For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યોગીના દાવા પર બોલ્યા અખિલેશ, યૂપી નહિ આખા દેશમાં આવશે ભાજપની 74 સીટ

ભાજપને આખા દેશમાંથી માત્ર 74 સીટ જ મળશેઃ અખિલેશ યાદવ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું કે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપે હારનો સામનો કરવો પડશે. અખિલેશે કહ્યું કે ભાજપ આખા દેશમાં 74 સીટ માંડ જીતી શકશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાલમાં જ કહ્યું હતું કે ભાજપ ઉત્તર પ્રદેશમાં 80માંથી 74 સીટ જીતશે.

ગઠબંધન છે ભાજપનો વિકલ્પ

ગઠબંધન છે ભાજપનો વિકલ્પ

અખિલેશ યાદવે કહ્યું કે આગામી ચૂંટણીમાં સપા-બસપા ગઠબંધન જનતા સમક્ષ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. સાથે જ યાદવે કહ્યું કે અમારું તો એક-બે પક્ષ સાથે ગઠબંધન છે. ભાજપ જણાવે કે દેશમાં તેમનું કેટલી પાર્ટી સાથે ગઠબંધન છે. જો અમારું મહામિલાવટનું ગઠબંધન છે તો તેમનું કયું છે. આ દરમિયાન સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે આગામી પીએમ ઉત્તર પ્રદેશના જ હશે. પ્રદેશની જનતા ઈચ્છે છે કે વર્તમાન સરકાર અહીંથી જાય અને દેશને નવા વડાપ્રધાન મળે જે ઉત્તર પ્રદેશથી બને.

આઝમગઢથી લડી શકે ચૂંટણી

આઝમગઢથી લડી શકે ચૂંટણી

અખિલેશ યાદવે આ દરમિયાન આઝમગઢથી ચૂંટણી લડવાનો ઈશારો કર્યો. તેમણે કહ્યું કે આઝમગઢની જનતા કહેશે તો તેઓ ત્યાંથી ચૂંટણી લડશે. આઝમગઢથી મુલાયમસિંહ ચૂંટણી લડ્યા હતા આ વખતે તેઓ મૈનપુરીથી ચૂંટણી લડશે.

જૂઠના સહારે સત્તા ઈચ્છે છે ભાજપ

જૂઠના સહારે સત્તા ઈચ્છે છે ભાજપ

અખિલેશ યાદવે કહ્યું કે દેશનો ખેડૂત અને નૌજવાન મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે. ભાજપે ખેડૂતો અને નૌજવાનોને જૂઠ બોલ્યા અને ફરી એકવાર તેઓ જૂઠના સહારે સત્તામાં આવવા માગે છે. અખિલેશ યાદવે સીબીઆઈનો ઉપયોગ કરવાને લઈને કોંગ્રેસ અે ભાજપને ફરી એકજેવા જ ગણાવ્યા. જો કે તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસ પ્રદેશમાં એમની સાથે છે.

મનોહર પરિકર નિધનઃ તેમની તરબૂજની આ કહાની બધાને આપી ગઈ મોટો સંદેશ મનોહર પરિકર નિધનઃ તેમની તરબૂજની આ કહાની બધાને આપી ગઈ મોટો સંદેશ

English summary
akhilesh yadav over bjp seats in lok sabha elections 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X