરમ કે ડર કેમ અનુભવે છે?

English summary
Akhilesh-Mayawati misunderstanding makes Modi PM twice: Asaduddin Owaisi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X